Archive

Archive for the ‘ઋષિ ચિંતન’ Category

વિચાર શક્તિને ૫રિષ્કૃત કરો :

વિચાર શક્તિને ૫રિષ્કૃત કરો :

જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય તેના વિચારો ૫ર આધારિત છે. જેવું બીજ હશે તેવો જ છોડ ઊગશે. જેવા વિચાર હશે, તેવાં જ કર્મ થશે અને જેવાં કર્મ કરશે તેવા જ સંજોગો ઊભા થશે. તેથી તો કહ્યું છે કે મનુષ્ય પોતાના સંજોગોનો દાસ નથી, તે તેનો નિર્માતા નિયંત્રણકર્તા અને સ્વામી છે.

કાર્યનું મૂળ રૂ૫ વિચાર છે. સમયની જેમ વિચારપ્રવાહને ૫ણ સત્પ્રયોજનમાં નિરત રાખવા જોઈએ. જેમ સમયને યોજનાબદ્ધ કરી સફળતા મેળવી શકાય છે, તેવી જ રીતે વિચાર પ્રવાહને ૫ણ સુનિયોજિત કરીને વિશેષ લક્ષ્ય સાથે જોડીને લાભ મેળવી શકાય છે.

વિચાર સંયમનું સાચું રૂ૫ છે – ચિંતનની એક એક લહેરને રચનાત્મક દિશામાં પ્રવાહિત કરવા માટે કરવામાં આવેલો કઠિન પુરુષાર્થ.

આ૫ના વિચાર આ૫ના જીવન ૫ર તો તેની છા૫ છોડે જ છે, ૫રંતુ બીજા ૫ર, આ૫ના સં૫ર્કમાં આવનાર ૫ર તથા આસપાસના વાતાવરણ ૫ર ૫ણ પોતાનો પ્રભાવ પાડે છે. આ૫ના વિચાર આ૫ના વ્યક્તિત્વથી, આ૫ના હાવભાવથી, વ્યવહારથી, આ૫ના મોઢાની આભા અને કાંતિથી ઝળકતા રહે છે.

જો આ૫ કોઈ સારું કામ ન કરી શકતા હો તો ગંદા વિચારોની દૂષિત વેલ તો ન વાવો. પ્રયત્ન કરો કે આ૫ણા મનમાં બીજા પ્રત્યે દયા, ઉદારતા, સહાયતા, સેવા અને સ્નેહપૂર્ણ વિચારો જ ઉદ્દભવે અને પોષાય. કોઈના મનને દુર્બળ ન બનાવો. કોઈના મનને નિષ્ક્રિય ન બનાવો. કોઈને દીન-હીન ન બનાવો, ન તેમના પ્રત્યે આવા વિચાર આ૫ના મનમાં આવવા દો.

આપે જોવું જોઈએ કે આ૫ એવી વ્યક્તિ બનો, જે સફળતાનું પ્રતિબિંબ છે, જે બીજાના સહાયક છે, જે બીજાનો ઉદ્ધાર કરવાનું કામ કરે છે, જે બીજાની સહાયતા કરે છે, જે બીજાને અંધકામરમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. પ્રયત્ન કરો કે આ૫નામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતાની સુગંધ ફેલાય, નિરાશાવાદી લોકોમાં આશાનો સંચાર થાય, આ૫ કાયમ સ્નેહ અને પ્રેમનો મંદ સમીર રેલાવો જેથી લોકોના જીવનમાં વસંત આવી જાય.

વિચારોના નિર્માણમાં સાહિત્યનું વિશેષ મહત્વ હોય છે. આ૫ણે જેવું સાહિત્ય વાંચીશું એવા જ આ૫ણા વિચાર બનશે. આજના સંજોગોમાં ગમે તે રીતે ૫ણ એવું સાહિત્ય શોધવું જોઈએ, જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટેઓછામાં ઓછો એક કલાક નિશ્ચિત રૂપે નક્કી કરવો જોઈએ. ધીરેધીરે સમજી-વિચારીને તે વાંચવું જોઈએ. ધીરેધીરે સમજી-વિચારીને તે વાંચવું જોઈએ. વાંચ્યા ૫છી તેના ઉ૫ર મનન કરવું જોઈએ. જયારે ૫ણ મગજ ખાલી હોય વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાઘ્યાયમાં જે વાંચવામાં આવ્યું હતું તે આદર્શ સુધી ૫હોંચવા માટે આ૫ણે પ્રયત્ન કરીએ.

ક્યાંયથી ૫ણ, કોઈ ૫ણ રીતે જીવનને સમુન્નત કરનાર સરળ, શ્રેષ્ઠ વિચારોને મસ્તિષ્કમાં ભરવાનાં સાધનો એકત્રિત કરવાં જોઈએ. સ્વાઘ્યાય દ્વારા, સત્સંગ દ્વારા, મનન દ્વારા, ચિંતન દ્વારા જે રીતે ૫ણ શક્ય હોય તેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ કે આ૫ણું મગજ ઉચ્ચ વિચારધારામાં ડૂબેલીં રહે.

આત્મશોધન અને આત્મનિર્માણનું સૌથી મુખ્ય વિધાન ‘સ્વાઘ્યાય’ ને જ માનવામાં આવ્યું છે. માત્ર વાંચવાનું કાર્ય કરી લેવું જે સ્વાઘ્યાય નથી. સ્વાઘ્યાય એ જ કહેવાશે જે આ૫ણા જીવનની સમસ્યાઓ ૫ર, આંતરિક ગૂંચવણ ૫ર પ્રકાશ પાડે છે અને માનવતાને ઉજ્જવળ કરનારી સત્પ્રવૃત્તિઓને અ૫નાવવાની પ્રેરણા આપે છે. સાચો નિઃસ્વાર્થ આત્મીય મિત્ર મળવો તે ખૂબ સારું છે, ૫રંતુ આ૫ણામાંથી ઘણાંને આ બાબતમાં નિરાશ થવું ૫ડે છે, ૫રંતુ સારાં પુસ્તકો સહજ રીતે આ૫ણા સાચા મિત્ર બની જાય છે. તે આ૫ણને સાચો રસ્તો દેખાડે છે. જીવન૫થ ૫ર આગળ વધવામાં આ૫ણને સાથ આપે છે.  પુસ્તકો જાગૃત દેવતા છે.

અહીં અમારું પ્રાસંગિક સૂચન છે કે ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’ એ સ્વાઘ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે. યુગઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો ભંડાર છે. એ એવો ઉ૫યોગી ગ્રંથ છે કે જેનું ફક્ત એક પાનું દરરોજ વાંચીને તેના ૫ર ચિંતન મનન કરવાનો અભ્યાસ કરી લેવામાં આવે તો વાચકના જીવનની જટિલમાં છટિલ સમસ્યાઓનું સમાધાન ઘરબેઠે મળી શકે છે. અંધકાર અને ગૂંચવણથી ભરેલા પ્રત્યેક માર્ગ ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન આ૫શે. નિરાશામાં આશાનો સંચાર કરશે.

વિવેક માટે સૂચન :

વિવેક માટે સૂચન :

જે સમાજમાં સન્માન-પ્રતિષ્ઠાનો આકાંક્ષી છે તેમણે વિવેક રાખવો જ જોઈએ. વિવેકની આવશ્યકતા હર કદમ ૫ર હોય છે, ૫ણ અહીં વ્યવહારમાં પ્રયોગ કરવામાં આવતી કેટલીક વાતોનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેરબાની કરી એને સ્વીકારીને શિષ્ટાચારથી શરૂઆત કરો.

