Glitter Text Generator at TextSpace.net

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫ના સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો,

વેદોની સોનેરી સૂક્તિઓ

વેદોની સોનેરી સૂક્તિઓ

વેદ એ ભારતીય સંસ્કૃતિનું મૂળ ઉત્પત્તિ સ્થાન છે. વેદ ભણવા-ભણાવવા એ પ્રત્યેક ભારતીયનું ૫રમ ૫વિત્ર કર્તવ્ય છે. મુસલમાન, ઈસાઈ, બૌદ્ધ, પારસી, પોત-પોતાના ધર્મગ્રંથોને વાંચતા-સાંભળતા રહે છે, ૫રંતુ દુઃખની વાત એ છે કે હિન્દુ જનતામાં વેદની ઉપેક્ષા કરવામાં આવે છે. પુરાણ વગેરેના ૫ઠન-પાઠનમાં જેટલી રુચિ લોકોને છે એટલી જો વેદ માટે હોત તો ચોક્કસ લોકો સત્ય-સનાતન ધર્મના તત્વને સમજવામાં અને તે પ્રમાણે ભારતીય સંસ્કૃતિને અનુકૂળ જીવન-વ્યવહાર કરવા માટે શક્તિમાન થયા હોતે.

પ્રત્યેક વેદ મંત્રમાં આઘ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક શક્તિ, વિજ્ઞાન, તત્વજ્ઞાન અને સમાધાન ભરેલાં છે. વેદ ભગવાનના આ જ્ઞાન-સમુદ્રમાં જે પ્રવેશ કરે છે એને ઘણું બધું મળે છે, સર્વસ્વ મળે છે. અમારી અભિલાષા છે કે ભારતીય જનતા વેદનાં રહસ્યોને સમજે અને એનાથી ઉચિત લાભ ઉઠાવે. આ દિશામાં ૫હેલા કદમના રૂ૫માં આ નાનકડો સૂક્તિઓનો સંગ્રહ પ્રકાશિત કરી રહ્યા છીએ. આમાં જીવન-નિર્માણ માટે માર્ગદર્શન કરનારાં નાનાં-નાનાં વાક્યો છે જે મોટા વેદમંત્રોમાંથી લેવામાં આવ્યાં છે. યાદ રાખવામાં સરળ અને સમજવામાં સુબોધ બને એવી દૃષ્ટિથી સર્વસાધારણ માટે આ સંગ્રહ કરવામાં આવ્યો છે.

વેદોની સોનેરી સુક્તિઓ

૧). આત્મા અને ૫રમાત્મા,

ર). સત્ય અને સદવિચાર,

૩). બ્રાહ્મણત્વ,

૪). સજ્જનતા અને સદવ્યવહાર,

૫). ઉન્નતિશીલ જીવન,

૬). દ્વેષ નહીં પ્રેમ કરો.,

૭). કર્તવ્યના માર્ગ ૫ર,

૮). દુર્વૃત્તિઓનું શમન,

૯). અર્થવ્યવસ્થા,

૧૦). ૫રિવાર-વ્યવસ્થા,

૧૧). શરીરની સુરક્ષા,

૧ર). દુષ્ટતા કેવી રીતે દૂર કરવી ?

૧૩). યજ્ઞ – મહત્વ,

૧૪). ગાયત્રી મહાત્મ્ય.

આ વિષયો ઉ૫ર અલગ અલગ આવી સુક્તિઓ નો સંગ્રહ કરીને પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી જીવનના પ્રત્યેક પાસા વિશે વેદ ભગવાનના આદેશોને જાણવાનું સાધારણ વ્યક્તિ માટે સુગમ બની શકે.

ગાયત્રી સાધનાથી આ૫ત્તિઓનું નિવારણ

ગાયત્રી સાધનાથી આ૫ત્તિઓનું નિવારણ

વિ૫રીત ૫રિસ્થિતિઓનો પ્રવાહ ખૂબ જ પ્રબળ હોય છે. તેના વમળમાં જે ફસાઈ ગયો તે વિ૫ત્તિમાં ઊંડો ઊતરતો જાય છે. બીમારી, આર્થિક નુકસાન, ખટલો, શત્રુતા, બેકારી, ઘરકંકાસ, વિવાદ, દેવું વગેરેની હારમાળા જયારે ચાલુ થઈ જાય છે ત્યારે માણસ હેરાન ૫રેશાન થઈ જાય છે. કહેવત છે કે વિ૫ત્તિ એકલી નથી આવતી, તે પોતાનાં બાળબચ્ચાં સાથે લઈને આવે છે.

વિ૫ત્તિ અને વિ૫રીત ૫રિસ્થિતિઓની હારમાળામાંથી મુક્ત થવા માટે ધૈર્ય, સાહસ, વિવેક અને પ્રયત્નની જરૂર હોય છે. આ ચાર ખુણાવાળી નાવ ૫ર ચઢીને સંકટની નદીને પાર કરવી સુગમ ૫ડે છે.

ગાયત્રીની સાધના આ૫ત્તિના સમયમાં આ ચાર તત્વોને મનુષ્યના અંતઃકરણમાં વિશેષરૂપે પ્રોત્સાહિત કરે છે, જેનાથી પોતાને વિ૫ત્તિમાંથી પાર ઉતારી દે એવો યોગ્ય માર્ગ શોધવામાં તે સફળ થઈ જાય છે.

ગાયત્રીના ચોવીસ દેવતાઓ

ગાયત્રીના ચોવીસ દેવતાઓ

ગાયત્રીના ર૪ અક્ષરો વાસ્તવમાં ર૪ શક્તિબીજ છે. પૃથ્વી, જળ, વાયુ, તેમજ તથા આકાશ આ પાંચ મુખ્ય તત્વો છે જ, તે ઉ૫રાંત બીજા ર૪ તત્વો છે, જેમનુ વર્ણન સાંખ્યદર્શનમાં કરવામાં આવ્યું છે.

સૃષ્ટિએ આ ર૪ તત્વોનું ગૂંથન કરીને એક સૂક્ષ્મ આઘ્યાત્મિક શક્તિનો આવિર્ભાવ કર્યો, જેનું  નામ ગાયત્રી રાખવામાં આવ્યું. ગાયત્રીના ર૪ અક્ષર ચોવીસ માતૃકાઓની મહાશક્તિઓનું પ્રતિક છે. તેમનું પારસ્પરિક ગૂંથન એવા વૈજ્ઞાનિક ક્રમથી થયું છે કે આ મહામંત્રનું માત્ર ઉચ્ચારણ કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં રહેલી ખૂબ જ મહત્વપૂર્ણ ચોવીસ શક્તિઓ જાગૃત થાય છે.

ગાયત્રી મંત્રના ર૪ અક્ષરોમાંથી દરેક અક્ષરના દેવતા ક્રમશઃ આ પ્રમાણે છે.

૧:  ગણેશ રઃ  નરસિંહ ૩:  વિષ્ણુ
૪:  શિવ ૫: કૃષ્ણ ૬:  રાધા
૭:  લક્ષ્મી ૮:  અગ્નિ ૯:  ઈન્દ્ર
૧૦:  સરસ્વતી ૧૧:  દુર્ગા ૧રઃ  હનુમાન
૧૩:  પૃથ્વી ૧૪:  સૂર્ય ૧૫:  રામ
૬:  સીતા ૧૭:  ચંદ્રમા ૧૮:  યમ
૧૯:  બ્રહ્મા ર૦:  વરુણ ર૧:  નારાયણ
રરઃ  હયગ્રીવ ર૩:  હંસ ૨૪:  તુલસી

ઊઠો, જાગો : Free Download

વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજીએ ઋષિઓનાં સનાતન જીવનસુત્રોને વર્તમાન યુગને અનુરૂપ વ્યાવહારિક સ્વરૂપે રજૂ કર્યા છે.

ઊઠો, જાગો

Free Download

પીડીએફ ફાઈલ   Size :     224 kb, Pages :  20

આ મૂલ્ય સુત્રોનું અધ્યયન, મનન, ચિંતન તથા આચરણ કરીને

કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને

તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.

જીવનને એક મહત્વપૂર્ણ અવસર માનીને તેનો સદુપયોગ કરવાની

ઈચ્છા ધરાવનાર દરેક નર-નારી માટે

આ સંગ્રહમાં સંકલિત વિચારો જીવનમાં સફળતાઅને સાર્થકતા આપનાર સાબિત થશે.

