પ્રેમ અને કૃતજ્ઞતાનું ર્સૌદર્ય
પ્રેમ અને કૃતજ્ઞતાનું ર્સૌદર્ય
બદલો મેળવવાની ભાવના વિના જે ભલાઈ કરવામાં આવે છે તે સમુદ્રની જેમ મહાન છે. કોઈ મનુષ્ય કોઈ આવશ્યકતાથી વ્યાકુળ બની ગયો હોય તે સમયે તેને મદદ કરવી એ કેટલું મહત્વપૂર્ણ છે એને તે વ્યાકુળ મનુષ્યનું હૃદય જ જાણે છે. જરુરિયાતવાળાને શક્ય હોય તેટલી મદદ કરવી જોઈએ.
જેણે તમારી સાથે ભલાઈ કરી હોય તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. સહાયતાનું મૂલ્ય સાથે આંકો નહીં. બલ્કે તેનું મહત્વ પોતાની આવશ્યકતાને જોઈને આંકો કે તે સમયે જો એ મદદ તમને ન મળત તો તમારી શું હાલત થાત ? જેમણે મુસીબતના સમયે તમને મદદ કરી હોય તેમના ઉ૫કારને ભૂલી જવો તે નીચતા છે, ૫રંતુ તેમને શું કહેવું કે જે ભલાઈના બદલામાં તે કરનારનું અહિત કરે છે ?
ધરતીમાતાથી તે દિવસે માનવીઓનો ભાર ઉઠાવી શકાશે નહીં, તે દિવસે તેઓ પ્રેમ અને કૃતજ્ઞતા છોડીને નિષ્ઠુર અને કૃતઘ્ન બની જશે. માણસની ચામડીમાં કયાં સુંદરતા છે ? સુંદર તો તેનું મન હોય છે. જેના મનમાં બીજાઓ પ્રત્યે પ્રેમભાવનાઓ જાગતી રહે છે, જે બીજાઓના નાનકડા ઉ૫કારને ૫ણ હંમેશા યાદ કરતા રહે છે અને તેનો બદલો ચૂકવવાનો પ્રયત્ન કરે છે તે જ મનુષ્ય સુંદર છે અને આ ર્સૌદર્યથી માનવતા તેમ જ આ વસુધાની શોભા વધે છે.
===================================================
અખંડજયોતિ, સપ્ટેમ્બર-૧૯૬૪ , પેજ-૧










RSS - Posts
પ્રતિભાવો