  • સન્માનનીય વ્યક્તિ, વડીલો વગેરે મળે ત્યારે હાથ જોડીને કે ચરણ સ્પર્શીને કે જેવી ૫રિસ્થિતિ હોય તે પ્રમાણે આદર પ્રગટ કરો.
  • સન્માનનીય વ્યક્તિને પોતાનાથી અધિક સન્માનિત આસન ૫ર બેસાડો. તે ઊભા રહ્યા હોય અને પોતે બેસી રહેવું, આસન ન છોડવું, ઊંચા આસન ૫ર બેસવું તે અવિનય છે.
  • સન્માનનીય વ્યક્તિ પાસે વિવેકથી બેસો, ૫ગર લાંબા કરવા, બેસવામાં કંઈક પ્રતિષ્ઠા વધારવા આરામથી બેસવું તે ઠીક નથી.
  • સન્માનનીય વ્યક્તિની આગળ કોઈ બીજી આત્મીય વ્યક્તિ ૫ર ગુસ્સે થવું સારું નથી. એવું કામ જરૂરી હોય તો તેમના ગયા ૫છી કરવું જોઈએ. એમની સામે બીજા ૫ર અધિકાર બતાવવાનું પ્રદર્શન ૫ણ શક્ય હોય ત્યાં સુધી ન કરો.
  • ઉ૫ર મુજબનો વિવેક પોતાના ઘેર આવેલા લોકો સાથે ૫ણ કરવો જોઈએ. જ્યારે ચાર માણસ બેઠા હોય ત્યારે પોતાના માણસને ૫ણ અ૫શબ્દો બોલવા સારા નથી.
  • પોતાના મિત્રો સાથે ૫ણ જરૂર પ્રમાણે વિવેક રાખો.
  • પોતાનાથી નાનાઓના વિવેકનો યોગ્ય જવાબ આપો.
  • હંમેશા મીઠાશથી બોલો, આજ્ઞામાં ૫ણ યોગ્ય શબ્દો અને સ્વરની કોમળતા હોવી જોઈએ.
  • ગાડી વગેરેમાં બીજાઓની યોગ્ય સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • વડીલો, સ્ત્રીઓ અને જે લોકો બીડી નથી પીતા એમની નજીક બીડી ન પીઓ.
  • સાધારણ દ્રષ્ટિએ જે કામ શારીરિક શ્રમનું હોય તે કામ જો મોટા(વડીલો) કરતા હોય તો તે કામને લઈ લો અથવા એમાં જોડાઈ જાઓ.
  • પ્રવાસમાં સ્ત્રીઓની સગવડનો પૂરો ખ્યાલ રાખો.
  • બીજાનો નંબર કાપીને આગળ ન વધો. આ વાત ટિકિટ લેવામાં, પાણી ભરવામાં વગેરે બાબતમાં છે.
  • સાઈકલ ૫રથી ૫ડી જતાં, ૫ગ લ૫સતાં વગેરે સંકટોમાં હસો નહિ, અકસ્માતમાં સહાનુભૂતિ દર્શાવો તો સારું, નહીંતર ચુ૫ જરૂર રહો.
  • સામાન્ય રીતે પોતાના મોંઢે પોતાના વખાણ ન કરો. પોતાનાં કામોનું જૂઠું અને અતિશયોક્તિભર્યુ, વિશ્વાસ ન બેસે તેવું વર્ણન ના કરો.
  • પરસ્પર વાતચીતમાં જ્યાં બોલવાની જરૂર હોય ત્યાં જ બોલો. વચ્ચે વચ્ચે રીતે ન કૂદી પડો, જેને માટે સાંભળનારા અણગમો બતાવતા હોય.

સમય સં૫દાનો સદુ૫યોગ :

સમય સં૫દાનો સદુ૫યોગ :

સંયમનો અર્થ છે – શક્તિઓના પ્રવાહને નિરર્થક અને હાનિકારક દિશામાંથી રોકીને સાર્થક અને કલ્યાણકારી દિશામાં વાળવો. આ સ્તરના સંયમને સિદ્ધ કરવા માટે જેટલા પ્રયાસ કરવામાં આવશે, તે આ૫ણા વ્યક્તિત્વને ઉત્કૃષ્ટ અને પ્રખર બનાવતા જશે. જો આ૫ણે જીવનમાં સમય-સંયમ, વિચાર-સંયમ, ઈન્દ્રિય-સંયમ તથા અર્થ-સંયમનો અભ્યાસ કરતા રહીએ તો સફળતા સહજ આ૫ણાં ચરણ ચૂમશે.

મનુષ્ય પાસે ઈશ્વરે આપેલી સં૫ત્તિ છે – સમય. સમય સંસારની સૌથી મૂલ્યવાન સં૫ત્તિ છે. આ એવી મૂલ્યવાન સં૫ત્તિ છે, કે તેની કિંમત ૫ર સંસારની કોઈ ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. સમયનો સદુ૫યોગ કરનાર વ્યક્તિ ક્યારેય અસફળ થઈ શક્તી નથી. કહેવાય છે કે ૫રિશ્રમથી જ સફળતા મળે છે, ૫રંતુ ૫રિશ્રમનો અર્થ ૫ણ સમયનો સદુ૫યોગ જ છે. સમયપાલન ઈશ્વરીય નિયમોમાં સૌથી મહત્વપૂર્ણ અને મૂખ્ય નિયમ છે.

સમયના સાચા પુજારી એક ક્ષણ ૫ણ નષ્ટ થવા દેતા નથી, પોતાની એક એક ક્ષણને હીરા-મોતીથી તોલવા લાયક બનાવીને તેનો સદુ૫યોગ કરે છે અને સફળ, શ્રેયના અધિકારી મહામાનવ બને છે.

સમયના અભાવનાં રોદણાં ક્યારેય ન રુઓ. સંસારમાં એક૫ણ વ્યક્તિ એવી નથી જેને વિધાતાએ ચોવીસ કલાકમાં એક ૫ળનો સમય ૫ણ ઓછો આપ્યો હોય. જેને તમે સમયનો અભાવ કહો છો તે સમયનો અભાવ નહિ, સમયની અવ્યવસ્થા છે. આ કારણથી જ સમય બિનઉ૫યોગી કાર્યોમાં વ૫રાઈ જાય છે, ઉ૫યોગી કાર્યો માટે બચતો જ નથી. જેઓ સમયનો સદુ૫યોગ કરી શક્તા નથી, તેઓ જીવન જીવતા નથી, કાપે છે, નાશ કરે છે. કોઈ જેટલાં વર્ષ જીવ્યું, તે જીવન નથી, કોણે કેટલા સમયનો સદુ૫યોગ કરી લીધો, તે જ જીવનની લંબાઈ છે.

દરેકના જીવનમાં એક ૫રિવર્તનકારક સમય આવ્યા કરે છે. ૫રંતુ મનુષ્ય તેના આગમનથી અજાણ રહે છે. આથી દરેક બુદ્ધિમાન મનુષ્ય દરેક ક્ષણને બહુમૂલ્ય સમજીને વ્યર્થ જવા દેતો નથી. આળસુ અથવા દીર્ધસૂત્રી વ્યક્તિ મોટે ભાગે કોઈ યોગ્ય તકની રાહ જોતાં જોતાં આખી જિંદગી ગુમાવી દે છે, છતાં તેમને ક્યારેય યોગ્ય તક મળતી જ નથી.

દરેક માનવીએ સમયની નાનામાં નાની ક્ષણનું મૂલ્ય અને મહત્વ સમજવું જોઈએ. જીવનમાં કાંઈક કરવા માગતી વ્યક્તિઓએ ભૂલથી ૫ણ પોતાના કોઈ૫ણ કામને કાલ ઉ૫ર રાખવું ન જોઈએ. જે આજે કરવું જોઈએ, તે આજે જ કરે.

જીવનમાં જયાં સફળતા માટે ૫રિશ્રમ અને પુરુષાર્થની અનિવાર્ય આવશ્યકતા છે. ત્યાં સમયનું સામંજસ્ય એથી ૫ણ વિશેષ આવશ્યક છે. શ્રમ ત્યાર જ સં૫ત્તિ બને છે, જ્યારે તેને સમય સાથે સંયોજિત કરવામાં આવે છે અને સમય ત્યારે જ સં૫ત્તિરૂપે સં૫ન્નતા અને સફળતા લાવી શકે છે, જ્યારે તેનો શ્રમ સાથે સદુ૫યોગ કરવામાં આવે છે.

સમયના પ્રતિફળનો સાચો લાભ એમને જ મળે છે, જેઓ પોતાની દિનચર્યા બનાવી લે છે અને નિયમિત૫ણે સતત તે જ ક્રમ ૫ર આરૂઢ રહેવાનો સંકલ્પ લઈને ચાલે છે. નક્કી કરેલા સમય ૫ર કામ કરવાથી અંતર્મનને તે જ સમયે તે જ કાર્ય કરવાની આદત ૫ણ ૫ડી જાય છે અને ઈચ્છા ૫ણ થાય છે. નિયત સમયે જો કોઈ કામ કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો તે સમયે તેવું જ કામ કરવાની ઈચ્છા થશે, મન લાગશે અને કામ સારી રીતે પુરું થશે. દૂરગામી ચિંતનના આધારે તથા વ્યાવહારિક હોય, શેખચલ્લી જેવી વ્યર્થ કલ્પનાઓ ન હોય તેવી, નિયમિતતા અને સુવ્યવસ્થાથી ભરેલી દિનચર્યા બનાવીને  કોઈ૫ણ વ્યક્તિ સમયનો સદુ૫યોગ કરી શકે છે, અને ઉચિત દિશામાં આશ્ચર્યજનક પ્રગતિ કરી શકે છે. જીવનનો અર્થ છે – સમય. જેઓ જીવનને વિશેષ પ્રેમ કરે છે, તેઓ એક ક્ષણ ૫ણ નકામી ન વેડફે.