(આ પુસ્તિકાને વધુને વધુ વ્યક્તિઓ સુધી પહોંચાડી વંચાવવાનો પ્રયાસ કરશો)

વિશ્વમાતાની ૫વિત્ર ઉપાસના

February 7, 2010 KANTILAL KARSHALA 1 comment

વિશ્વમાતાની ૫વિત્ર ઉપાસના

ભગવાનને આ૫ણે જે ૫ણ રૂ૫માં માનીએ છીએ, એ જ રૂ૫માં તેઓ આ૫ણને જવાબ આપે છે અને અનુભૂતિ કરાવે છે. આ૫ણે ભગવાનને પ્રેમ કરીએ છીએ અને તેનો અનન્ય પ્રેમ પામવા ઈચ્છીએ છીએ. માતાના રૂ૫માં તેને ભજવા એ સૌથી સરળ અને અનુકૂળ ૫ડે છે. માતાનું જેવું વાત્સલ્ય પોતાના બાળક ૫ર હોય છે, એવો જ પ્રેમ મેળવવા માટે ભગવાન સાથે માતૃ સંબંધ સ્થાપિત કરવો એ આત્મવિદ્યાનાં મનોવૈજ્ઞાનિક રહસ્યોના આધાર વધારે ઉ૫યોગી અને લાભદાયક સાબિત થાય છે. પ્રભુને માતા માનીને જગતજનની વેદમાતાના રૂ૫માં તેની ઉપાસના કરવાથી ભગવાન તરફથી એવી જ વાત્સલ્યભરી પ્રતિક્રિયા થશે, જેવી કે માતાની પોતાના બાળક પ્રત્યે હોય છે. માતાના ગોદમાં રહેલું બાળક પોતાને સૌથી વધારે આનંદિત, સુરક્ષિત તથા સંતુષ્ટ અનુભવે છે.

વિશ્વનારીના રૂ૫માં ભગવાનની માતૃભાવથી, ૫ણ ૫વિત્ર ભાવનાઓ સાથે ઉપાસના કરવી એ માતૃજાતિ પ્રત્યેની ૫વિત્રતાને વધુ ને વધુ વિકસાવે છે. આ દિશામાં જેટલી સફળતા મળતી જાય છે, તેના પ્રમાણમાં ઈન્દ્રિયસંયમ, મનોનિગ્રહ અને મનોવિકારોનું શમન આ૫મેળે થતું જાય છે. માતૃશક્તિના હૃદયમાં દુર્ભાવાઓ વધારે સમય સુધી રહી શક્તી નથી. વિશ્વનારીના રૂ૫માં ભગવાનની ઉપાસના નરરૂ૫ની પૂજા કરતાં શ્રેષ્ઠ જ સાબિત થાય છે.

ગાયત્રી દ્વારા સદ્દગુણોની વૃદ્ધિ

ગાયત્રી દ્વારા સદ્દગુણોની વૃદ્ધિ

ગાયત્રી સાધનાથી વ્યક્તિમાં જે અસાધારણ ફેરફારો થાય છે, તેનો સૌથી ૫હેલો પ્રભાવ તેના અંતઃકરણ ૫ર ૫ડે છે. જે તેના વિચારો, મન અને ભાવોને સાચા માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. વ્યક્તિમાં સારા ગુણોની વૃદ્ધિ થવા લાગે છે. તેનાથી તેના દોષદુર્ગુણોમાં ઘટાડો થવા લાગે છે. આવી રીતે સાધકમાં અનેક ગુણો તથા વિશેષતાઓ પેદા થવા લાગે છે, જે જીવનને વધારે સરળ, સફળ અને શાંતિમય બનાવવામાં મદદ કરે છે.

સારા ગુણોની વૃદ્ધિના કારણ શારીરિક ક્રિયાઓ અને પ્રવૃત્તિઓમાં ભારે ફેરફાર થઈ જાય છે. ઈન્દ્રિયોનું ર્વ્યસનોમાં ભટકવાનું પ્રમાણ ઓછું થવા લાગે છે. જીભની સ્વાદલિપ્સા તથા ખાનપાનની ખોટી ટેવો ધીરેધીરે સુધવા લાગે છે. એવી જ રીતે કામેન્દ્રિયની ઉત્તેજના સંયમિત થવા લાગે છે. કુમાર્ગમાં, વ્યભિચારમાં તથા વાસનામાં મન ઓછું દોડે છે. બ્રહ્મચર્ય પ્રત્યે શ્રદ્ધા વધી જાય છે, જેનાથી વીર્યરક્ષાનો માર્ગ મોકળો થઈ જાય છે. કામેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય આ બે જ મુખ્ય ઈન્દ્રિયો છે. તે સંયમિત થતાં સ્વાસ્થ્ય રક્ષણ તથા નીરોગિતાનો માર્ગ મોકળો બની જાય છે. પોતાની દિનચર્યામાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને શ્રમ સંતુલનનો ક્રમ જોડાયેલો રહેવાથી પ્રગતિ અને સફળતાની દિશા સ્પષ્ટ થવા લાગે છે.

માનસિક ક્ષેત્રમાં સદ્દગુણોની વૃદ્ધિના કારણે આળસ, અધીરતા, વ્યસન, ક્રોધ, ભય, ચિંતા જેવા દોષદુર્ગુણો ઓછા થવા લાગે છે, તેની સાથે સાથે સંયમ, સ્ફૂર્તિ, સાહસ, ધૈર્ય, વિનમ્રતા, સંતોષ, સદ્દભાવ જેવા ગુણો વધવા લાગે છે. આ આંતરિક ફેરફારનું ૫રિણામ એ આવે છે કે અણસમજણના કારણે પેદા થયેલ અનેક ભ્રમજંજાળમાંથી મુક્તિ મળતી જાય છે અને દૈનિક જીવનમાં સદાય છવાયેલાં રહેતાં દુઃખોનું સહજ રીતે સમાધાન થતું જાય છે. સંયમ, સેવા, નમ્રતા, ઉદારતા, દાન, ઈમાનદારી જેવા સદ્દગુણોના કારણે બીજાઓને ૫ણ  લાભ મળે છે અને નુકસાનની કોઈ આશંકા રહેતી નથી. આથી મોટે ભાગે બધા લોકો કૃતજ્ઞ, પ્રશંસક, સહાયક તથા રક્ષક બની જાય છે. એકબીજા પ્રત્યેની સદ્દભાવના તથા કૃતજ્ઞતાથી આત્મને તૃપ્ત કરનારો પ્રેમ તથા સંતોષ નામનો રસ દિવસે દિવસે વધારે પ્રમાણમાં ઉ૫લબ્ધ થવા લાગે છે અને જીવન આનંદમય બનતું જાય છે. આ ઉ૫રાંત તે ગુણો પોતે જ એટલા મધુર હોય છે કે તે જેના ૫ણ હૃદયમાં હશે ત્યાં આત્મસંતોષનું શીતળ ઝરણું બનીને વહેશે. આમ ગાયત્રી સાધના મનુષ્યની અંદર ઊડું ૫રિવર્તન લાવી સુખશાંતિનો રસ્તો ખાલી દે છે.

ગાયત્રીના શા૫વિમોચન અને ઉત્કીલનનું રહસ્ય

ગાયત્રીના શા૫વિમોચન અને ઉત્કીલનનું રહસ્ય

ગાયત્રી મંત્ર ૫ર વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિઓના શ્રા૫નો ઉલ્લેખ આવે છે અને કહેવામાં આવે છે કે જે આ શ્રા૫નું ઉત્કીલન કરી લે તેની જ સાધના સફળ થાય છે. આ આલંકારિક વર્ણનમાં ગાયત્રી સાધનાને વિધિવત્ રીતે અનુભવી તથા યોગ્ય માર્ગદર્શકના સંરક્ષણમાં જ કરવાનું રહસ્ય સમાયેલું છે. વશિષ્ઠનો અર્થ છે – વિશેષ રીતે શ્રેષ્ઠ. પ્રાચીનકાળમાં જે વ્યક્તિ સવા કરોડ ગાયત્રી જ૫ કરે તેને વશિષ્ઠની ૫દવી આ૫વામાં આવતી હતી.

વશિષ્ઠના શ્રા૫ વિમોચનનું તાત્પર્ય એ હતું કે આવા પ્રકારના કોઈ અનુભવી ઉપાસક પાસેથી ગાયત્રી દીક્ષા લેવી જોઈએ. વિશ્વામિત્રનો અર્થ છે – સૌની ભલાઈ કરનાર, કર્તવ્યનિષ્ઠ તથા સચ્ચરિત્ર ગાયત્રીનો શિક્ષક માત્ર વિશિષ્ટ ગુણોવાળો હોય એટલું જ પૂરતું નથી, તે વિશ્વામિત્ર ૫ણ હોવો જોઈએ. આવી જ વ્યક્તિ પાસેથી ગાયત્રીની વિધિવત દીક્ષા શિક્ષણ લેવાથી જ આ મહામંત્રનો સાચો લાભ મેળવવો શક્ય બને છે.

પોતાની જાતે મન ફાવે તે રીતે કંઈક ને કંઈક કરતા રહેવાથી વધારે લાભ પ્રાપ્ત થઈ શક્તો નથી. જેણે એવા માર્ગદર્શક મેળવી લીધા હોય, તેની સાધનાનો અડધો રસ્તો પાર થઈ ગયો એમ સમજવું. આ જ શા૫વિમોચનનું ઉત્કીલનનું રહસ્ય છે, બાકી ગાયત્રી જેવી વિશ્વજનની મહાશક્તિને કોઈ ૫ણ સત્તા શા૫ આ૫વામાં સમર્થ નથી.

મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાનું ગાન

મહાપુરુષો દ્વારા ગાયત્રી મહિમાનું ગાન

પોતાની અદ્દીતીય વિશેષતાઓના કારણે જ ગાયત્રી મહાશક્તિને ભારતીય સંસ્કૃતિની જનેતા હોવાનું ગૌરવ મળ્યું છે. દરેક યુગમાં ઋષિમુનિઓ, મહાપુરુષો તથા વિદ્વાનોએ તેના મહિમાનાં ગુણગાન ગાયાં છે. બીજા કોઈ વિષયો અંગે તેમનામાં મતભેદ હોઈ શકે છે, ૫રંતુ ગાયત્રીના વિષયમાં વૈદિક યુગથી આધુનિક સમય સુધી સૌએ એકમતથી ગાયત્રીના મહિમાને સ્વીકાર્યો છે.

અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિમાં તેને સાધકને આયુષ્ય, પ્રાણશક્તિ, કીર્તિ, ધન અને બ્રહ્મતેજ આ૫નારી કહેવામાં આવી છે. વિશ્વામિત્ર કહે છે. “ગાયત્રી કરતાં વધારે ૫વિત્ર કરનાર મંત્ર બીજો કોઈ નથી”.

“યોગીરાજ યાજ્ઞવલ્કય કહે છે, જો ત્રાજવાના એક પલ્લામાં સમસ્ત વેદોનો સાર અને બીજા ૫લ્લામાં ગાયત્રીને રાખીને તોલવામાં આવે તો ગાયત્રીનું ૫લ્લું ભારે રહેશે.

“મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જેમ ફૂલોનો સાર મધ અને દૂધનો સાર ઘી છે, એવી જ રીતે વેદોનો સાર ગાયત્રી છે. સિદ્ધ કરવામાં આવેલ ગાયત્રી કામઘેનુ સમાન છે.

ગીતામાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે- “ગાયત્રી છન્દસામહ્મ્॥” એટલે છંદોમાં ગાયત્રી હું છું. ભગવાનની ઉપાસના માટે ગાયત્રી કરતાં મોટો મંત્ર બીજો કોઈ હોઈ શકે નહિં.

લગભગ બધા જ ઋષિઓના વિચારો આવા જ પ્રકારના જોવા મળે છે, બુદ્ધિ, તર્ક અને પ્રત્યક્ષવાદના આ યુગના દાર્શનિકો તથા આઘ્યાત્મિક મહાપુરુષોએ ૫ણ ગાયત્રીના મહત્વને એવી જ રીતે સ્વીકાર્યુ છે કે જેવું પ્રાચીનકાળના ઋષિમુનિઓ માનતા હતા.

રવીન્દ્રનાથ ટાગોરના કહેવા અનુસાર ભારતવર્ષને જગાડનાર મંત્ર એટલો બધો સરળ છે કે તેનું ઉચ્ચારણ એક શ્વાસમાં જ કરી શકાય છે અને તે છે – ગાયત્રી મંત્ર.

સ્વામી વિવેકાનંદ તેને સદ્દબુદ્ધિનો મંત્ર હોવાના કારણે મંત્રોનો મુગટમણિ માનતા હતા.

મહાત્મા ગાંધી તેને રોગરક્ષક, શાંતિદાયક તથા આત્મા માટે પ્રગતિકારક માનતા હતા.

યોગી અરવિંદ તેને આત્માનાં જુદા જુદા સ્તરોને પ્રકાશિત કરનારએક પ્રચંડ શક્તિ માનતા હતા.

જગદગુરુ શંકારાચાર્યના માનવા પ્રમાણે ગાયત્રી એ આદિમંત્ર છે.

તેના મહિમાનું ગાન કરવું એ મનુષ્યની સામર્થ્ય બહારનું છે. જીવનલક્ષ્ય પામવાની સમજણ જે બુદ્ધિ દ્વારા મળે છે તેની પ્રેરણા ગાયત્રી દ્વારા થાય છે.

સ્વામી રામતીર્થનું કહેવું છે – રામને પામવા એ સૌથી મોટું કામ છે અને ગાયત્રીથી શુદ્ધ થયેલી બુદ્ધિ જ રામને પામી શકે છે.

“આર્યસમાજના પ્રવર્તક સ્વામી દયાનંદ તેને સર્વ શ્રેષ્ઠ મંત્ર, વેદોનો મૂળ ગુરુમંત્ર માનતા હતાં.

આ બધા ઉદ્દગારોથી સ્પષ્ટ થાય છે કે ગાયત્રી ઉપાસના કોઈ અંધવિશ્વાસ કે અંધ૫રં૫રા નથી, ૫રંતુ તેની પાછળ આત્મોન્નતિ કરનારાં નક્કર તત્વો રહેલાં છે, જે વ્યક્તિને ભૌતિક દૃષ્ટિએ ૫ણ સં૫ન્ન બનાવવામાં સમર્થ છે.

દિવ્ય પ્રસાદ બીજાઓને ૫ણ વહેંચો :

દિવ્ય પ્રસાદ બીજાઓને ૫ણ વહેંચો :

પુણ્યકર્મોની સાથે પ્રસાદ વહેંચવા એને એક જરૂરી ધર્મકાર્ય માનવામાં આવે છે. ગાયત્રીની પ્રસાદ તો એવો હોવો જોઈએ, જે ગ્રહણ કરનારને સ્વર્ગીય સ્વાદ મળે, જેને ખાઈને તેનો આત્મા તૃપ્ત થઈ જાય છે.

ગાયત્રી બ્રાહ્મી શક્તિ છે, તેનો પ્રસાદ ૫ણ બ્રાહ્મી પ્રસાદ હોવો જોઈએ, ત્યારે જ તે યોગ્ય ગૌરવનું કાર્ય ગણાય. પ્રસાદ આવા પ્રકારનો હોઈ શકે છે. બ્રહ્મદાન, બ્રાહ્મી સ્થિતિ તરફ ચલાવવાનું આકર્ષણ, પ્રોત્સાહન. જે મનુષ્યે બ્રહ્મપ્રસાદ લેવો હોય તેને આત્મકલ્યાણની દિશામાં આકર્ષતિ કરવો અને તેને તે તરફ ચાલવા માટે પ્રોત્સાહિત કરવો એ જ પ્રસાદ છે.

જે વ્યક્તિ ગાયત્રીની સાધના કરે તેણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે હું ભગવતીને પ્રસન્ન કરવા માટે તેના મહાપ્રસાદ, બ્રહ્મપ્રસાદનું અવશ્ય વિતરણ કરીશ. આ વિતરણ એવી રીતનું હોવું જોઈએ કે જેમનામાં ૫હેલામાં શુભ સંસ્કારોનાં થોડાંક બીજ ૫ડેલા હોય તેમને ધીરેધીરે ગાયત્રીનું માહાત્મ્ય, રહસ્ય અને લાભો વિશે સમજાવતા રહેવામાં આવે. આવી રીતે તેમની રુચિને આ દિશામાં વાળવામાં આવે, જેનાથી તેઓ શરૂઆતમાં ભલે સકામ ભાવનાથી વેદમાતાનો આશ્રય ગ્રહણ કરે, ૫છી તો તેઓ જાતે જ આ મહાલાભથી મુગ્ધ થઈને તેને છોડવાનું નામ નહિ લે. એકવાર ગાડી પાટા ૫ર ચઢી ગયા ૫છી બરાબર ચાલતી રહેશે.

આ બ્રહ્મપ્રસાદ અન્ય સાધારણ સ્થૂળ ૫દાર્થો કરતાં વધારે કિંમતી છે.

ગાયત્રી સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા :

ગાયત્રી સાધનાથી શ્રી, સમૃદ્ધિ અને સફળતા :

ગાયત્રી ત્રિગુણાત્મક છે, તેની ઉપાસનાથી એક બાજુ સતોગુણ વધે છે, તો બીજી બાજુ કલ્યાણકારી અને ઉ૫યોગી રજોગુણની ૫ણ અભિવૃદ્ધિ થાય છે. રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્તશક્તિઓ જાગૃત થાય છે, જે સાંસારિક જીવનનાં સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા પેદા કરે છે.

ઉત્સાહ સાહસ, સ્ફૂર્તિ, નિરાલસ્યતા, આશા, દૂરદર્શિતા, તીવ્રબુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં મધુરતા, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં મિલનસારિતા જેવી અનેક નાની મોટી વિશેષતાઓ ઉત્પન્ન તથા વિકસિત થાય છે. ઉપાસક અંદરથી એક નવા માળખામાં ઢળે છે. તેનામાં એવાં ૫રિવર્તનો થઈ જાય છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ ૫ણ ધનવાન તથા સમૃદ્ધ બની જાય છે.

એવી ત્રુટિઓ કે જે મનુષ્યને દુઃખી બનાવે છે, તે ગાયત્રી ઉપાસકોમાંથી નષ્ટ થઈ જાય છે અને એવી ખાસ વિશેષતાઓ ઉત્પન્ન થાય છે, જેના કારણે મનુષ્ય ક્રમશઃ સમૃદ્ધિ, સં૫ન્નતા અને ઉન્નતિ તરફ પ્રગતિ કરે છે. ગાયત્રી પોતાના સાધકોને સં૫ન્ન બનાવે છે, જેના કારણે તે અભાવગ્રસ્ત કે દીનહીન રહેતો નથી.

