Archive

Archive for October 13, 2008

પરિવર્તન અંદરથી થાય :

      

              અત્યારે વિલાસ, સંગ્રહ અને અહંકારની લાલસા દરેક વ્યક્તિ પર ઉન્માદી આવેશની જેમ છવાઈ ગઈ છે.  વાસના, તૃષ્ણા વિના બીજું કંઈ જ દેખાતું જ નથી.  સંકુચિત સ્વાર્થ અને અહંકારને માટે દરેક જણ ગમે તે કરવા તૈયાર છે.  જાણે ઔચિત્ય અને વિવેકને તો તિલાંજલિ જ આપી દીધી છે.  આ ઢાંચો જ્યાં સુધી ચિંતન અન્દ વ્યવહારમાં આ રીતે ચાલું રહેશે ત્યાં સુધી બધે વ્યાપેલા દુ:ખથી છુટકારો મેળવવો અઘરો છે.  આંતરિક પરિવર્તન થઈ શકે તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જવામાં બિલકુલ બહુ વાર નહિ લાગે.

સુવિચાર

 

જીવન સ્થિર નથી.

તેની સાથે જોડાયેલા સગવડોનું કોઈ ઠેકાણું નથી.

હસતું બચપણ ભારરૂપ યુવાની તરફ આગળ વધતું

છેવટે કણસતા વૃદ્ધત્વમાં ફેરવાઈ જાય છે.

સંપત્તિએ કોને સાથ આપ્યો છે?

મિત્રો અને મદદકર્તાઓ પાણીના પરપોટાની જેમ

સમયની સાથે અદ્રશ્ય થઈ જાય છે.

સ્થિર છે તો માત્ર ધર્મ અને ઈશ્વર.

જેમની સ્થિરતાને, સુંદરતાને સંસારનું કોઈ તોફાન

ડગમગાવી શકવામાં સમર્થ નથી.

માનવીએ વેળાસર ધર્મ અને ઈશ્વરનું શરણું લેવું જોઈએ.

 

ભવિષ્યનો વિશ્વાસ કરશો નહિ,

તે ભલે ગમે તેટલું સુખદ લાગતું હોય.

મૃત ભૂતકાળને તેનાં મડદાં દફનાવવા દો.

જીવંત વર્તમાનમાં કાર્ય કરો.

મનમાં સાહસ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખો.

Categories: સુવિચાર

જ્ઞાન જ્યોત

આજનું ચિંતન

કોઈપણ લોભલાલચ માટે આપ

પોતાની સ્વતંત્રતા ના વેચશો.

કોઈપણ ફાયદાના બદલામાં

આત્મગૌરવની હત્યા ના કરશો.

એમ કરવાથી આપની પ્રતિષ્ઠા વધશે અને

આત્મગૌરવને પ્રોત્સાહન મળશે.

આત્મગૌરવથી જીવવામાં જ જિંદગીનો સાચો આનંદ છે.

ત્યાગ કરીને પણ કષ્ટમાં જીવવાનું સ્વીકારી લો.

Categories: સુવિચાર

આનંદની શોધ

આનંદની શોધ

આનંદની શોધમાં ભટકતો માણસ દરવાજે ઠોકરો ખાય છે. ખૂબ પૈસા ભેગા કરે, સ્વાસ્થ્ય સારું રહે, સ્વાદિષ્ટ ભોજન કરે, સુંદર વસ્ત્રો પહેરે, સારું મકાન અને વાહન હોય, નોકર ચાકર હોય, પુત્ર- પુત્રીઓ, સ્વજનોથી ઘર ભરાયેલું હોય, ઉચ્ચ પદ મળે, સમાજમાં પ્રતિષ્ઠા હોય, કીર્તિ હોય આ બધી વસ્તુઓ માણસ ઈચ્છે છે અને મેળવે છે. જેને આ વસ્તુઓ મળતી નથી તે મેળવવાનો પ્રયત્ન કરે છે. જેની પાસે છે તે વધારે પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.

આ બધામાં આનંદની શોધ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો, પરંતુ રાજહંસને ઝાકળ જ મળ્યું. મોતીની શોધ જ ના કરી.માનસરોવર તરફ તો મુખ પણ ના કર્યું. લાંબું ઉડ્ડયન કરવાની તો હિંમત જ ના ચાલી. મને કહ્યુ, જરા આને વધારે જોઈ લઊં.આંખોથી ન દેખાતા માનસરોવરમાં મોતિ જ મળશે એની શું ખાતરી? ફકત ઝાકળ ચાટીને ઊડી ગયો. બસ, આ જ ચક્કર ચાલતું રહે છે. તમે એમાં શોધ્યું, કંઈક મળ્યું પણ ખરું, પરંતુ તે ઝાકળનાં બિંદુઓ નીકળ્યાં. તે બીજી જ ક્ષણે જમીન પર પડી ગયાં અને માટીમાં ચુસાઈ ગયાં.

આ નષ્ટ થવાની શંકા વધારે ભેગું કરવા માટે પ્રેરિત કરે છે, એમ છતાં નાશવંત ચીજોનો નાશ તો થઈને જ રહે છે.

અખંડજ્યોતિ, માર્ચ-1940મ પેજ-3