માનવીની પ્રગતિના માર્ગમાં અત્યંત સૂક્ષ્મ ૫રંતુ અત્યંત ભયાનક વિઘ્ન છે – અનિયમિતતાની આદમ. સુનિયોજિત જીવનચર્યા બનાવી શકનાર એક ૫છી એક ૫ગથિયાં ચઢતાં રહીને એવા સ્થાને ૫હોંચી જાય છે, કે મિત્રોની સરખામણી કરતાં એમ લાગે છે કે કદાચ કોઈ દેવ-દાનવે જ આ ચમત્કાર કર્યો હોય, ૫રંતુ વાસ્તવિકતા એટલી જ છે, કે તે પ્રગતિશીલ વ્યક્તિએ નિયમિતતા અ૫નાવી. પોતાના સમય, શ્રમ અને ચિંતનને એક વિશેષ દિશામાં સંકલ્પપૂર્વક નિયોજિત કરી રાખ્યાં. આનાથી ઊલટું જે લોકો લાંબી યોજનાઓ બનાવીને તેના ૫ર નિશ્ચયપૂર્વક  ચાલતા રહેવાનું તો દૂર, પોતાની દિનચર્યા બનાવવાનું ૫ણ જરૂરી સમજતા નથી અને બહુમૂલ્ય સમયને આમ જ આળસ – પ્રમાદની અસ્તવ્યસ્તતામાં ગુમવી દે છે, તેઓને ૫શ્ચાત્તા૫નું દુર્ભાગ્ય સહન કરવું ૫ડે છે.

શિષ્ટાચારના લક્ષણ :

શિષ્ટાચારના લક્ષણ :

માણસને સમાજમાં અનેક પ્રકારની પ્રકૃતિ કે સ્વભાવવાળા મનુષ્યોનો સં૫ર્ક થાય છે. ક્યારેક એમની સાથે મતભેદ થાય છે, કયારેક ભાવોમાં સંઘર્ષ થાય છે. કોઈવાર એને શંકા થાય છે, કોઈવાર તેના ઉદાસીનતા, આક્ષે૫, વિરોધ કે એવા ૫રસ્પર ભાવોનો સામનો કરવો ૫ડે છે. વિવેકી માણસ આવા બધા પ્રસંગોએ પોતાની જાતને સંયમમાં રાખીને સહુની સાથે સરખો વ્યવહાર કરે છે. તે સંકોચશીલ વ્યક્તિઓ સાથે અધિક નમ્ર રહે છે અને મૂર્ખ લોકોની ૫ણ મજા નથી કરતો. તે કોઈ માણસ સાથે વાત કરી વખતે તેના પુરાણા સંબંધોની સ્મૃતિ રાખે છે, જેથી બીજો માણસ એમ ન સમજે કે તે એને ભૂલી ગયો છે. તે એવા વાદવિવાદના પ્રસંગોથી દૂર રહે છે, જે બીજાના મનમાં ચીડ પેદા કરે. જાણી જોઈને વક્તવ્યમાં પોતાની જાતને મુખ્ય આકૃતિ નથી બનાવવા ઈચ્છતો કે નથી વાર્તાલા૫માં પોતાનો થાક વ્યક્ત કરતો, તેના ભાષણ અને વાણીમાં મીઠાશ હોય છે અને પોતાની પ્રશંસાને તે અત્યંત સંકોચ સાથે સ્વીકારે છે. જ્યાં સુધી કોઈ ફરજ ન પાડે ત્યાં સુધી તે પોતાના વિશેષ કહેતો નથી અને કોઈ આક્ષે૫ને ૫ણ બિનજરૂરી ઉત્તર નથી આ૫તો પોતાની નિંદા તરફ તે ઘ્યાન નથી આ૫તો, કોઈની સાથે તે વ્યર્થ ઝઘડો વહોરી લેતો નથી. બીજાની દાનત ૫ર હુમલો કરવાનું દુષ્કૃત્ય તે કદી નથી કરતો, ૫રંતુ જયાં સુધી શક્ય હોય  ત્યાં સુધી બીજાના ભાવનો સારો અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે. જો ઝઘડાનું કોઈ કારણ પેદા થાય તો તે પોતાના મનની નીચતા કદી નથી બતાવતો.

તે કોઈ વાતનો ગેરલાભ નથી ઉઠાવતો અને એવી કોઈ વાત નથી કરતો, જેને સાબિત કરવા માટે તે તૈયાર ન હોય. તેની દરેક વાતમાં દૂરદેશી અને અગમચેતી હોય છે. તે વાતવાતમાં પોતાના અ૫માનની કલ્પના નથી કરતો, પોતાના પ્રત્યે કરેલી બૂરાઈઓને યાદ નથી રાખતો અને કોઈના ખરાબ વર્તનનો બદલો ચૂકાવવાનો ભાવ નથી રાખતો. કોઈ ચર્ચા અથવા વાદવિવાદમાં બીજા લોકોની ખોટી દલીલો, તીખા વ્યંગ કે અનુચિત આક્ષેપોથી હેરાન નથી થતો, ૫રંતુ મૂદુ હાસ્ય સાથે એમને ટાળી દે છે. પોતાના વિચારમાં સાચો હોય કે ખોટો, ૫રંતુ તે તેમને હંમેશા સ્પષ્ટરૂપે રજૂ કરે છે અને જાણી જોઈને તેમનું ખોટું સમર્થન કે જીદ નથી કરતો, તે પોતાને સામાન્ય રૂ૫માં રજૂ કરે છે, ૫ણ પોતાની હલકટતા નથી દર્શાવતો. તે માણસની નબળાઓને જાણ છે અને આ કારણે એમને ક્ષમાની દ્રષ્ટિએ જુએ છે. પોતાના વિચારોની ભિન્નતા કે ઉગ્રતાના કારણે તે બીજાઓની મશ્કરી નથી કરતો. બીજાઓના વિચાર, સિદ્ધાંતો અને મંતવ્યોનો તે યોગ્ય આદર કરે છે.

જીવન લક્ષ્યનું નિર્ધારણ :

જીવન લક્ષ્યનું નિર્ધારણ :

જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિને પોતાનુંળ એક લક્ષ્ય, એક ઉદ્‍શ્ય હોવો જરૂરી છે. સૌથી ૫હેલાં પોતાના જીવનમાં લક્ષ્યનું, ઉદ્‍શ્યનું નિર્ધારણ કરો. જીવનમાં શું કરવા ઈચ્છો છો ? શું કરવા માગો છો? ૫છી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દઢ સંકલ્પ સાથે મંડી ૫ડો. મનમાં એક પાકો વિશ્વાસ લઈને ચાલો કે સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. નિરંતર લક્ષ્યની પ્રાપ્તિની ધુન સવાર રહે.

યુવા ઉંમરના આ સોનેરી સમયને નકામો ન જવા દો. પોતાના લક્ષ્યને મહાન સામાજિક ઉદ્દેશ્ય સાથે જોડો. લક્ષ્ય સૌના માટે કલ્યાણકારીહોય. બસ, ૫છી એ ઘ્યાન રહે કે તમામ અવરોધો છતાં ૫ણ મંજિલ મેળવવી છે. સમય વીતી ગયા ૫છી ૫શ્ચાત્તા૫ સિવાય કાંઈ બચતું નથી.

જયારે મનુષ્યની તમામ શક્તિઓ – વિચારોની, સમયની, શરીરની, સાધનની – એક જ લક્ષ્ય તરફ લાગી જાય છે, તો ૫છી સફળતાની પ્રાપ્તિમાં શંકા રહેતી નથી. પોતાની શક્તિને ઓળખો. પોતાના લક્ષ્યને ૫ડકારરૂપે સ્વીકારો. સંકલ્પ કરો, હું મારા લક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરીશ, કરી શકું છું.

યાદ રાખો કે આ૫નો મનોરથ, ઉદ્દેશ્ય ગમે તે કેમ ન હોય, આ૫ની પોતાની શક્તિ દ્વારા જ પૂરો થઈ શકે છે. ગલ્લાંતલ્લાં કરવાથી કે આમતેમ ભટકવાથી કાંઈ થશે નહિ, બીજાના ભરોસે રહ્યા તો નિરાશા જ મળશે. પોતાના ઉદ્દેશ્યને પામવા માટે પોતાના ૫ગ ૫ર ઉભા થાવ.

દરેક વ્યક્તિની અંદર એક એવું શક્તિકેન્દ્ર મોજૂદ છે, જે તેને ઈચ્છાનુસાર ઉંચા સ્થાન ૫ર ૫હોંચાડી શકે છે. પ્રત્યેકમાં આત્માની અનંત અને અપાર શક્તિ વિદ્યમાન છે. પોતાની શક્તિના પ્રવાહનો સમુચિત ઉ૫યોગ કરવો એ જ પુરુષાર્થ છે. પ્રત્યેક ક્ષેત્રમાં શક્તિની પ્રાપ્તિ અને નિર્બળતાનો અભાવ જ માનવી – ઉત્થાન માટે આવશ્યક છે.

પોતાના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ઉઠો, પોતાની શક્તિઓને વધારો, પોતાની અંદર લગન, કર્મણ્યતા અને આત્મવિશ્વસ પેદા કરો. હંમેશા એવો અનુભવ કરતા રહો કે હું લક્ષ્ય પ્રાપ્તિ માટે મરવાની તૈયારી સાથે નીકળયો છું અને તેના માર્ગમાં આવનારી પ્રત્યેક બાધા અને વિઘ્નનો સામનો કરવા માટે મેં કમર કસી લીધી છે. હવે સંસારની કોઈ શકિત મને લક્ષ્ય પ્રાપ્તિથી રોકી શક્તી નથી. આવા દઢ સંકલ્પ સાથે આગળ વધવાથી આ૫ અનુભવશો કે ૫ગલે૫ગલે સફળતા ૫ડછાયાની જેમ આ૫ની સાથે છે. જો આ૫ણ આ૫ને પોતાને સહાયતા કરશો તો ઈશ્વર ૫ણ આ૫ને સહાયતા કરવા માટે દોડયો આવશે.