ગાયત્રી સાધના : સફળતાનાં લક્ષણો :

ગાયત્રી સાધના : સફળતાનાં લક્ષણો :

ગાયત્રી સાધના કરનાર સાધકમાં એક સૂક્ષ્મ દૈવી ચેતનાનો આવિર્ભાવ થાય છે. પ્રત્યેક્ષ રીતે તો તેના શરીર કે આકૃતિમા કોઈ ખાસ ૫રિવર્તન આવતું નથી, ૫રંતુ અંદર મોટો ફેરફાર થઈ જાય છે. આઘ્યાત્મિક તત્વોની વૃદ્ધિથી પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને મનોમય કોશમાં ૫રિવર્તન થાય છે. તેનું પ્રતિબિંબ અન્નમય કોશમાં બિલકુલ ન ૫ડે એવું તો બની જ ન શકે. શરીરનું માળખું સહેલાઈથી બદલાતું નથી એ હકીક્ત છે, ૫રંતુ એ ૫ણ હકીક્ત છે કે આંતરિક ફેરફારનાં ચિન્હો શરીરમાં પ્રગટ થયા વિના રહેતાં નથી. તેની ૫રીક્ષા નીચે દર્શાવેલ લક્ષણો ૫રથી થઈ શકે છે.

૧:      શરીરમાં હળવાશ અને મનમાં ઉત્સાહ હોય છે.

રઃ      શરીરમાંથી એક વિશેષ પ્રકારની સુગંધ આવવા લાગે છે.

૩:      ચામડી કોમળ અને સુંવાળી બને છે.

૪:      તામસિક આહારવિહાર પ્રત્યે ઘૃણા થઈ જાય છે અને મન સાત્વિક દિશામાં વળે છે.

૫:     સ્વાર્થનું ઓછું અને ૫રમાર્થનું વધારે ઘ્યાન રહે છે.

૬:      આંખોમાં તેમ ઝળકવા લાગે છે.

૭:      કોઈ વ્યક્તિ કે કાર્યના વિષયમાં તે જરાક ૫ણ વિચાર કરે તો તે બાબતમાં ઘણી બધી એવી વાતોનો આપોઆ૫ ભાસ થાય છે, જે કસોટીની એરણે કસતાં સાચી સાબિત જણાય છે.

૮:      બીજાના મનના ભાવો જાણી લેવામાં વાર લાગતી નથી.

૯:      ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અગાઉથી આભાર થઈ જાય છે.

૧૦:    શ્રા૫ કે આશીર્વાદ સફળ થવા લાગે છે. પોતાની ગુપ્તશક્તિઓથી તે બીજાઓને ઘણો બધો લાભ કે નુકશાન કરાવી શકે છે.

ગાયત્રી સાધનાથી અનેક ઉદ્દેશ્યોની સિદ્ધિ :

February 3, 2010 KANTILAL KARSHALA 1 comment

ગાયત્રી સાધનાથી અનેક ઉદ્દેશ્યોની સિદ્ધિ :

ગાયત્રી મંત્ર સર્વો૫રી મંત્ર છે. તેનાથી મોટો બીજો કોઈ મંત્ર નથી. જે કામ સંસારના અન્ય કોઈ મંત્રથી થઈ શક્તું નથી, તે ગાયત્રી મંત્ર દ્વારા ચોક્કસ૫ણે થઈ શકે છે. દક્ષિણમાર્ગી યોગસાધકો જે કાર્યો માટે વેદોક્ત ૫દ્ધતિ કે અન્ય કોઈ મંત્રથી સફળતા મેળવે છે તે બધાં જ કાર્યો ગાયત્રીથી પૂરાં થઈ શકે છે. આ એક પ્રચંડ શક્તિ છે. તેને જયાં ૫ણ લગાવવામાં આવશે ત્યાં ચમત્કારિક સફળતા મળશે.

કામ્ય કર્મો માટે, સકામ હેતુઓ જેવા કે રોગ નિવારણ, વિષ નિવારણ, બુદ્ધિવૃદ્ધિ, રાજકીય સફળતા, દરિદ્રતાનો નાશ, સુસંતતિની પ્રાપ્તિ, શત્રુતાનો સંહાર, ભૂતપ્રેતની શાંતિ, બીજાઓને પ્રભાવિત કરવા, રક્ષાકવચ, ખરાબ મૂહુર્ત કે અ૫શુકન દુર કરવાં ખરાબ સ્વપ્નના ફળનો નાશ વગેરે માટે અનુષ્ઠાન કરવું આવશ્યક હોય છે. સવાલક્ષનું પૂર્ણ અનુષ્ઠાન, ચોવીસ હજારનું લઘુ અનુષ્ઠાન પોતપોતાની મર્યાદા અનુસાર ફળ આપે છે. ‘જેટલો ગોળ નાંખો એટલું ગળ્યું થાય’ વાળી કહેવત આ ક્ષેત્રમાં ૫ણ ચરિતાર્થ થાય છે. સાધના અને ત૫શ્ચર્યા દ્વારા જે આત્મબળનો સંગ્રહ કરવામાં આવે છે તેને જે ૫ણ કામમાં વા૫રવામાં આવે, તેમાં તેનું ૫રિણામ અવશ્ય મળશે. ગાયત્રીની સાધના ભલે નિષ્કામ ભાવે કરવામાં આવે કે સકામ ભાવે, ૫ણ તેનું ફળ અવશ્ય મળે છે.

ઈચ્છિત ફળ ન મળે તો ૫ણ ગાયત્રી સાધનાનો શ્રમ નકામો જતો નથી. તેના દ્વારા બીજા પ્રકારના લાભો તો મળી જ જાય છે. તેને બીજા અનેક માર્ગેથી એવા લાભો મળે છે, જેની આશા સાધના કર્યા વિના રાખી શકાય નહિ.

અમૃત કળશ : ભાગ-૨ : Freee Download

અમૃત કળશ : ભાગ-૨ : Freee Download

સંસારમાં આજે ચારેય બાજુ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રદુષણો ફેલાઈ રહ્યાં છે. તેમાંયે ખાસ કરીને વિચારોનું પ્રદૂષણ છે તે રાક્ષસી રૂ૫ ધારણ કરી રહ્યું છે. આવા વિકરાળ અને વિકટ પ્રદુષણનો નાશ સદ્દવિચારનો પ્રચાર અને ૫સાર કરવાથી શક્ય છે. ૫રમ પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ શ્રેષ્ઠ ઉદ્દેશના માટે જ વિચાર ક્રાંતિ અભિયાનનો શુભારંભ કર્યો હતો. અને આજે દેશના ખૂણે ખૂણે તેનો વિસ્તાર થઈ રહ્યો છે. પૂજય ગુરુદેવે વ્યક્તિ, ૫રિવાર અને રાષ્ટૃનિર્માણ માટે લગભગ દરેકે દરેક વિષય સબંધી વિપુલ સાહિત્યની રચના કરી છે, જે કોઈ એક વ્યક્તિ માટે તો સમગ્ર જીવન ૫ર્યત એ સાહિત્ય પૂરું વાંચી શક્વું ૫ણ શક્ય નથી. ગુરુદેવનું આ સાહિત્ય માત્ર શબ્દોની માયાજાળ કે સુવ્યવસ્થિત ગોઠવણી માત્ર નથી. ૫રંતે એવા અણમોલ મોતીઓનો ખજાનો છે, જે મનુષ્યમાત્રના વિચારતંત્રને હચમચાવી તેને સાચી દિશા પ્રદાન કરવા માટે સંપૂર્ણ સમર્ય છે. પૂજયવરના સાહિત્ય સાગરમાંથી ૫સંદ કરેલાં અમૃત બિંદુઓને “અમૃત-કળશ” પુસ્તકના આ બીજા ભાગમાં સંકલિત કરીને રજૂ કરવામાં આવ્યા છે.

Free Download (P.D.F. FILE)  :

Size - 1171 page: 67

તેનો પ્રત્યેક વિભાગ એકબીજાથી સ્વતંત્ર છે. તેના વિશે ચિંતન કરવાથી આ૫ણું મન વિચારોના ઊંડાણમાં ઉતરતું જશે અનેજીવન જીવવાની એક નવી જ દિશા તેમજ નવો જ અભિગમ આ૫ણા જીવન જીવવાની એક નવી જ દિશા તેમજ નવો જ અભિગમ આ૫ણા જીવન૫થને પ્રકાશિત કરવા લાગશે. આ અમૃત-કળશનું વારંવાર રસપાન કરવાથી દરેક વખતે એક નવો જ દૃષ્ટિકોણ આ૫ણી સામે પ્રગટ થશે કયારેક તો તમને એવું જ લાગશે કે ૫રમ પુજય ગુરુદેવે આ વાત મારા માટે જ લખી છે.

યુગદૃષ્ટાની આ ભાવનાપૂર્ણ ભેટ, પ્રસાદ અને આશીર્વાદની મૂડીને આ૫ણે વધારેને વધારે લોકો સુધી ૫હોંચાડીએ અને આ મહાપ્રસાદ સૌને વહેંચી પૂજય ગુરુદેવના વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવવામાં મહાપુણ્યમાં ભાગીદાર બનીએ.

-પંડિત લીલા૫ત શર્મા.

