Archive

Archive for October 10, 2008

સુવિચાર :-

October 10, 2008 KANTILAL KARSHALA 1 comment

આજનું ચિંતન :

પેટ ભરવા માટે પોતાનું જ મોઢું ચલાવવું પડે છે.

ભણવા માટે પોતાની જ બુદ્ધિ કામ આવે છે.

બીજાના મુખ દ્વારા કોઈનું પેટ કદી ભરાયું છે?

બીજાની બુદ્ધિથી કોણ વિદ્વાન બન્યું છે?

આત્મિક પ્રગતિની આકાંક્ષા પણ

પોતાના જ સાધનાત્મક પુરુષાર્થથી પૂર્ણ થાય છે.

———–

ભકત એ નથી,

જે ભગવાનના નામનું રટણ કરતો રહે છે,

પરંતુ તે છે જે એની પ્રજાને

સુખી અને સમૃદ્ધ બનાવવા માટે

પોતાની સગવડોનો ત્યાગ કરે છે.

——

પરમાર્થ કરો અને તેને કૂવામાં નાખો.

ઉપકારોનો ઢંઢેરો પીટશો નહિ.

પરમાર્થનું પરિણામ

ભલે બિલાડીના ટોપની જેમ ન ઊગે,

પરંતુ તેનાં મૂળ ધરોની જેમ સદા સજીવ રહે છે.

Categories: સુવિચાર

જ્ઞાન જ્યોત

આજનું ચિંતન

આવતીકાલ શેતાનનો દૂત છે.

ઈતિહાસ બતાવે છે કે આ આવતીકાલની ધાર પર

કેટલાય પ્રતિભાવનાનો અંત આવી ગયો.

કેટલાય લોકોની યોજનાઓ અધૂરી રહી ગઈ.

કેટલાયના સંકલ્પ માત્ર વાતો બનીને રહી ગયા.

કેટલાય લોકો ઘસતા રહી ગયા.

કામને આવતીકાલ પર રાખવાની વૃત્તિ

આપણી અસમર્થતા અને આળસનું પ્રતીક છે.

Categories: સુવિચાર