સુવિચાર (SLIDE SHOW)
સુવિચાર (SLIDE SHOW)
આજનો વિચાર
જેનું મન હારી જાય છે
તે ઘણું બધું હોવા છતાં પણ
અંતે પરાજિત થઈ જાય છે,
જેની પાસે શક્તિ ન હોય
તે પણ જો મનથી હાર ન માને,
તો દુનિયાની કોઈ તાકાત
તેને પરાસ્ત કરી શકતી નથી.
આજનો વિચાર
આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિની વૃતિને
સ્વભાવમાં ઉતાર્યા વગર કયારેય પણ
કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય મહાન બન્યું નથી.
વાસ્તવમાં આ બંને ચારિત્ર્યનિર્માણ
માટેનાં મહાન સાધનો છે.
આજનો વિચાર
ફકત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે,
જે ક્યાંય પણ, કોઈપણ અવસ્થામાં અને
કોઈપણ કાળમાં
મનુષ્યનો સાથ છોડતું નથી.
આજનો વિચાર
દુ:ખથી નુકશાન ત્યારે જ થાય છે,
જયારે મનુષ્ય તેનાથી ટેવાઈ જઈને
દીનહીન બની જાય અને
તેનાથી છુટકારો મેળવવા માટે
પ્રયત્ન જ ના કરે.
આજનો વિચાર
વિપત્તિઓ અને અસફળતાઓની શંકાનું
વિષ પીતા રહેવાથી સાહસ અને પુરુષાર્થ
ખતમ થઈ જાય છે.
આ પ્રકારનું અશુભ ચિંતન
જેના મનમાં ચાલતું હોય છે
તેઓ નિરાશ રહે છે અને ભવિષ્યને
વિપત્તિગ્રસ્ત માની લઈને
શોકસંતાપમાં ડૂબેલા રહે છે.
આજનો વિચાર
સત્યની શ્રેષ્ઠતા સર્વોપરી છે.
સ્પષ્ટરૂપે તેનો વિરોધ થઈ શકતો નથી.
———-
જેના જીવનનું કોઇ નિશ્ચિત લક્ષ્ય હોતું નથી
તેને ખરાબ કામનાઓ તરત જ પ્રલોભન આપે છે.
આજનો વિચાર
વાસનાઓ ચોર સમાન હોય છે.
જેવી રીતે ચોર અંધારાનો લાભ લઈને
નિર્બળ વ્યક્તિને લૂંટી લે છે,
તેવી જ રીતે વાસનાઓ પણ
નિર્બળ ઇચ્છાશક્તિવાળી,
નિર્બળ ચારિત્ર્યવાળી મૂઢ વ્યક્તિ
વ્યક્તિઓ પર હૂમલો કરે છે.
આજનો વિચાર
જીવનની ઉન્નતિમાં યોગ્યતાના
અભાવ કરતાં સાહસના અભાવ
વધારે બાધક હોય છે.
———–
કર્તવ્યપાલન જ જીવનનું સાચું મૂલ્ય છે.
આજનો વિચાર
જેઓ પોતાની ઉચ્ચ વૃત્તિઓ તરફ ધ્યાન આપે છે
તેઓ ઊંચા થઈ જાય છે.
જેઓ સદાય પોતાની હલકી વૃત્તિઓ
તરફ જ ખેંચાય છે તેઓ વાસ્તવમાં
નાના રહી જાય છે.
————-
અધિકારના મદમાં
કોઈને કટુ શબ્દો કહેવા એ
અસભ્યતાનો પરિચય
આપવા બરાબર છે.
આજનો વિચાર
સૌથી મોટો અને વિભૂતિવાન માણસ તે છે,
જેના અંત:કરણમાં ઉત્કૃષ્ટ
જીવન જીવવાનો અને
આદર્શવાદી પ્રવૃતિઓ અપનાવવાનો
ઉત્સાહ નિરંતર જાગતો હોય.
————–
આપણા જીવનનો
વ્યવહાર જ આપણા હ્રદયની
સચ્ચાઈનું એકમાત્ર પ્રમાણ છે.