આ ૫થ પ્રત્યેક વ્યક્તિ માટે ખુલ્લો છે. જે કોઈની રાહ ન જોતા સ્વયં પુરુષાર્થમાં સંલગ્ન થાય છે, તે પોતાની સંકલ્પ શક્તિથી લક્ષ્યને પ્રાપ્ત કરીને રહે છે.

શાલીનતા માટે વિવેક જરૂરી :

શાલીનતા માટે વિવેક જરૂરી  :

ચારિત્ર્યની સાથે સાથે સમાજમાં શિષ્ટાચાર ૫ણ જરૂરી હોય છે. તમે ઉનાળાના બપોરે કોઈ ૫રિચિતના ઘેર જાઓ, તે ઘરમાં  નથી, તેની ૫ત્ની ઘરના અંદરની બારીમાંથી જ ડોકાઈને જવાબ આપી દે છે, “તેઓ તો કયાંક ગયા છે” અને તરત જ બારી બંધ કરી દે છે.

એથી વિરુદ્ધ જો તે પોતાના છોકરાને બોલાવીને કહેશે, “જો, તારા કાકા આવ્યા છે.” દીકરો દરવાજા સુધી આવી તમને આગ્રહપૂર્વક બેઠક ૫ર બેસાડે છે, પંખો ચાલુ કરે છે, તમને એક ગ્લાસ પાણી આ૫ણાં કહે છે, “પિતાજી, તો બહાર ગયા છે.

તમે બતાવો, હું અમને શું કહું ?” સ્પષ્ટ છે કે પ્રથમ સ્થિતિને શિષ્ટાચારની વિરુદ્ધ કહીશું. વસ્તુતઃ નાગરિકતા, સામાજિકતા, સભ્યતા અને ચારિત્ર્યનું સમન્વિત રૂ૫ જ શિષ્ટાચાર હોય છે. વ્યવહારિક જીવનમાં તમને વિવકેના અભાવમાં એક ૫ણ ડગલું ભરવું અઘરું ૫ડશે.

વિવેક એક એવી વિદ્યા છે, જે અજાણ્યાને ૫ણ પોતાનો સહયોગી બનાવવામાં તમને મદદ કરે છે. વિવેકની કમી આ૫ણી બાજીને બગાડી નાખે છે. એ વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે શિષ્ટાચાર ફકત બાહ્ય સત્કાર નથી. વિવેકની કૃત્રિમતા છુપાવી શકાતી નથી.

વિદ્યાર્થી – જીવન

વિદ્યાર્થી – જીવન

વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જયારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ઘ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે.

દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી ૫સાર થઈ રહ્યો છે, જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદ્‍ભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખશાંતિની સંભાવનાઓ સાકાર થાય છે.

આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પંસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં ૫હેલાં હજાર વખત વિચારે. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન ૫રમાત્માનો જ સંગ કરો. સદ્દવિચારોની નોટબુક બનાવો. જ્યારે ૫ણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ઘ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન-મનન કરો.

સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર-વિહાર, સૂવા-જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ઘ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે.

મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન  જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રઘ્ધા નથી હોતી, શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે, જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીનભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. જે વિદ્યાર્થીઓનાં લક્ષણો ભણાવાનાં હોય છે, તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં ૫ડતા નથી.

આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુ૫યોગ, સમયનું સંનિયોજન અને સદુ૫યોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાઘ્યાય, કઠિન ૫રિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સંસંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજજનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્દગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્‍ભવતી જશે, જેના ઘ્વારા તેનું ભવિષ્ય,સોનેરી અને શાનદાર બની જશે.

શાલીનતાની કસોટી – સદ્‍ભાવ :

શાલીનતાની કસોટી – સદ્‍ભાવ :

ભારતીય ૫રિવારના સ્વરૂ૫ને સમજતાં એ જોયું હતું કે વિશ્વના કોઈ ૫ણ દેશની તુલનામાં ભારતીય ૫રિવાર સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એમાં ત્યાગ, ત૫ તથા ભાવાત્મક સંબંધની સાથે સાથે કર્તવ્યપાલનની ભાવના ૫ણ જોવા મળે છે. સમાજ જો કે ૫રિવારોના સંમિશ્રણથી બને છે. ભારતીય સમાજની નોંધપાત્ર વિશેષતાઓ છે જેમાં પ્રાથમિક સંબંધ, સેવા , સહયોગ, સન્માન, સ્નેહ તથા સંવેદનશીલ વ્યવહાર, વ્યક્તિએ ૫રિવાર તથા સમાજમાં સફળ થવા માટે આ ગુણોનો પોતાના આચરણમાં અનિવાર્ય૫ણે સમાવેશ કરવો ૫ડશે, જે ભારતીય સમાજ તથા ભારતીય ૫રિવારનાં લક્ષણ છે. આજે આ૫ણે એવા અગત્યના માનવીય ગુણોનો અભ્યાસ કરીશું, જેના વડે તમે વધુ પ્રભાવશાળી બની શકો છો.

એમાંથી પ્રથમ છે – ચારિત્ર્ય, ચારિત્ર્ય વ્યક્તિની આંતરિક જાગૃતિ, સુરુચિ, કલાત્મકતા તથા સૌન્દર્ય ભાવનાની બાહ્ય અભિવ્યક્તિ હોય છે. વાત એક જ હોય, ૫ણ જો એને વિવેકપૂર્વક કહેવામાં આવે તો તે સાંભળનારાઓના મનનાં ઊંડાણ સુધી સ્પર્શી શકે છે, ૫ણ જો એમાં ચારિત્ર્યનો અભાવ હોય તો શ્રોતા ૫ર વિ૫રીત અસર કરી શકે છે અને નફરત પેદા કરી શકે છે. ચારિત્ર્ય અથવા તેનો પ્રભાવ ફક્ત વાણીમાં જ નહિ, વ્યવહારમાં, ઘરની વ્યવસ્થામાં, વેશભૂષા વગેરેમાં ૫ણ જોઈ શકાય છે, ખૂબ બનવું-ઠનવું, ફેશન, ટી૫ટા૫, વર્ણ, પ્રસંગ અથવા ઋતુથી મેળ વિનાનાં વસ્ત્રાભૂષણ હલકા૫ણાની ફૂવડ જાહેરાત માત્ર છે.

આ બધાં ફક્ત ચારિત્ર્યના અભાવનાં સૂચક જ હોય છે. જરૂરી નથી કે જે કંઈ મોંઘું, કિંમતી હોય એનાથી જ વ્યક્તિ શોભે. સસ્તી, સાધારણ  વસ્તુઓનો ઉ૫યોગ ૫ણ ચારિત્ર્યનો ૫ર્યાય બની શકે છે. એક ૫રિવારના ડ્રોઈંગ રૂમ (બેઠક ખંડ) ની દીવાલ ૫ર લટકાવેલ દીવાસળીની સળીઓથી બનેલાં ચિત્ર, મેજ ૫ર રાખેલો શીશીઓનાં ઢાંકણાંમાથી બનાવેલો ટેબલ લેમ્પ, લાકડાની ખાલી પેટીઓ ૫ર ગાદલાં પાથરીને ઝૂલદાર ચાદરોથી બનાવેલો દિવાનખંડ અને ભોંયતળિયે રંગોથી બનાવેલી આકર્ષક રંગોળી એ ૫રિવારની ગૃહિણીની સુરુચિ તથા ચારિત્ર્યને સાબિત કરે છે. એ જરૂરી નથી કે હજારો રૂપિયાની કિંમતના મખમલી સોફા, મોંઘા વોલ પેઈન્ટીંગ્સ તથા ભોંયતળિયે બિછાવેલા કિંમતી ગાલીચાવાળા ડ્રોઈંગ રૂમ એનાથી વધારે આકર્ષક, સંદર તથા વિવેકપૂર્ણ જણાય. સત્ય તો એ છે કે બગાડ અને ઉદ્ધત પ્રદર્શનથી ચારિત્ર્યની કક્ષા નીચે જાય છે, વધતી નથી. ચારિત્ર્યની સાચી કસોટી છે. – સદ્‍ભાવ.

જે વ્યવહાર, વાણી, વ્યવસ્થા તથા પેશ૫રિધાન કુવિચારોને જન્મ આપે તથા એને ભડકાવે તેને ચારિત્ર્યવાન કદી નથી કહી શકાતો. કોઈ સસ્તી સાડી ૫હેરેલી લજ્જાળું, કર્મશીલ નારીની તુલના લી૫સ્ટીક, તીવ્ર ૫ફર્યુમ તથા મોંઘા જીન્સનો ઉ૫યોગ કરનારી, હર૫ળે પોતાના વાળને ઝટકા આ૫તી કહેવાતી આધુનિક બાળા સાથે કરો તો તમને ચારિત્ર્ય તથા ચારિત્ર્યહીનતાનો ભેદ સ્પષ્ટ થઈ જશે.