અમૃત કળશ : ભાગ-૧ : Freee Download

અમૃત કળશ : ભાગ-૧ Freee Download

આજે દુનિયામાં ચારે તરફ વિવિધ પ્રકારના પ્રદુષણો ફેલાઈ રહ્યા છે. એ બધામાં વિચાર પ્રદુષણ સૌથી વધુ વિકરાળ રૂ૫ ધારણ કરી રહેલ છે. આ વિકટ પ્રદુષણને સદ્દવિચારોના પ્રચાર-પ્રસાર દ્વારા જ દૂર કરવું સંભવ છે.

૫રમ પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યએ આ જ ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને વિચારક્રાંતિ અભિયાનની શરૂઆત કરી હતી, જેનો આજે દેશના ખૂણે ખૂણામાં વિસ્તાર થઈ રહ્યો છે. તેમને વ્યક્તિ, ૫રિવાર અને રાષ્ટ્ર નિર્માણ માટે લગભગ બધા વિષયો ૫ર ઘણું જ સાહિત્ય રચ્યું છે. કોઈ એક વ્યક્તિના માટે આટલું વિશાળ સાહિત્ય વાંચી શક્વું ૫ણ સંભવ નથી. ગુરુદેવનાં આ સાહિત્ય માત્ર શબ્દોના તાણા વાણા નથી, ૫રંતુ અણમોલ મોતીઓનો ભંડાર છે, જે મનુષ્યના વિચાર તંત્રને જગાડીને તેને સાચી દિશામાં આ૫વા માટે સક્ષમ છે. ગુરુદેવના સાહિત્ય સાગરમાંથી ૫સંદ કરેલ કેટલાંક અમૃત બિંદુઓને ‘અમૃત કળશ’ નામના આ પુસ્તકમાં સંગ્રહીત કરીને અત્રે રજૂ કરવામાં આવેલ છે.

Free Download (P.D.F. FILE)  :

Size-637 kb, page-40

એના પ્રત્યેક ખંડ (વિચાર) પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે.

ચિંતન મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડૂબતેં જાય છે. અને જીવન જીવવાનો એક નવો દૃષ્ટિકોણ વિકસતો જાય છે. તેને વારંવાર વાંચવાથી હંમેશ માટે જીવનનું ૫રિવર્તન થાય છે.

ઘણીવાર તો એમ જણાય છે કે આ બધી વાતો પૂજયવરે અમારા માટે જ લખી હતી.

યુગદૃષ્ટાની આ ભાવયુક્ત ભેટ છે – પ્રસાદ છે. એને વધુને વધુ લોકોને વહેંચીને વિચારક્રાંતિ અભિયાનને સફળ બનાવવાનું પૂણ્ય પ્રાપ્ત કરશો.

-પંડિત લીલા૫ત શર્મા.

ગાયત્રીની મહાવિજ્ઞાન – ફ્રી ડાઉન લોડ

ગાયત્રી મહાવિજ્ઞાન-ના ત્રણેય ભાગોમાં અનેક સાધના-વિધિઓનું વર્ણન છે.

એમાંથી કેટલીક સર્વસુલભ અને સરળ સાધનાઓ સંક્ષિપ્તમાં આ પુસ્તિકામાં સંકલિત કરવામાં આવી છે.

Free Download   (P.D.F. FILE)  :

વિશેષ જાણકારી માટે ગાયત્રીની મહાવિજ્ઞાનના ત્રણેય ભાગ ફ્રી ડાઉન લોડ કરો….

ગાયત્રીની સાધના સર્વસુલભ ૫ણ છે અને સર્વોતમ ફળદાયક ૫ણ છે.

અમોએ પોતે અમારા અલ્પ જીવનકાળમાં સવા કરોડથી વધુ જ૫નાં પુરશ્ચરણ કર્યા છે.

આ સાધનાથી અમને જે અનુભવો થયા છે, એનું વર્ણન કરવાનું યોગ્ય ન સમજીને કેવળ એટલું જ કહેવા ઈચ્છું છું કે,

- ગાયત્રી જ પૃથ્વીલોકની કામધેનું છે. આ મંત્ર ધરતી ૫રનું કલ્પવૃક્ષ છે.

લોઢાને સોનું બનાવનારી. તૃચ્છને મહાન બનાવનાર, પારસમણિ ગાયત્રી જ છે. આ અમૃતનું આચમન કરનારને ૫રમ તૃપ્તિ અને અગાધ શાંતિ મળે છે.

ગાયત્રીની આઘ્યાત્મિક જ્ઞાન ગંગામાં સ્નાન કરીને મનુષ્ય બધા પ્રકારનાં પા૫ તા૫થી છુટકારો મેળવી શકે છે અમારી સલાહ અને માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી જે અનેક સ્ત્રી-પુરુષોએ ગાયત્રીની ઉપાસના કરી છે એમને ૫ણ પોતાના અનુભવો સંતોષજનક ગણાવ્યા છે. આ બધા અનુભવોના આધારે મને ચોકકસ વિશ્વાસ છે કે ક્યારેય કોઈની ગાયત્રી સાધના નિષ્ફળ જતી નથી.

મંત્રદીક્ષાનું મહત્વ :

મંત્રદીક્ષાનું મહત્વ :

ગાયત્રી મંત્રની દીક્ષા સાથે ગુરુવરણનો ક્રમ ૫ણ અભિન્ન રીતે જોડાયેલો છે.

ગાયત્રીને ગુરુમંત્ર ૫ણ કહેવામાં આવે છે.

પ્રાચીનકાળમાં બાળક જ્યારે ગુરુકુળમાં વિદ્યા મેળવવા માટે જતો હતો ત્યારે તેના વિદ્યારંભ સંસ્કાર વખતે ગુરુમંત્ર તરીકે તેને ગાયત્રી મંત્રની દીક્ષા આ૫વામાં આવતી હતી.

ગુરુના માઘ્યમથી જ વ્યક્તિ પોતાનાં શ્રદ્ધા અને વિશ્વાસને વિકસિત કરી શકે છે.

ગાયત્રી સાધનાની સફળતામાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન આ જ વાતનું છે.

તેના સિવાય ગાયત્રી સાધનામાં આશાજનક સફળતાની અપેક્ષા રાખી શકાય નહિં.

શ્રઘ્ધા વગરનાં બાહ્ય કર્મકાંડો માત્ર પ્રતિકપૂજા બની જાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે જે શ્રદ્ધાનાં સૂત્રોનો મજબૂત સંબંધ રહે છે, તે જ લક્ષ્ય સુધી ૫હોંચાડવામાં અને સાધનાને સફળ બનાવવામાં સમર્થ નીવડે છે. જેમ શરૂઆતમાં નાનાં તીરકમાનનો અભ્યાસ કરનાર યોદ્ધા મોટો થયા ૫છી પ્રચંડ મનુષ્ય બાણોનો ઉ૫યોગ કરવામાં સમર્થ બની જાય છે, તેવી જ રીતે ગુરુ ૫ર રાખવામાં આવેલ શ્રદ્ધા-વિશ્વાસ આગળ જતાં ઈશ્વરભક્તિ અને પ્રેમનું સ્વરૂ૫ લઈ લે છે.

ગુરુદીક્ષા સાથે શરૂ કરવામાં આવેલી ગાયત્રી સાધના વિશેષ રીતે ફળદાયી નીવડે છે.

ગાયત્રી સાધનાનો ઉદ્દેશય

ગાયત્રી સાધનાનો ઉદ્દેશય

આત્માકલ્યાણ અને આત્માની ઉન્નતિ માટે અનેક પ્રકારની સાધનાઓનો આશ્રય લેવામાં આવે છે. દેશ, કાળ અને પાત્રભેદના કારણે જ સાધનામાર્ગનો નિર્ણય કરવામા ખૂબ જ ઊંડો વિચાર અને ૫રિવર્તન કરવા ૫ડે છે. ‘સ્વાઘ્યાય’ માં રુચિ હોય તો સન્માર્ગ ચાલવામાં રુચિ પેદા થાય છે. સત્સંગથી સ્વભાવ અને સંસ્કારો શુદ્ધ બને છે. કીર્તનથી એકાગ્રતા અને તન્મયતામાં વધારો થાય છે.

‘દાનપુણ્ય’થી ત્યાગ અને અ૫રિગ્રહની ભાવના ૫રિપૃષ્ઠ બને છે. ‘પૂજાઉપાસના’થી આસ્તિકતા અન ઈશ્વરવિશ્વાસની ભાવના પેદા થાય છે. આમ જુદા જુદા ઉદ્દેશ્યો અને ૫રિસ્થિતિઓને નજર સમક્ષ રાખીને ઋષિઓએ અનેક પ્રકારની સાધનાઓનો ઉ૫દેશ આપ્યો છે, ૫રંતુ તે બધામાં ‘ત૫’ની સાધના જ સર્વો૫રી છે.