આજનો વિચાર
બંધ કર્યું નથી તે બરાબર છે,
પરંતુ એ પણ કયાં ખોટું છે કે
આ શિલાઓએ હાર માની નથી.
વાસ્તવમાં આપણે પણ ભાંગી પડવું જોઈએ નહિ અને
હાર માનવી જોઈએ નહી.
આજનો વિચાર
નિયતિના ક્રમ પ્રમાણે દરેક વસ્તુનું
દરેક વ્યક્તિનું અવસાન થાય છે,
મનોરથ અને પ્રયાસ પણ સર્વદા સફળ કયાં થાય છે?
આ બધું તેમના ક્રમ પ્રમાણે ચાલતું રહે છે,
પરંતુ મનુષ્ય અંદરથી ભાંગી ન પડે
તેમાં જ તેનું ગૌરવ છે.
ઉદાહરણ રૂપે સમુદ્રના તટ પર પડી રહેલી
પથ્થરની શિલાઓ ચિરકાળથી
પોતાના સ્થાન પર અડગ છે.
સમુદ્રની લહેરોએ તેમની સાથે ટકરાવાનું
આજનો વિચાર
પ્રેમ સંસારની એવી જ્યોતિ છે,
જેનો પ્રકાશ મેળવીને
દરેક વ્યક્તિ પોતાની અંદરના
દોષદુર્ગુણોને દૂર કરે છે અને
હ્રદયને પવિત્ર તથા નિર્મળ બનાવે છે.
આજનો વિચાર
પોતાની મરજી પ્રમાણે
ચાલનારા લોકો એ ભૂલી જાય છે કે
પોતે જે વિચારી રહ્યા છે તેમાં
થોડાક લાભ સિવાય કયાંક કોઈક ભયાનક
નુકસાન તો છુપાઈને પડ્યું નથી ને?
આજનો વિચાર
જે વ્યક્તિ દયનીય સ્થિતિમાં પડી રહેવામાં સંતોષમાને છે
અને દુર્ભાગ્યની સામે માથું નમાવી દે છે
તેને કોણ મદદ કરે ?
આજનો વિચાર
વિચારવાન માણસ પોતાની અસફળતાઓ માટે
બીજાઓને દોષ દેતો નથી,
પરંતુ ગંભીરતાપૂર્વક એવી ત્રુટીઓને શોધે છે,
જેના કારણે તેને પાછા પડવું પડયું.
આજનો વિચાર
સાધનોની ઊણપ અને પરિસ્થિતિઓની
વિકટતા હોવા છતાં પણ
પ્રચંડ સંકલ્પશક્તિ અને
અદમ્ય સાહસિકતાના બળે
મનુષ્ય ઘણુંબધું કરી શકે છે.
આજનો વિચાર
તુચ્છ સ્થિતિમાં રહેતા લોકો
જયારે ઊંચી સફળતાઓનાં સ્વપ્ન જુએ છે
ત્યારે સ્થિતિ અને લક્ષ્ય વચ્ચે ખૂબ અંતર દેખાય છે
અને લાગે છે કે આટલી પહોળી ખાઈ કૂદી શકાશે નહિ,
પરંતુ અનુભવથી એવું જોવા મળ્યું છે કે
તકલીફ માનતા હતા એટલી મોટી નહોતી.
ધીમે પરંતુ સતત ચાલતી રહેનારી
કીડી પહાડોને પાર કરી શકે છે,
તો પછી ધીરજ, સાહસ, મનોયોગ કરનારી
વ્યક્તિને પ્રગતિની મંજીલ પાર કરતાં કોણ રોકી શકે?
આજનો વિચાર
જીવન એક નાનો દિવસ છે,
પરંતુ તે કામનો છે,
પરંતુ તે કામનો દિવસ છે,
રજાનો નહિ. સંભવ છે કે
તમે કોઈ કામ કરતાં કરતાં કોઈક
બૂરાઈ તરફ જઈ રહ્યા છો,
પરંતુ કામ ન કરવું એ કદી કોઈ
ભલાઈ તરફ નથી લઈ જઈ શક્તું.
પ્રતિભાવો