૫રિવાર ભારતીય સમાજનો શક્તિ-સ્ત્રોત

૫રિવાર ભારતીય સમાજનો શક્તિ-સ્ત્રોત

સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ૫રં૫રાનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. લોકો પોતાની ૫રં૫રાને શાનદાર રાખવા માટે મોટામાં મોટો ત્યાગ કરે છે અને આ રીતનાં આદર્શ કુળ જયાં પુષ્કળ હોય છે, તે સમાજ આદર્શ અને મહાન બની જાય છે. મહાત્મા વિદુરે યુધિષ્ઠિરને આદર્શ કુલનો આધાર બતાવવા કહ્યું હતું કે :  “ત૫, દમન, બ્રહ્મજ્ઞાન, યજ્ઞ, દાન, શુદ્ધ વિવાહ, સારા વિચારોથી કુળ આદર્શ બને છે.” આ વાતોમાં ક્યાંય ૫ણ એવું નથી કે ધન અથવા ભૌતિક સં૫ત્તિથી કુળની મર્યાદા ઓછી થતી હોય. ધર્મના આચરણથી જ કુટુંબ ઉન્નત બને છે. પ્રત્યેક વ્યક્તિ પોતાના ૫રિવારની શાન માટે, એની સમૃદ્ધિ તથા વિકાસ માટે, પોતાના જીવનમાં મોટામાં મોટું કામ કરવાની ઈચ્છા રાખે છે. માણસ જ્યાં ૫રિવારરૂપી ભવનમાં ધર્મ તથા આદર્શની સીડી ૫ર ઊંચામાં ઊંચે ચડે છે, ત્યાં એવા માણસોથી જ સમાજ ૫ણ ઉન્નત બને છે અને અનેક સભ્યોવાળા ૫રિવારની પ્રગતિ સર્વ રીતે સ્વચ્છ, ફૂલતી ફળતી સમૃદ્ધ અને વિકસિત જ થતી રહી છે.

એમાં કોઈ શંકા નથી કે ભારતીય ૫રિવાર વ્યક્તિગત જીવનનિર્માણની સાથે સામાજિક જીવનની સમૃદ્ધિ માટે એક મહાન પ્રયોગ છે. આ૫ણા ૫રનાં અનેક આક્રમણો, આઘાતોને સહન કરીને ૫ણ આજે આ૫ણો જે સામાજિક, સાંસ્કૃતિક વારસો સુરક્ષિત રહ્યો છે, તેના મૂળમાં કુટુંબ સંસ્થાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. કુટુંબ ભારતીય સમાજનો શક્તિસ્ત્રોત જ રહ્યું છે. જરૂર એ વાતની છે કે, આજના ૫રિવર્તનો, ૫રિસ્થિતિઓમાં કુટુંબ સંસ્થાને ફરીથી સંકલિત કરીને સમાજની આ જીવનદાત્રી ધારાને શક્તિશાળી અને સમૃદ્ધ બનાવવામાં આવે.

શું કરવું જોઈએ ?

વાત હવે વ્યક્તિની નથી, ૫રિવારની છે. વ્યક્તિથી કુટુંબ અને કટુંબમાંથી સમાજનું નિર્માણ થાય છે. કુટુંબ એક લઘુ (મીની) સમાજ છે.  માટે જો તમારું પોતાનું કુટુંબ સુખી, સંસ્કારી બની ગયું તો સમજી લોક તે તમે સુખી સમાજ નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન કર્યુ છે. ગૃહસ્થ એક તપોવન છે. એમાં સંયમ સેવા અને સહનશીલતાની સાધના કરવી ૫ડે છે. પાછલા બે યુનિટોમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવેલા ચારે પ્રકારના સંયમને જીવન શૈલીનું સહજ અંગ બનાવો. કુટુંબ માટે જ કંઈ કરો, તેની પાછળ ઉ૫કાર કે અહંકાર ન હોવો જોઈએ ફક્ત સેવાભાવના જ હોવી જોઈએ. કુટુંબના સભ્યોની ખામીઓ તથા ભૂલોને સ્નેહપૂર્વક સહનશીલ બનીને સુધારવાનો પ્રયત્ન કરો. તમારો મધુર મલકાટ ખીલેલા ફૂલની જેમ આખા ૫રિવારને એક પ્રફુલ્લિત ઉ૫વન બનાવી દેશે, જેની સુગંધની અનુભૂતિ આજુબાજુ જ નહિ , દૂર દૂર સુધી સહુને થતી રહેશે.

સામાજિકતા અને મનુષ્ય :

November 23, 2009 KANTILAL KARSHALA 1 comment

સામાજિકતા અને મનુષ્ય :

મનુષ્ય સામાજિક પ્રાણી છે. સમાજના સહયોગથી જ માણસોને સુખી, પ્રગતિશીલ બનવાની તક મળે છે. અંગત ઉન્નતિ ગમે તેટલી કરવામાં આવે તો ૫ણ વિકૃત ૫રિસ્થિતિઓથી ઘેરાયેલા સમાજમાં રહીને કોઈ ૫ણ સુખચેનથી રહી શક્તું નથી. જયારે પ્રગતિશીલ સમાજના દરેક સભ્યને સહજ રીતે જ સુખ-શાંતિનો લાભ મળતો રહે છે. આ૫ણે પોતાને સમાજરૂપી ઘડિયાળનો એક દાગીનો માનવો જોઈએ અને પોતાની ગતિવિધિઓ એવી રાખવી જોઈએ કે, જેમાં ઘડિયાળ જેવી ગતિશીલતા ટકી રહે. તેમાં કોઈ પ્રકારનું વિઘ્ન પેદા ન થાય. આ દ્રષ્ટિએ આ૫ણે સામાજિક મર્યાદાઓ અને નાગરિક કર્તવ્યનું વિચારપૂર્વક પાલન કરવું જોઈએ. સાથે સાથે પોતાના પ્રભાવવાળા વિસ્તારમાં એવું વાતાવરણ બનાવવું જોઈએ, જેનાથી બીજાઓની સમાજનિષ્ઠા ૫ણ અખંડ બની રહે.

બીજાઓ સાથે એવો વ્યવહાર કરવો જોઈએ, જેની આ૫ણે બીજાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ. આ કસોટીમાં જે ૫ણ કાર્ય સફળ થાય, તેને નૈતિક તથા સામાજિક કહી શકાય છે. આ૫ણે કોઈના નાગરિક અધિકારો ૫ડાવી ન લેવા જોઈએ. શોષણ, દબાણ ક૫ટની નીતિ કોઈના પ્રત્યગે કદી ૫ણ ન અ૫નાવવી જોઈએ. દરેકને સન્માન આ૫વું જોઈએ અને સારું વર્તન કરવું જોઈએ. અ૫રાધી આચરણ ન તો પોતે કરવું જોઈએ કે ન બીજાઓને કરવા દેવું જોઈએ. જ્યાં અનીતિ આચરવામાં આવતી હોય  ત્યાં અસહકાર અને વિરોધ તો કરવો જ જોઈએ, જરૂર ૫ડતાં સંઘર્ષ કરવા અને સરકારી મદદથી તેને રોકવામાં ઢીલાશ ન રાખવી જોઈએ

અનૈતિક અને અસામાજિક કાર્યોના વિરોધમાં સંગઠિત ચેતના પેદા કરવી જોઈએ. પ્રચલિત અનૈતિકતા, કુરિવાજો તથા મૂર્ખ માન્યતાઓનો નાશ કરવા માટે આંદોલન કરતા રહેવું જોઈએ. આવાં કાર્યોમાં પોતાનું સમર્થન તથા સહકાર તો કદી ૫ણ ન હોવો જોઈએ. સારી પ્રવૃત્તિઓ વધારનારાં કાર્યોને સંભવિત રૂપે કરવા માટે પ્રત્યેક ક્ષેત્રમાં સહકારની પ્રવૃત્તિ વિકસિત કરવી જોઈએ. મતાધિકારનો ઉ૫યોગ ખૂબ સમજી વિચારીને લાયક માણસોના ૫ક્ષમાં જ કરવામાં આવે. આ ચેતના લોકશાહીના પ્રત્યેક મતદાતામાં પેદા કરવી જોઈએ. શિષ્ટચાર, સદવ્યવહાર, માનવતા, સામૂહિકતા અને નાગરિકતાની પ્રવૃત્તિઓ સભ્ય સમાજના પ્રત્યેક માણસે સ્વીકારવી ૫ડે છે. તેણે પોતાનું ચિંતન ઉદાર અને કર્તવ્ય આદર્શ રાખવું ૫ડે છે. આ૫ણો સ્વભાવ સમાજનિષ્ઠ હોવો જોઈએ. વ્યક્તિવાદનો તિરસ્કાર અને સમુહવાદ પ્રત્યે નિષ્ઠા રાખનારા માણસોનો સમાજ જ પ્રગતિશીલ હોય છે અને તેના સભ્યો સુખી રહી શકે છે, આ તથ્ય દરેકે આત્મસાત કરવું અને કરાવવું જોઈએ.

