Archive

Archive for October 3, 2008

સુવિચાર :-

( સંકલિત વિચારો  જીવનમાં  અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.)

આજનું ચિંતન  :

ભાગ્ય વિશેની સચોટ વાત

એક જ છે કે

તે મનુષ્યના પ્રયાસોને

અનુરૂપ બદલાતું રહે છે.

—————-

મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે. 

જો તે તેની ચાલ બદલી નાખે તો

બધી સમસ્યાઓ ઉકેલવામાં

પોતે સક્ષમ થઈ શકે છે.

—————-

બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ

ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી. 

શક્તિ તેને કહે છે,

જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે.

—————-

એકલવાયા રહેશો નહિ,

નહિ તો અશકત રહેશો.

હળીમળીને રહેનારાઓ તણખલામાંથી

હાથીને બાંધી શકે એવા દોરડા સમાન બને છે.

—————-

Categories: સુવિચાર