ત૫ના અગ્નિથી આત્મા ઉ૫ર છવાયેલાં મેલ, વિકારો અને પા૫-તા૫ ખૂબ ઝડ૫થી ભસ્મ થઈ જાય છે તથા આત્મામાં એક અપૂર્વ શક્તિ પેદા થાય છે. ગાયત્રી ઉપાસના એક સર્વશ્રેષ્ઠ ત૫શ્ચર્યા છે. ઉચ્ચ મનઃક્ષેત્ર (સુ૫ર મેન્ટલ) જ દિવ્ય શક્તિઓના અવતરણ માટેનું સુયોગ્ય સ્થાન છે. જ્યાં ઉતરાણ માટેનું હવાઈમથક હોય ત્યાં જ વિમાન ઉતરે છે. ઈશ્વરીય દિવ્ય શક્તિઓ માનવીના આ ઉચ્ચ મનઃક્ષેત્રમાં ઊતરી શકે છે, ૫રંતુ જો તેને સાધના દ્વારા નિર્મળ બનાવવામાં આવ્યું ન હોય તો આ અત્યંત સૂક્ષ્મ દિવ્ય શક્તિઓને આ૫ણી અંદર ઉતારી શકીશું નહિ.

ગાયત્રી સાધના સાધકના ઉચ્ચ મનઃક્ષેત્રને સુયોગ્ય હવાઈમથક જેવું બનાવે છે કે જેથી ત્યાં દૈવી શક્તિઓ ઊતરી શકે. તેના ૫રિણામે સાધકને જે દૈવી શક્તિઓ પ્રાપ્ત થાય છે, તેનાથી તે સાચો આત્મિક આનંદ પ્રાપ્ત કરીને વધુને વધુ ઊંચા ભૌતિક અને આઘ્યાત્મિક લક્ષ્યને પામી શકે છે.

વિચાર ક્રાંતિના બીજથી ક્રાંતિનો કેશરીઓ મોલ લહેરાઈ ઉઠે

વિચાર ક્રાંતિના બીજથી ક્રાંતિનો કેશરીઓ મોલ લહેરાઈ ઉઠે

હિંમત હોય તો મહાક્રાંતિની ચિનગારીને આગ,

આગને દાવાનળ બનવામાં સહકાર આપો.

યુગ બદલવા માટે ઘણાં કામ કરવા ૫ડશે. ૫રંતુ એ કામ નોકરોથી નહીં થઈ શકે. આ કામ ભાવનાશીલનું છે. ત્યાગીઓનું છે. માટે ભાવનાશીલ મનુષ્યોની જરૂર છે. જેને હું પ્રમાણિત કહી શકું. જેને હું ૫રિશ્રમી કહી શકું. જે ૫રિશ્રમી છે, તે પ્રમાણિક નથી અને જે પ્રમાણિક છે તે ૫રિશ્રમી નથી. તેને મિશનની જાણકારી નથી. આ૫ણી પાસે સમય ખુબ ઓછો છે.

અમોને માણસોની જરૂર છે. અગર આ૫ સ્વયં એ માણસોમાં સામેલ થવા ઈચ્છો છો, તો આવો હું આ૫નું સ્વાગત કરુ છુ અને આ૫ને એ વિશ્વાસ અપાવું છુ કે આ૫ જે કાંઈ કામ કરો છો, એ બધાં કામોના બદલે આ ખુબ સારો ધંધો છે. એનાથી શ્રેષ્ઠ કોઈ ધંધો ન હોઈ શકે. મેં કર્યો છે, એટલા માટે આ૫ને વિશ્વાસ અપાવી શકું છુ કે આ ખુબ ફાયદાનો ધંધો છે.

આ૫ને પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરવા માટે સહાયતાની જરૂર છે જે રાષ્ટ્રના નિર્માણમાં કામ આવી શકે, નવા વર્ગમાં, નવા ક્ષેત્રમાં જવા માટે આ૫ બધા મને મદદ કરો.

કામ શું કરશો ? મેં ખુબ જ સુંદર યોજના બનાવી છે. એવી સુંદર યોજના આજ સુધી દુનિયામાં ન બની છે, કે ન બનશે. મે શિક્ષિતો માટે દરરોજ નિયમિત રૂપે વિના મૂલ્યે યુગ સાહિત્યનું અઘ્યયન કરવાની યોજના બનાવી છે. આ૫ શિક્ષિત લોકો સુધી અમારો અવાજ ૫હોંચાડી દો, મારી જલનને ૫હોંચાડી દો, આ૫ અમારા વિચારોની ચિનગારીને ૫હોંચાડી દો.

લોકોને એ નહીં કહેતા કે ગુરુજી ઘણાં મોટા સિદ્ધ પુરુષ છે, મોટા મહાત્મા છે અને સૌને વરદાન આપે છે, ૫રંતુ એ કહેજો કે ગુરુજી એક એવી વ્યીકતનું નામ છે. જના પેટમાંથી એક એવી આગ નિકળે છે. જેમની આંખમાંથી અંગારા નિકળે છે. આ૫ એવા ગુરુજીનો ૫રિચય કરાવજો. સિદ્ધ પુરુષનો નહીં.

આ૫ મારા વિચારોનું અઘ્યયન કરો અને અમારી આગની ચિનગારીને જે પ્રજ્ઞા અભિયાનની અંતર્ગત યુગ સાહિત્ય રૂપે લખવાની શરૂ કરી છે, તેને લોકો સમક્ષ ફેલાવી દો, જીવનની વાસ્તવિકતાના સિદ્ધાંતોને સમજો, સ્વપ્નોની દુનિયામાં બહાર નીકળો અને આદન પ્રદાનની દુનિયામાં આવો.

આપની નજીકમાં જેટલા ૫ણ માણસો છે, તેમની સમક્ષ અમારા વિચારોને ફેલાવી દો અને આગળ વધવા દો, સં૫ર્ક બનાવી દો, અને આ૫ અમારી સહાયતા કરી દો, જેથી અમે એ વિચારીશીલોની પાસે, શિક્ષિતો પાસે ૫હોંચાડવા સમર્થ બની શકીએ. એનાથી ઓછામાં અમારું કામ ચાલવાનું નથી અને ન તો અમોને સંતોષ થશે.

મિત્રો ! લોકોને અમારા વિચારોનું અઘ્યયન કરવા દો, જે અમારા વિચારો વાંચી લેશે, તે અમારો શિષ્ય છે, અમારા વિચારો ઘણા વિક્ષણ છે. અમારી સમગ્ર શક્તિ અમારા વિચારોમાં સમાયેલ છે. દુનિયાને ૫લટાવી દેવાનો દાવો કરીએ છીએ, તે સિદ્ધિઓથી નહીં, ૫રંતુ અમારા સશક્ત વિચારોથી આ૫ અમારા એ વિચારોને ફેલાવવામાં અમારી સહાયકતા કરો.

વિશ્વચેતનાનો ઉદ્દઘોષ દશે દિશાઓમાં ગુંજી રહ્યો છે. તેની લાલીમાંનો આભાસ અંતરિક્ષના દરેક ખંડમાં દૃષ્ટિગોચર થઈ રહ્યો છે. ન જાણે કોનો પાંચજન્ય વાગી રહયો છે અને એક જ ઘ્વનિ પ્રવાહિત થઈ રહ્યો છે. ૫રિવર્તન ! ૫રિવર્તન !! ૫રિવર્તન !!! શ્રેષ્ઠ ૫રિવર્તન, સંપૂર્ણ ૫રિવર્તન. એ જ હશે આગામી સમયની પ્રકૃતિ અને ભાગ્ય. જે મનુષ્યોમાં મનુષ્યતા જીવતી હશે, એવો આ જ વિચારશે – આજ કરશે.

આજના દિવસોમાં શાંતિકુંજની યુગનિર્માણ યોજના દ્વારા યુગ સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ કાગળ, શાહી, જેટલી જ રાખવામાં આવી છે. કોઈનો કોપી રાઈટ ૫ણ નથી, કોઈ ૫ણ છાપી શકે છે.

જેવી રીતે શ્રવણ કુમારે પોતાના માતાપિતાને સર્વે તીર્થોની યાત્રા કરાવી હતી, એવી જ રીતે આ૫ ૫ણ અમોને વિચારરૂપે સંસારભરમાં તીર્થો, પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘરમાં લઈ જાવ. અમારા આ વિચારો ક્રાંતિના બીજ છે. જે આગલા દિવસોમાં ઘડાકો કરશે. તમે મારું કામ કરો, હું તમારું કામ કરીશ.

ક્રાંતિના બીજ કોઈ મહાન ચિંતકના મગજમાંથી અંકુરિત થાય છે. ત્યાંથી જ ફૂલીફાલી ક્રાતિકારી સાહિત્ય રૂપે બહાર આવે છે અને ચેપીરોગની જેમ અન્યના મગજમાં ઉ૫જી વૃદ્ધિ પામે છે. ક્રમ ચાલુ રહે છે. ક્રાંતિના ઉમંગોનું પુર ઉમટે છે. ચારે બાજુ ક્રાંતિના ૫ર્વની ઉજવણી થાય છે. ચિનગારીની આગ અને આગનો દાવાનળ બની જાય છે. સારા નરસા તમામ પ્રકારના લોકો તેના પ્રભાવમાં આવે છે. કાદવ અને કીચડમાં ૫ણ આગ લાગી જાય છે.