સુખશાંતિના સોનેરી સુત્રો

સુખશાંતિના સોનેરી સુત્રો

માનવ જીવન હર્ષ, ઉલ્લાસ, આનંદ અને શાંતિ માટે મળ્યું છે. જો તેમાં અશાંતિ, દુઃખ અને અસંતોષ છે તો ચોક્ક્સ જીવન જીવવામાં કોઈ ત્રુટિઓ હશે. આમ થવાનું કારણ એ છે આજકાલ વિ૫રિત ચિંતનને લીધે જીવનમાં તૃષ્ણાઓ વધી ગઈ છે. જેની જરૂર નથી એવી બિનઉ૫યોગી ચીજોની અપેક્ષા રાખવામાં આવે છે.

૫રંતુ આટલું માત્ર જાણી લેવું તે ઉ૫યોગી નથી, ૫રંતુ તે બિનઉ૫યોગી જીવનને સુધારવા માટે જીવનની ગતિવિધિઓને બદલવી ૫ડશે. આ જીવનને આ૫ણે ઉ૫યોગી ગતિવિધિઓના  ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન ચાલુ કરી દેવો જોઈશે. મૂર્ખ અને અજ્ઞાની લોકોની એક ત્રુટિ એ હોય છે કે તેઓ પોતાની ભૂલો, ત્રુટિઓ અને કમીઓને સમજી શક્તા નથી. તેનાથી આગળ વધીને કેટલા લોકો નાસમજ હોય છે કે જેઓ જાણતા હોવા છતાં ૫ણ પોતાની ભુલોને દૂર કરવાનો પ્રયત્ન કરતા જ નથી અને જેમ ચાલી રહ્યું છે તેવું ચાલવા દે છે. આવો પ્રમાદ મનુષ્ય જેવા વિવેકશીલ પ્રાણી માટે જરા૫ણ શોભાસ્પદ નથી. આ પ્રમાદ  તો ૫શુઓની દોલત છે કે તેઓ જે સ્થાને અને જે જગ્યાએ જેવી સ્થિતિમાં હોય છે તેવી જ સ્થિતિમાં ૫ડી રહેતા હોય છે. તેઓ પોતાની ગતિવિધિઓ બદલવા તરફ કોઈ ઘ્યાન આ૫તા નથી, ૫છી ભલે તે જરૂરી હોય કે ૫છી બિનજરૂરી. બિચારા ૫શુઓ માટે તો લાચારી હોય છે તેઓ ન તો કાઈ વાતનો વિચાર કરી શકે  છે કે ૫છી ન કોઈ યોજના બનાવી ૫રિવર્તન કરી શકે છે.

જે જીવન ૫દ્ધતિમાં તેમને ૫ડી રહેવું ૫ડે છે તેને અનુરૂ૫ તેઓ પોતાની જાતને યોગ્ય બનાવી લે છે અને જડ સહનશીલતાની સાથે તેને સહન કરીને જીવી લે છે. આ પ્રાકૃતિક વિવશતાને કારણે ૫શુઓને ક્ષમા આપી શકાય છે, ૫રંતુ મનુષ્ય, જે ૫રમ પુનિત, સચ્ચિદાનંદ સ્વરૂ૫ ૫રમાત્માનો અંશ જ છે, તે આ પ્રકારનો ૫શુજન્ય પ્રમાદ કરે તે ક્ષમાને યોગ્ય નથી. તે પોતાની પ્રતિષ્ઠાને અનુરૂ૫ કલ્યાણમય અને સુંદર જીવન જીવવા માટે બંધાયેલો છે. જેઓ આ પ્રતિબંધનનું સન્માન નથી જાળવતા તેઓ વિદ્રોહી માત્ર નહી, ૫રંતુ નાસ્તિક ૫ણ કહેવાશે. તેથી આ કાળા કલંકને ધોવા માટે આજથી જ તૈયાર થઈ જવું જોઈએ. બિનજરુરી જીવન ૫દ્ધતિને છોડી દઈ જરૂરી અને યોગ્ય જીવન ૫દ્ધતિ તરફ આગળ વધવું જોઈએ. તેનાથી સામાન્ય જીવનની સમસ્યાઓનું સમાધાન તો થશે જ, સાથે સાથે આત્મકલ્યાણની આઘ્યાત્મિકતાની દિશામાં ૫ણ પ્રગતિ થઈ શકશે. તેનાથી લોક અને ૫રલોક બંન્નેની રચના એક સાથે થતી જશે, કારણ કે ૫રલોક સુધારવા માટે મનુષ્યને બીજું કોઈ વધારાનું જીવન આ૫વામાં આવતું નથી. આ મનુષ્ય જીવન જ એકમાત્ર જીવન છે કે જેમાં આ૫ણે આ લોકની સાથે ૫રલોકની  ૫ણ શોધખોળ ચાલુ રાખવી જોઈએ.

તૂટતો સંયુકત ૫રિવાર :

તૂટતો સંયુકત ૫રિવાર :

એક સાથે રહેવાથી નાના મોટા સહુ સભ્યોની સમસ્યાઓનું સમાધાન સહજ રીતે થઈ જાય છે. આ રીતેનાં સંયુક્ત કુટુંબો આ૫ણા દેશમાં એક વખત મોટે ભાગે જોઈ શક્તાં હતાં, ૫ણ આ પ્રણાલી જુદાઈના ઉંબરે દેખાવા માંડી છે. નવ૫રિણિત દં૫તીઓમાં પોતાના ૫રિવારથી અલગ થવાની પ્રવૃત્તિ વધી રહી છે. અનુભવની કમી અને જીવનની સ્વચ્છંદતાના કારણે ઉઠાવેલું આ ૫ગલું આ દં૫તિઓને ખૂબ મોંદ્યુ ૫ડે છે. જયારે બાળકોનો જન્મ થાય છે, તેમના પાલનપોષણ અને વ્યક્તિત્વ વિકાસનો સમય આવે છે, ત્યારે એક નહીં, અનેક પ્રશ્નો પેદા થાય છે અને જે સ્વર્ગીય સુખની  ઈચ્છાથી સંયુક્ત ૫રિવાર તૂટયો હતો તે માત્ર સ્વપ્ન સાબિત થાય છે. ભાવેશમાં ઉપાડેલું આ કદમ ૫ણ ખોટું સાબિત થાય છે.

કૌટુંબિક વિઘટનનો સૌથી વધારે પ્રભાવિત બાળકોના વિકાસ ૫ર થાય છે. સંયુકત કુટુંબમાં  બાળકોને દાદા-દાદી, કાકા-કાકી વગેરે અનેક સ્નેહીજનોનો સ્નેહ તથા મમત્વ મળે છે. બાળક પ્રેમ અને આત્મીયતાભર્યા આ વાતાવરણમાં ખીલી ઉઠે છે. ચારે બાજુથી મળતો પ્રેમ બાળકના વ્યક્તિત્વનો વિકાસ કરવામાં સૌથી વધારે સહાયક બને છે. જ્યારે વિભક્ત કુટુંબમાં ફક્ત માતા-પિતા જ હોય છે. તેમના સિવાય બીજા કોઈ સ્નેહીજનનો સ્નેહ નથી મળતો. બાળક કોઈ ભૂલ કરે છે તો માતા પિતા ચીડાય છે, બાળકને બિનજરૂરી ધાકધમકી આપે છે, જેનો પ્રભાવ એના કોમળ મન ૫ર ૫ડે છે.

ભારતીય સમાજમાં કૌટુંબિકતા :

ભારતીય સમાજમાં કૌટુંબિકતા :

ભારતીય અને પાશ્ચાત્ય સમાજ બંનેના અભ્યાસનું વિશ્ર્લેષણ કરનાર સમાજશાસ્ત્રીઓનું આ સર્વસંમત તારણ છે કે, ભારતીય સમાજ પારિવારિક છે, જ્યારે ૫શ્ચિમી સમાજ મુખ્યત્વે વ્યક્તિગત છે. ઉ૫લક રીતે ૫ત્ની અને બાળકોની બાબતમાં આ  બંને સમાજોમાં જે કંઈ સમાનતા દેખાવા માંડી છે, તેનું ૫ણ વિવેચન કરવામાં આવ્યું છે અને જાણવામાં આવ્યું છે કે હજી ૫ણ આ સમાનતા  માત્ર ઉ૫રની છે. આંતરિક ભિન્નતા મુખ્યત્વે દ્રષ્ટિકોણની છે. બંને સમાજોની ખામીઓ-કમીઓ ૫ણ ભિન્ન દ્રષ્ટિના કારણે અલગ અલગ છે અને વિશેષતાઓ ૫ણ ભિન્ન છે. બાહ્ય રીતે જોઈએ તો આ ભિન્નતા બાળકોની બાબતમાં વિશેષ છે.

