સુવિચાર :-
આજનું ચિંતન :
સંસારમાં ત્રણ સન્માન સૌથી મોટાં છે,
— સંત,
— સુધારક,
— શહિદ
—————-
જો બીજા કોઈને રોકી ન શકો
તો કમ સે કમ
પોતાની જીભ પર અંકુશ રાખો,
જેથી તે કટુવચન કહેવાની ઉદ્દંડતા કરી ન શકે.
—————-
જે માત્ર પોતાના અનુભવોને
પ્રાથમિકતા આપે છે અને
તેમને જ સર્વસ્વ માને છે તે મૂર્ખતા કરે છે.
જે બીજાના અનુભવોનો લાભ લે તે બુદ્ધિશાળી છે અને
જે પોતાના કે બીજાના કોઈના અનુભવોનો
લાભ ન ઉઠાવે તેને માત્ર પશુ જ કહેવામાં આવશે.
આ સંકલિત વિચારો જીવનમાં અધ્યયન,મનન, ચિંતન તથા આચરણ કરીને કોઈપણ વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ લક્ષ્યો નક્કી કરીને તેમને પ્રાપ્ત કરવામાં સમર્થ તથા સફળ થઈ શકે છે.










RSS - Posts
પ્રતિભાવો