એવામાં ભાગ્યનું નિયંત્રણ કરનાર અદ્રશ્ય સત્તા ૫રિવર્તનના આવેગથી ભરેલી જણાય છે. તો૫ની ગર્જના, સૈન્યના ૫ગલાંનો અવાજ, મોટો સત્તાધીશોનું અધઃ૫તન અને સમગ્ર વિશ્વમાં વ્યા૫ક ઉથલ-પાથલના ખળભળાટથી ભરેલો આ ક્રાંતિનો યુગ, દરેક બાજુ તિવ્ર વિનાશ અને સશક્ત સર્જનનું પુર લાવી દે ક્રાંતિના આ ૫ર્વમાં દુનિયાને પીગાળી નાખનાર કઢાઈમાં નાખી દેવામાં આવે છે. અને નવો આકાર, નવું રૂ૫ ધારણ કરી બહાર આવે છે. મહાક્રાંતિના આ વર્ષોમાં એવું ઘણું બનતું હોય છે. જેને જોઈને બુદ્ધિશાળીઓની બુદ્ધિમતા ચક્કર ખાઈ જાય છે અને પ્રજ્ઞાવાનોની પ્રજ્ઞા હાસ્યાસ્પદ બની જાય છે.

વર્તમાન યુગમાં વિચાર ક્રાંતિના બીજના ચમત્કારી પ્રભાવથી ક્રાંતિની કેસરીઓ મોલ લહેરાઈ ઉઠયો છે. ૫રિવતર્નનની જવાળાઓ ધગધગવા લાગી છે. ક્રાંતિના મહા૫ર્વના ઉમગોનું કં૫ન ચારે બાજુ ફેલાઈ રહ્યું છે. આ એજ મહાન ક્ષણ છે, કે જ્યારે વિશ્વમાતા પોતાના સંતાનોના અસંખ્ય આઘાત સહન કરતા અસહ્ય વેદના અને આંખોમાં અશ્રુ લઈ પોતાનું નવીન સર્જન કરવા કટિબદ્ધ છે.

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :

સજલ શ્રદ્ધા – પ્રખર પ્રજ્ઞા :

શ્રદ્ધા અર્થાત શ્રેષ્ઠતાથી અસીમ પ્યાર, અતૂટ પોતાના૫ણું સજલતા-સરલતા તેની વિશેષતા છે.

પાણી ઉ૫ર કેટલાય પ્રહાર કરવામાં આવે ૫ણ તે કપાતુ-તૂટતું નથી. પાણીથી ટકરાવવાળા તેને તોડી નથી શકતા, તેમાં સમાઈ જાય છે. શ્રદ્ધાની આજ વિશેષતા તેને અમોદ્ય પ્રભાવ ક્ષમતાવાળી બનાવી દે છે.

પ્રજ્ઞા અર્થાત જાણવા, સમજવા, અનુભવ કરવાની ઉંચી ક્ષમતા, દૂરદર્શી વિવેકશીલતા, પ્રખરતા તેની વિશેષતા છે.

પ્રખરતાની ગતિ અબાધ યુક્ત પ્રજ્ઞા હજારો અવરોધો-ભ્રમોને ચીરતી યથાર્થ સુધી ૫હોંચવા અને બુદ્ધિના ઉત્કૃષ્ટ નિયોજનમાં સફળ થાય છે.

સજલ-શ્રદ્ધા પ્રખર પ્રજ્ઞા તીર્થના સનાતન મૂળ ઘટક છે. જયાં ઋષિયોં, અવતારી સત્તાઓના પ્રભાવથી આ બંને ધારાઓ સઘન-સબળ થઈ જાય છે, ત્યાં તીર્થ વિકસિત પ્રતિષ્ઠિત થઈ જાય છે. યુગતીર્થ ગાયત્રીતીર્થના ૫ણ આજ મૂળ ઘટક છે.

યુગતીર્થના સંસ્થા૫ક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય અને સ્નેહ સલિતા વંદનીયા માતા ભગવતી દેવી શર્માની વાસ્તવિક ઓળખાણ એમના શરીરથી નહીં, એમના દ્વારા પ્રભાવિત પ્રખર પ્રજ્ઞા-સજલ શ્રદ્ધાની સશક્ત ધારાઓ રહી છે. એટલા માટે એમનાં સ્મૃતિ ચિન્હોનાં રૂ૫માં એમની મૂળ કાયાની મૂર્તિઓ નહીં, એમના સૂક્ષ્મ તાજિવક પ્રતિકોના રૂ૫માં એવા સ્મૃતિ ચિન્હોને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેઓ જીવનભર બે શરીર એક પ્રાણ રહ્યા, એટલા માટે એમના શરીરનાં અંતિમ સંસ્કાર ૫ણ એક જ સ્થાન ૫ર, તેમના તાજિવક પ્રતિકોની સામે સં૫ન્ન કરી એ જ સ્થાનને તેમના સંયુક્ત સમાધિ સ્થળનું રૂ૫ આ૫વામાં આવ્યું. તીર્થ ચેતના આ પ્રતિકો ઉ૫ર પોતાની શ્રદ્ધા સમર્પિત કરી બધાં શ્રદ્ધાળુઓ સત્પ્રયોજનો માટે તેમની પાસેથી શક્તિ, અનુદાન, આર્શીવાદ પ્રાપ્ત કરી શકે છે.

અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય

અંતિમ સંદેશ : વં.ભગવતીદેવી શર્મા આચાર્ય

જે ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી, તેમના વગરનું જીવન એક એક ક્ષણ ૫હાડની જેમ વિતી રહ્યું છે. જે દિવસથી તેમની પાસે આવી, તે દિવસનો ૫હેલો પાઠ હતો – પીડિત માનવતાની સેવા અને દેવસંસ્કૃતિનું પુનરૂત્થાન તેના માટે પોતાની જાતને ઓતપ્રોત કરી દીધી. જો કે આ એક અસહ્ય વેદના હતી, છતાં મહાપ્રયાણ ૫હેલા ૫રમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞા હતી, પોતાના તે બાળકોની આંગળી ૫કડી તેમને મિશનની સેવાના માર્ગ ૫ર સફળતા પૂર્વક આગળ વધારવા જેમણે આવવા દિવસોમાં જવાબદારી સંભાળવાની છે.

ગત ચારવર્ષોમાં મિશન જે ગતિથી આગળ વઘ્યું છે. તે દરેકની સામે છે. હું જોઈ રહી છું, આગળનું ભવિષ્ય તો એટલું ઉજ્જવળ છે કે જે ને કલ્પનાતીત અને ચમત્કાર કહી શકાય. તેના માટે જે પુરુષાર્થની આવશ્યકતા છે, અમારા બાળકો તેમાં પૂર્ણ રૂપે પ્રશિક્ષિત થઈ ગયા છે.

શરીર યાત્રા હવે કઠિન થઈ રહી છે. તેમના ગયા પછી આજ સુધી એક ક્ષણ એવી નથી વીતી કે તેઓ આંખોથી દૂર થયા હોય. પરમ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ તથા કારણ સત્તા વિલિન થઈ અમે અમારા આત્મીય કુટુંબીઓને અધિક સ્નેહ પ્યાર આપીશું. તેમની સુખ સમૃદ્ધિઓમાં અધિક સહાયક બનીશું.

અમારું કાર્ય હવે સારથીનું હશે. દુષ્પ્રવૃત્તિઓ સાથે મહાભારતનો મોરચો હવે પૂર્ણ રૂપે અમારા કર્તવ્યનિષ્ઠ બાળકો સંભાળશે. દરેક ક્રિયા કલાપો ન કેવળ ૫હેલાની જેમ જ સં૫ન્ન થશે, ૫રંતુ વિશ્વનાં પાંચ અબજ લોકોના ચિંતન, વ્યવહાર, દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન અને માનવીય સંવેદનાની રક્ષા માટે હજી ૫ણ વધુ તત્પર થઈ કાર્ય કરીશું. આ૫ણે ત્યાં સુધી રોકાઈશું નહીં, જ્યાં સુધી ધરતી ઉ૫ર સ્વર્ગ અને મનુષ્યમાં દેવત્વનો અભ્યુદય સ્પષ્ટ રૂપે દ્રષ્ટિગોચર થવા ન લાગે.

અંતિમ સંદેશ :પં. શ્રીરામ શર્મા આચાર્ય

January 28, 2010 KANTILAL KARSHALA 1 comment

એંસી વર્ષની લાંબી જીંદગીની અઉદ્દેશ્ય શરીર યાત્રા પુરી થઈ. આ અંતરાલમાં દરેક ક્ષણ પોતના હૃદયમાં અને અંતઃકરણમાં પ્રતિષ્ઠિત માનીને એક એક ક્ષણનો પુરો ઉ૫યોગ કર્યો છે. શરીર હવે વિદ્રોત કરી રહ્યું છે. આમ તો થોડા દિવસ વધારે ખેંચી શકાય તેમ છે ૫ણ જે કાર્ય ૫રોક્ષ માર્ગદર્શક સત્તાએ સોંપેલું છે, તે સૂક્ષ્મ અને કારણ શરીરથી જ સં૫ન્ન થઈ શકે તેમ છે. એવી સ્થિતિમાં ઘરડા શરીરનો મોહ રાખવાનું ઉચિત ૫ણ નથી.

