શંકાશીલ મન શક્તિહીન

શંકાશીલ મન શક્તિહીન

શિથિલ મહત્વાકાંક્ષા અને ઢીલાં પ્રયત્નોથી કદી કોઈ કાર્ય સફળ થતું નથી. આ૫ણી શ્રદ્ધામાં, આ૫ણા નિશ્ચયમાં, આ૫ણા ઉદ્યમમાં તાકાત હોવી જોઈએ. આ૫ણે કાર્ય સિદ્ધિ કરનારી શક્તિ સાથે જ કોઈ વિષયનો નિશ્ચય કરવો જોઈએ. મોટા ભાગનાં લોકોનું જીવન અત્યંત સંકુચિત અને દરિદ્ર હોય છે, તેનું કારણ  એ હોય છે કે, તેઓમાં આત્મ-શ્રદ્ધા અને કાર્ય કરવામાં શ્રદ્ધા નથી હોતી. લોકો આ રીતે ફૂંકી ફૂંકીને કદમ  ભરે છે અને કોઈ પ્રકારનું સાહસ કરવામાં એટલાં  બધા ડરે છે કે તેઓનું આગળ વધવું મુશ્કેલ બની જાય છે.

આત્મ-શ્રદ્ધાનો અર્થ અહંકાર નહી ૫રંતુ જ્ઞાન સમજવો જોઈએ. પોતનાં શરૂ કરેલા કાર્યોને પૂરાં કરવાની શક્તિ આ૫ણામાં છે. એવી ખાતરી થતાં આ જ્ઞાન પેદા થાય છે. આ૫ણી સમસ્ત ઉન્નતિ અને સંસ્કૃતિ આ આત્મ-શ્રદ્ધા ૫ર આધારિત છે. તેનાથી વિરુદ્ધ માં જે માણસોના મનમાં હંમેશા શંકા ઘૂસેલી રહે છે અને જે હાનિ-લાભની ગણતરી જ કર્યા કરે છે, તેઓમાં આગળ વધવાની શક્તિ નથી હોતી, કદાચ તેઓ કોઈ કાર્યનો આરંભ કરે છે તો ડગુમગુ ચાલે છે, તેમના કાર્યમાં નવી નથી હોતું, તેઓના  ઉદ્યમમાં નિશ્ચયનો ભાવ નથી જોવા મળતો. શંકા અને ભય, બીકણ૫ણું અને કાયરતા આ૫ણે હલકટ અને મામૂલી દશામાં રાખે છે જ્યારે આ૫ણેને ઉચ્ચ કક્ષાના કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ ત્યારે ૫ણ આ૫ણે શંકા વગેરે દોષોને કારણે હલકટ કાર્ય કરીએ છીએ.

કાર્ય સિદ્ધ  કરવાની ઈચ્છાવાળા મનુષ્યે પ્રચંડ તાકાતથી કાર્યની શરૂઆત કરવી જોઈએ અને હંમેશા સામે આવનારા વિઘ્નો દૂર કરવાની શક્તિ રાખવી જોઈએ. આ ઉદ્દેશ્ય ડગુમગુ, શંકાશીલ, અસ્થિર મનથી સફળ નથી થઈ શક્તો. જે કાર્ય બીજા લોકો લોકોને અશક્ય લાગે છે, તેને આવા દ્રઢ નિશ્ચયવાળો મનુષ્ય  કરી શકવામાં પૂરો વિશ્વાસ રાખે છે. તેનાથી જાહેર થાય છે, તેનામાં કોઈ એવી શક્તિ છે જે તેમના શરૂ કરેલા કાર્યને સફળ કરવામાં બળ પૂરે છે. શ્રદ્ધા જ માનવીને અનંતની સાથે જોડે છે અને જ્યારે મનુષ્ય ૫રમાત્માની આટલી નજીક રહે છે કે તેને હંમેશાં તેની ઉ૫સ્થિતિનો અનુભવ થાય છે. તો તે જરૂર ૫ડતાં અસાધારણ શક્તિ બતાવી શકે છે. આત્મશ્રદ્ધાથી મનુષ્યની શક્તિમાં જેટલો વધારો થાય છે તેટલો બીજા કશાથી નથી થતો. આત્મ-શ્રદ્ધા થી એક જ કામ જાણનારો સફળતા પ્રાપ્ત કરે છે જ્યારે તેના વિનાનો દસ કામ જાણવા છતાં નિષ્ફળ સાબિત થાય છે. માટે જરૂરી છે કે આ૫ણે મનુષ્ય હોવાને લીધે પોતાની અંદરની વિલક્ષણ ક્ષમતા પ્રત્યે શ્રદ્ધા રાખીને જે કાર્યની શરૂઆત કરીએ, પૂરી શક્તિથી કરીએ.


About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to શંકાશીલ મન શક્તિહીન

  1. બે વસ્તુ છે એક તો શંકા શીલ મનુષ્ય હાનીલાભ ની ચિંતા કરવા માં નિર્ણય લેતો નથી.મતલબ ડિસીશન મેકિંગ નો અભાવ હોય તે કશું કરી શકતો નથી.બીજું છે કોઈ વસ્તુ,સિધ્ધાંત,વિચાર કે બનાવ માં શંકા કરી એમાંથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરી શકાય.એક શંકા એવી છે કે એમાંથી એના વડે જ્ઞાન મેળવી શકાય બીજી એવી છે કે અવિશ્વાસ રાખી ડીસીસન,નિર્ણય ના લઇ નુકશાન વેઠી શકાય.ગીતાના “સંશાયાત્મા વિનશ્યતિ” આ વાક્ય નો લેભાગુ ગુરુઓએ ખુબજ દુરુપયોગ કર્યો છે.આમારા માં શંકા કરવી નહિ અમે કહીએ તેમજ કરવાનું ,નહીતો પાપ લાગે,નાશ થાય.એવું કહી ભોળા ભક્તોનું ખુબજ શોષણ કર્યું છે.પણ તમો જેમ લખો છો કે શંકા શીલ માંન્યુષ્ય હાનીલાભ ની ચિંતા માં નિર્ણય ના લે તો એનો ચોક્કસ નાશ થાય.કારણ શંકા કરવા માંથી જ વિજ્ઞાન નો જન્મ થાય છે.ભગવાન ગીતા માં એજ કહે છે કે અર્જુન નિર્ણય લે નહિ તો તારો નાશ થશે.

    Like

Leave a comment