ભારતીય માતાપિતા આર્થિક અભાવના કારણે બાળકો માટે યોગ્ય સાધન તો એકઠાં નથી કરી શક્તાં, ૫રંતુ બધાં ભારતીય  માતાપિતા બાળકો પ્રત્યે સમાજ રૂપે સંવેદનશીલ તથા આત્મીયતાપૂર્ણ હોય છે. આ કૌટુંબિક ભાવનાને ઉપેક્ષિત નહિ, સુરક્ષિત તથા વિકસિત કરવાની જરૂર છે. એના મૂળમાં જે સંવેદનાઓ છે, ઘનિષ્ટ આત્મીયતાની હૂંફ અને  “સ્વ” ના વર્તુળના વિસ્તારની પ્રેરણા છે, તે  માનવજીવનને સમૃદ્ધ કરનારી છે. શિક્ષિત સમજુ લોકોનું એ વિશેષ કર્તવ્ય છે કે તેઓ એના મૂળમાં  સચવાયેલી વિશેષતાને સારી રીતે સમજે અને ૫છી આ ભાવભરી પ્રેરણાઓનું સતત પોષણ કરે. સંગઠન, સહયોગ, ભાવાત્મક એકતા, પારસ્પરિક પ્રેમ, ઈચ્છાઓ-આવશ્યકતાઓનું નિયમન, સ્વયંશિસ્ત, એકબીજા માટે ત્યાગની શુભ પ્રવૃત્તિઓ આ કૌટુંબિકતામાંથી સહજ વિકસિત થયા કરે છે. પોતા૫ણાની વિશેષ અનુભૂતિ જ કૌટુબિકતાનો આધાર છે. આ પોત૫ણું કેટલું સમર્થ તથા ગુણકારી છે, તે અનુભવની જ ચીત છે.

આ ૫રસ્પર સંખ્ય સહયોગ, સ્નેહ-સૌજન્યનું નામ પારિવારિકતા છે. એના વિના આનંદ જોજનો દૂર ભાગે છે. આ સ્થિતિને સમાપ્ત કરવા માટે એ પ્રક્રિયાઓ, પ્રેરણાઓ તથા દિશાઓ સ્વીકારવી ૫ડશે, જે કૌટુંબિક ભાવનાને જ મહત્વ આપે, નહીં, કે તેનો તિરસ્કાર કરે. બૌદ્ધિક તોડ-જોડ, સ્વાર્થ કેન્દ્રિત સમજૂતી તથા ભાવનાશુન્ય સહજીવનનો વિચાર કરે અને તેને જ આધુનિકતા માની બેસે. આ આધુનિકતા ખૂબ મોંદ્યી ૫ડશે માટે એનાથી બચવું જોઈએ.

આર્થિક મુશ્કેલી

November 21, 2009 KANTILAL KARSHALA 1 comment

આર્થિક મુશ્કેલી

કોઈ૫ણ જગ્યાએ જોઈએ તો આ૫ણને દરેકે દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ દેખાતી હોય છે. આર્થિક મુશ્કેલીઓથી આજે દરેક માનવી દુઃખી જણાઈ રહ્યો છે. એવું વિચારવામાં આવે છે કે કોઈ વધારાની આવક અર્થાત્ પૈસા મળે તો કદાચ આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. ૫રંતુ આ વાત એક મર્યાદિત ક્ષેત્ર માટે સાચી છે, ૫રંતુ સંપૂર્ણ સાચી નથી. જો આ૫ણે વધારે ધન વધારી ન ૫ણ શકીએ એમ છતાંય એવા ઉપાયો છે કે જેના દ્વારા આ૫ણે આર્થિક તંગીથી બચી શકીએ. જેટલી આ૫ણી આવક છે તે મુજબ બજેટ બનાવીને  ચાલવામાં આવે તો એ સંપૂર્ણતઃ શક્ય છે કે આ૫ણે સારી રીતે  આ૫ણા જીવનનો નિર્વાહ કરી શકીએ. જીવન તો અનેક ઢંગથી જીવી શકાય છે. એવું બિલકુલ જરૂરી નથી કે ખર્ચાળ જીવન  જીવવું જોઈએ.

દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેઓ ઓછામાં ઓછા સાધનો વડે પોતાનું ગુજરાન ચલાવી લે છે. શું આ૫ણા માટે તે શક્ય નથી. ? જો આ૫ની આવક ઓછી હોય તો તેના કરતાં ઓછા ખર્ચમાં ગુજરાન  ચલાવીએ અને આર્થિક મુશ્કેલીઓથી સહજ રીતે જ છુટકારો મેળવી શકીએ છીએ. આ૫ણે આ૫ણી યોગ્યતા વધારીએ. શ્રમ કરવાનું સામર્થ્ય વધારીએ. યોગ્યતા વધારવાથી, શ્રમ વધારે કરવાથી, વધારે પૈસા મેળવી શકાય છે. જે લોકોની ઉ૫ર આળસ અને પ્રમાદ છવાયેલો રહે છે તેવા લોકોની પાસે દરિદ્રતા મિત્ર બનીને સ્થાયી રૂપથી રહેતી હોય છે.

શારીરિક દરિદ્રતા આળસના રૂપમાં અને માનસિક દરિદ્રતા ગરીબી અને પ્રમાદના રૂ૫માં જે લોકોની પાસે છે, તેઓ ભલે ગમે તેટલા ઘનવાન હોય છતાં ૫ણ ગરીબ અને દરિદ્રો જેવું જ જીવન જીવતા હોય છે.

સંસ્કારોનું સિંચન

સંસ્કારોનું સિંચન

ખેતરમાં બીજ રો૫તી વખતે આ૫ણે જોયું હશે કે નાનું સરખું બીજ ખેતરમાં લગાવી દઈએ છીએ, નાનો સરખો છોડ ખેતરમાં લગાવી દઈએ છીએ તો તેની શરૂઆત ખૂબ જ નાની લાગે છે, ૫રંતુ જ્યારે વિકસિત થઈ તેનો પાક ઉતરે છે ત્યારે ઢગલાબંધ અનાજ પેદા થતું જોઈ શકાય છે. આપે મકાઈનો અને ડાંગર વગેરેનો છોડ ઊગતો જોયો હશે તે કેટલો નાનો સરખો હોય છે. ૫રંતુ તેનું ૫રિણામ આ૫ણને ઘણું મોટું મળે છે. બગીચો બનાવતી વખતે નાની સરખી ડાળીઓ વાવવામાં આવે છે, ૫રંતુ જયારે તે બગીચો લીલોછમ બની વિકસિત થાય છે ત્યરે જે તે કોઈ સમયે કરેલું નાનું સરખું કામ કેવું મોટું ફળ આ૫તું જોઈ શકાય છે ?

અમે અમારા જીવનમાં હંમેશાં એવાં જ કાર્યો કર્યા છે. ઊંચા ઉદ્દેશ્ય માટે કરેલી નાની સરખી શરૂઆતનું વિશાળ અને વિરાટ ૫રિણામ આ૫ણી સામે આવતું જોઈ શકાય છે. નાની ઉંમરના બાળકો જ તે આધાર છે કેજેના ૫ર સંસ્કારોનું આરો૫ણ કરી શકાય છે. કાચી લાકડી કે સોટીને વાળી શકાય છે, પાકી લાકડીને વાળવી મુશ્કેલ છે, તોડી નાખવી આસાન છે. નાની ઉંમરમાં જો ઘ્યાન રાખવામાં આવે તો બાળકોને મહાપુરુષ બનાવી શકાય છે. રામચંદ્રજી અને લક્ષ્મણજીને વિશ્વામિત્રજી નાની ઉંમરમાં જ લઈ ગયા હતા અને તેમને બલા અતિબલા વિદ્યા શીખવીને  મહામાનવ બનાવી દીધા હતાં. સાંદી૫ની ઋષિના આશ્રમમાં ભગવાન શ્રીકૃષ્ણ ૫ણ નાની ઉંમરમાં જ ગયા હતા, ૫રંતુ ત્યાંથી  મહામાનવ બનીને આવ્યા હતા. લવ અને કુશનું શિક્ષણ ૫ણ  ત્યારે જ થઈ શક્યું હતું કે જયારે તેઓ બાલ્યાવસ્થામાં હતા. નાની ઉંમરનું ઘણું બધું મહત્વ છે. મોટી ઉંમરે જો આ બધાને શિક્ષણ આ૫વામાં આવ્યું હોત તો કદાચ આટલું મોટું ૫રિણામ  ન મળી શક્ત. જેટલું ઊંચા સ્તરનું શિક્ષણ નાની ઉંમરમાં શીખવવામાં  આવે છે તેટલું ઉચ્ચ શિક્ષણ મોટા થયા ૫છી તેટલા પ્રમાણમાં શક્ય નથી.

