સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ
સુખ- દુખ માનસીક સ્થિતિનું નામ
આપણા કરતાં વધુ સુખી, વધુ સાધનસંપન્ન, વધુ ઊંચી સ્થિતિના લોકો સાથે આપણી સરખામની કરવામાં આવે તો લાગશે કે તમામ અભાવો આપણા ભાગે જ આવ્યા છે, પરંતુ એવા અસંખ્ય દીનહીન -પીડિતો, પરેશાન લોકો સાથે આપણી તુલના કરીએ તો આપણા સૌભાગ્યની પ્રશંસા કરવાની ઇચ્છા થશે. તૃષ્ણાનો કોઇ અંત નથી. એક એકથી ચડિયાતી અને એક એકથી સુંદર ચીજો આ દુનિયામાં મોજુદ છે. એ ક્ર્મનો કોઇ અંત નથી. આજે આપણે જે કાંઇ ઇચ્છીએ છીએ તે મળી જતાં કાલે વધુ સુંદરનો મોહ વધશે. આ ‘વધારે‘ નો કયાંય અંત નથી. આજે આપણે જે કાંઈ ઇચ્છીએ છીએ તે મળી જતાં નથી. આ કુચક્રમાં ફસાવાથી હંમેશાં તીવ્ર અંસંતોષ જ રહેશે. એટલા માટે જો ચીત્તનું સમાધાન કરવું હોય તો કયાંક ને કયાંક પહોચીને સંતોષ લેવો પડશે. જો તે સંતોષ આજે જ, વર્તમાન સ્થિતિમાં જ મેળવી લેવામાં આવે, તો તૃપ્તિ, પૂર્ણતા અને સંતોષના રસાસ્વાદનો આનંદ આજે જ મળી શકે છે. તેના માટે એક ક્ષણનીય પ્રતીક્ષા કરવી પડશે નહિ. સુખ અને દુ:ખ કોઈ પરિસ્થિતિનું નામ નથી, પરંતુ ભાવનાઓ અને માન્યતાઓથી થાય છે. એટલા માટે સુખ-શાંતિની પરિસ્થિતિ શોધતા ફરવાને બદલે પોતાના દૅષ્ટિકોણને જ પરિમાર્જિત કરવાનો પ્રયત્ન કરીએ એ જ યોગ્ય છે. આ પ્રયત્નમાં આપણે જેટલા સફળ થઈશું, એટલા જ શાંતિની નજીક પહોંચી જઈશું.
અખંડજ્યોતિ, જૂન-1958, પેજ-34










RSS - Posts

જીવનમાં પણ જો સાપેક્ષવાદ અપનાવાય તો આ અસંતોષ ન રહે
તમે બુટ ને રડો છો માણસો પાસે પગ નથી હોતા