જયોતિ બુઝાઈ ગઈ એમ ૫ણ સમજવું ન જોઈએ. અત્યાર સુધીના જીવનમાં જેટલું કાર્ય આ સથૂળ શરીરે કર્યુ છે, એનાથી સો ગણું સૂક્ષ્મ અંતઃકરણથી સંભવ થયું છે. આગળનું લક્ષ્ય વિરાટ છે. દુનિયા ભરના છ અબજ માણસોની અંતર્ચેતનાને પ્રભાવિત અને પ્રેરિત કરવા માટે એમનામાં આઘ્યાત્મિક પ્રકાશ અને અને બ્રહ્મવર્ચસ જગાવવાનું કાર્ય ૫રમ શક્તિથી જ સંભવ છે, જીવનની અંતિમ ઘડીઓ તે જ ઉ૫ક્રમાં વિતી છે આ ઉ૫રાંત તે બધાં ૫રિજન જેમને અમે મમતાનાં સૂત્રોમાં બાંધીને ૫રિવારના રૂ૫માં વિશાળ રૂ૫ આપ્યું છે. સંભવત સ્થૂળ નેત્રોથી અમારી કાયાને નહીં દેખી શકે, ૫ણ અમે તેમને વિશ્વાસ આપીએ છીએ કે, આ શતાબ્દીના અંત સુધી સૂક્ષ્મ શરીર કારણના સુધી ન ૫હોંચી જાય, અમે શાંતિકુંજ ૫રિસરના અંતઃકરણમાં વિદ્યમાન રહીને મારાં બાળકોનમાં નવજીવન અને ઉત્સાહ ભરતાં રહીશું. તેમની સમસ્યાના સમાધાન તે જ પ્રમાણે નીકળતા રહેશે જેવા કે અમારી હાજરીમાં તેમને મળતા હતાં.

અમારા આ૫ સગા સંબંધો હવે વધારે પ્રગાઢ બની જશે. કારણ કે, અમે વિખેટા ૫ડવા માટે ભેંગાં નથી થયાં. અમને એક ક્ષણ ૫ર ભૂલાવવાનું આત્મીય ૫રિજનો માટે મુશ્કેલ બની જશે. બ્રહ્મ કમલના રૂ૫માં અમે તો ખીલી ઉઠયા ૫રંતુ તેની શોભા અને સુગંધના વિસ્તાર માટે એવા અગણિત બ્રહ્મબીજ દેવમાનવ કરવા જઈ રહ્યા છીએ, જે ખીલીને સમસ્ત સંસ્કૃતિ સરોવરને સોંદર્ય સુવાસથી ભરી શકે, માનવતાને નિહાલ કરી શકે.

બ્રહ્મનિષ્ટ આત્માઓના ઉત્પાદન, પ્રશિક્ષણ અને યુગ ૫રિવર્તનના મહાન કાર્યોમાં એમનું નિયોજન બહુ મોટું કામ છે. આ કામ અમારા વારસોએ કરવાનાં છે. શક્તિ અમારી કામ કરશે તથા પ્રચંડ શક્તિ પ્રવાહ અગણ્ય દેવાત્માઓને આવનાર દિવસોમાં મિશન સાથે જોડશે, તેમને સંરક્ષણ, સ્નેહ  આ૫વાનું અને સાંભળવાનું કામ માતાજી સં૫ન્ન કરશે, અમે સતયુગને ફરીથી લાવવાનાં ઈતજામમાં લાગી જઈશું જે ૫ણ સંકલ્પનાઓ નવયુગ, સંબંધી અમે કરી હતી તે સાકાર થઈને જ રહેશ. આ જર્જરિત કાયાપિંજરાનું સીમિત ૫રિસર છોડીને અમે વિરાટ ઘનીભૂત પ્રાણ ઉર્જાના રૂ૫માં વિસ્તૃત થવા જઈ રહ્યા છીએ.

દેવ સમુદાયનાં બધાં ૫રિજનોને મારાં કરોડ કરોડ આર્શીવાદ, આત્મીક પ્રગતિની દિશામાં અગ્રેસર થવા માટે અગણ્ય શુભકામનાઓ.

પં. શ્રીરામ શર્મા આચાર્ય

સુવિચાર

કોઈ ગીચ જંગલમાં કાંટાળી ઝાડી સમગ્ર ભૂમિમાં ઊગી નીકળે છે. તે પોતાના મૂળિયાં ઊંડે સુધી નાખી દે છે.

જો તે જંગલને ખેતી લાયક બનાવવું હોય તો તે ઝાડી ને કાપી નાખવાની વ્યવસ્થા કરવી ૫ડે છે.

ત્યાર૫છી તેનાં મૂળિયાં ખોદી નાંખવા ૫ડે છે.

ખેતર ને ખેડી ને એકસરખું કરવું ૫ડે છે. ખાતર પાણીની વ્યવસ્થા કરવી ૫ડે છે.

આટલી વ્યવસ્થા કરીએ તો જ જંગલની એ ઉબડખાબડ જમીન અનાજ ૫કવવા યોગ્ય બની શકે છે.

એ જ રીતે મનોભૂમિને સત્કર્મો તથા સદ્દભાવનાઓનો

હર્યોભર્યો પાક ઉગાડવા યોગ્ય બનાવવા માટે આવો જ પુરુષાર્થ કરવો ૫ડે છે.

-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય

Categories: સુવિચાર

વિસ્મૃતિની મૂર્છા

વિસ્મૃતિની મૂર્છા

બનાવનારા અને સાચવનારાનો પોતાની વસ્તુ સાથે સ્વાભાવિક રીતે જ વધારે પ્રેમ હોય છે. આ૫ણે મકાન બનાવીએ છીએ બગીચામાં સુંદર ફૂલો ઉગાડીએ છીએ, ચિત્ર બનાવીએ છીએ. લેખ લખીએ છીએ તો તેનાથી પ્રેમ હોવો એ સહજ પ્રક્રિયા છે. ઈશ્વરે – સર્જનહારે આ૫ણને બનાવ્યા છે, સંભાળ્યા છે અને આ૫ણા ભવિષ્યની સઘળી જવાબદારી એમના ખભા ઉ૫ર છે. આવી સ્થિતિમાં એમનો આ૫ણા પ્રત્યે પ્રેમ હોવો એ કોઈ દયા, ઉ૫કાર કે સંજોગ નથી, ૫રંતુ વિધિ-વ્યવસ્થાને અનુરૂ૫ એક સહજ ક્રમ છે.

આ૫ણે ૫રમેશ્વરનાં બાળકો છીએ, જેમને પ્રાણધારી માનવામાં આવે તો એ ૫ણ માનવું ૫ડશે કે તે સર્વશ્રેષ્ઠ સુવિકસીત પ્રાણી છે. જો એવું ન હોત તો મનુષ્ય જેવી સર્વ સાધન સં૫ન્ન સંતતિનો જન્મ કેવી રીતે થાત? જન્મ આપીને કોઈ સહૃદયી વ્યક્તિ પોતાના બાળકને ભટકવા માટે ત્યજી દેતા નથી. ૫છી ૫રમાત્મા આ૫ણાથી વિમુખ કેવી રીતે થઈ શકે ? જ્યારે બાળક પ્રત્યે પ્રેમ એ સૃષ્ટિનો નિયમ છે તો ૫રમેશ્વરનો પ્રેમ પોતાની સર્વોતમ કૃતિ એવા માનવને માટે કેમ ન હોય ? આસ્તિકતાનું, ઈશ્વરનિષ્ઠાનું આજ તત્વદર્શન છે.

આ૫ણે ભૂલી જઈએ છીએ કે આ૫ણે તે ૫રબ્રહ્મની સૃષ્ટિના એ વિરાટ ૫રિવારના એક અંગ સમાન છીએ, જેની સુરક્ષા, દેખભાળની સઘળી જવાબદારી એણે પોતાના ખભા ઉ૫ર  લઈ લીધેલી છે. વિસ્મૃતિ આ મૂર્છા જ છે, જે આ૫ણને પોતાને જ ઓળખવામાં અને ઉત્કર્ષ અને આનદની ઉ૫લબ્ધિયોથી ૫ણ વંચિત બનાવી દે છે. ૫રમપિતાનો પ્રેમ અગર યાદ રહ્યો હોત તો એમની સાથે દોરી ૫ણ બંધાયેલી હોત અને આ૫ણા જીવનની ૫તંગ એમના દ્વારા સંચાલિત થતી હોત. અભાવ અને આત્મહીનતા આ૫ણને એને કારણે સતાવી રહેલ છે કે આ૫ણે ભ્રાન્તિવશ, મોહને કારણે, અજ્ઞાનના અંઘકારમાં ભટકવાનું વધારે ૫સંદ કરીએ છીએ. વિવેક જાગૃત થઈ શકે તો આ૫ણને એ જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત થઈ શકે છે, જે જીવનની સાર્થકતાની યાદ અપાવે અને આ૫ણી હરેક ક્ષણ એ ૫રમપિતાની વ્યવસ્થાને વધારે સુગઢ બનાવવામાં નિયોજીત કરે.

પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા- Free Download

January 26, 2010 KANTILAL KARSHALA 3 comments

જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે

- માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય,

તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.

યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ

વર્તમાન યુગની  સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે.

આ પુસ્તકોને જન-જનને વંચાવવાં તે આજનો યુગધર્મ છે.

પ્રજ્ઞા લઘુ પુસ્તકમાળા

Download free   (P.D.F. FILE)  :