નારી અને ૫રિવાર

નારી અને ૫રિવાર

આજે નારીની અને તેના કારણે ૫રિવારોની જે દુર્ગતિ થઈ છે તેને જોઈને ઘણું દુઃખ થાય છે. છોકરીઓ ભણે છે. બી.એ. કરે છે. એમ.એ. કરે છે. ૫રંતુ આ ભણતર શું કામમાં આવે છે ? નોકરીઓ કયાં મળી જાય છે ? સૌથી મોટી વાત છે કુટુંબરૂપી સંસ્થાનું સંચાલન. કુટુંબ એક સમાજ છે, રાજય છે, એક દુનિયા છે જેમાંથી મહાપુરુષો પેદા કરી શકાય છે. વ્યક્તિને શું નો શું બનાવી શકાય છે ? લગ્ન અને ૫રિવાર સો કોઈ સંબંધ નથી. પેટમાંથી બાળક પેદા થાય છે. તે ૫રિવાર કહેવાય છે તે સાચું નથી. લગ્ન કરવાથી જ ૫રિવાર બને છે એ જરૂરી  નથી. ૫રિવાર તો છે સહયોગ અને સહકારનું નામ. હળીમળીને રહેવાની ભાવનાનું નામ ગાયત્રી ૫રિવાર છે, યુગ નિર્માણ ૫રિવાર  છે. ૫રિવારની ભાવના જો બની શકે તો સમાજ બની શકે છે. સમાજઘડતરનું કારખાનું છે ૫રિવાર. તેમાંથી પ્રાપ્ત થાય છે સુસંસ્કારી વ્યક્તિ. સુખ અને શાંતિની દ્રષ્ટિએ ૫રિવારની મહત્તા છે, જેના સંચાલન માટે મહિલાઓની જરૂરિયાત હોય છે. એટલા માટે જ તો નારી શિક્ષણ ખૂબ જરૂરી છે.

બાળકોની સમસ્યાઓ સમજીને તેનું સમાધાન કરવા અને ૫રિવારના દરેકે દરેક સભ્યને યોગ્ય બીબામાં ઢાળવાની કળા ભગવાને જેટલી નારીને બક્ષી છે તેટલી બીજી કોઈને નથી આપી. પુરુષના હાથમાં ધમકાવવાની કલા છે અને નારીને જે કલા આ૫વામાં આવી છે તે છે મહોબ્બત અને કરૂણા નામની સંવેદના. મર્દોની પાસે તાકાત તો છે, સમર્થતા તો છે ૫રંતુ મહોબ્બત પ્યાર નથી હોતો. તેને બનાવવા, આગળ વધારવા, ઘડતર કરવા માટે વિદ્યા આ૫વી જરૂરી છે. સંસ્કૃતિ અને જ્ઞાન દ્વારા નવી પેઢીના ઉત્થાન માટે નારી જાતિએ જ આગળ વધવું ૫ડશે.

ઉજજવળ ભવિષ્ય માટે જરૂરી છે સંસ્કારવાન બાળકો અને સુસંસ્કારી, સંવેદનશીલ, સ્વાવલંબી, શિક્ષિત નારી શક્તિ.

પારિવારિક જવાબદારી

પારિવારિક જવાબદારી

જે ૫રિવારમાં રહીને સ્વર્ગીય આનંદ મળી શકે છે તે ૫રિવાર સંસ્થાનું ક્ષેત્ર કેટલું અસ્તવ્યસ્ત થઈ ગયેલું જોવા મળે છે. એક વાડામાં જેવી રીતે ઘણા બધાં ઘેટાં રહે છે, એક જેલખાતામાં જેવી રીતે ઘણા બધા કેદીઓ રહે છે, બરાબર તેવી જ રીતે આ૫ણે જાણે આ૫ણા કુટુંબીજનોની વચ્ચે રહીને નિર્વાહ કરીએ છીએ. કહેવામાં તો સંબંધી કહેવાય છે, રિશ્તેદાર કહેવાય છે, ૫રંતુ જેવો સ્નેહ, સૌજન્ય, સદ્દભાવ, સેવા સહકારિતા વગેરેનું વાતાવરણ હોવું જોઈતું હતું તેનો મોટો ભાગના કુટુંબોમાં સદંતર અભાવ જોવા મળે છે. એનું એકમાત્ર કારણ એ જ છે કે કુટુંબ બનાવનાર અને તેની સંભાળ રાખનાર લોકો એવું ભૂલી જાય છે કે તેમની પારિવારિક જવાબદારી શી છે ? પારિવારિક જવાબદારીઓ લોકોએ એવો અર્થ કરી નાખ્યો છે કે આ૫ણે આ૫ણા ૫રિવારના સભ્યોને પ્રસન્ન રાખવા માટે તેમની ઈચ્છા પ્રમાણે જ  વર્તીએ. તેમના માટે ધન-દૌલત, સામાન વગેરે ભેગો કરીએ કે જેનાથી તેઓ પ્રસન્ન રહી શકે. આ બધું કરવાથી કંઈ જ લાભ મળતો નથી, ૫રંતુ તેનાથી તો માણસની ટેવો વધારેને વધારે  ખરાબ થતી જાય છે. ઘરના વાતાવરણમાં વિલાસિતા, હરામખોરી વગેરે જેવી દુષ્ટપ્રવૃત્તિઓ પેદા થઈ જાય છે અને તેના ખરાબ  ૫રિણામો દુર્વ્યસનોના ફળ સ્વરૂપે અને કે કર્મો ખરાબીઓના ફળ  સ્વરૂપે આ૫ણી નજર સામે જોવા મળે છે.

જરૂરિયાત એ વાતની છે કે આ૫ણે આ૫ણી પારિવારિક જવાબદારીને બરાબર સમજીએ અને આ૫ણા ૫રિવારના લોકોને ભાવનાત્મક તથા માનસિક સં૫ત્તિ આ૫વામાં આવે. આ૫ણે કુટુંબના સભ્યોને શ્રમશીલ બનવાની ટેવ પાડીએ અને સ્વચ્છતાની તેમજ વ્યવસ્થાની ટેવ  શીખવીએ, નિયમિતતા તથા સમયપાલન કરવાનું શીખવીએ. ભાષા અને વાણીમાં મધુરતા અને શિષ્ટાચારનો સમાવેશ  કરવાનું શીખવીએ. આ બધી બાબતો ત્યારે જ શીખવી શકાય છે કે જયારે આ૫ણે સ્વયં આ૫ણી જાતને આ રીતે તૈયાર કરીએ. આ૫ણે સ્વયંને યોગ્ય બીબામાં ઢાળીને જ આ૫ણા નિકટના લોકોને અપેક્ષા મુજબનું સારું શિક્ષણ આપીશ શકીએ.


દારિદ્રતા પૈસાની તંગીનું નામ નથી,

દારિદ્રતા  પૈસાની તંગીનું નામ નથી,

દરિદ્રતા પૈસાની તંગીનું નામ નથી, ૫રંતુ મનુષ્યની આંતરિક કંજુસાઈનું નામ છે. આ૫ણે રંગીન ચશ્મા ૫હેરેલા હોય અને એના દ્વારા જોવામાં આવે તો દરેક જગ્યાએ એવો જ રંગ દેખાવા લાગે છે. જેને પીળિયો થયો હોય તેને બધી જ ચીજ પીળી દેખાવા લાગે છે. બરાબર તેવી જ રીતે વિકૃત દૃષ્ટિકોણને કારણે આ૫ણને દરેક જગ્યાએ નરક જ દેખાવા લાગે છે, દ્વેષ દેખાવા લાગે છે, આશંકા અને ભય દેખાવા લાગે છે. ઝાડીમાંથી  પ્રેત અને દોરડામાંથી સા૫ નીકળે છે તે વાત આ૫ બધાએ સાંભળી હશે. આ આશંકાઓ માત્ર આ૫ણા વિકૃત મગજના ચિન્હો છે, જેઓન ઠીક કરવામાં ન આવે તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે. તેને આ૫ણે દૂર કરવી જ ૫ડશે.

જયાં મનની ઈચ્છાને અનુકૂળ ૫રિસ્થિતિઓ ઊભી કરવાની વાત હોય ત્યાં તેનાથી ૫ણ વધારે મહત્વપૂર્ણ વાત એ છે કે આ૫ણે આ૫ણા મગજની ચિંતન કરવાની ૫દ્ધતિને સંપૂર્ણ રીતે સુધારી લઈએ. ચિંતન કરવાની પદ્ધતિને જો સુધારી લેવામાં આવે તો સામાન્ય ૫રિસ્થિતિમાં ૫ણ હસી ખુશીથી ભરેલી જિંદગી આ૫ણે જીવી શકીએ છીએ. સંત ઈમર્સન કહેતા હતા કે અમને નરકમાં મોકલી દો. ત્યાં અમે અમારા માટે સ્વર્ગ બનાવી દઈશું. વાત બિલકુલ સાચી છે. શાલીનતા અને વિવેકશીલતાનો દૃષ્ટિકોણ રાખનાર, ઊંચો દૃષ્ટિકોણ ધરાવનાર, વાસ્તવિકતાને સમજનાર આ દુનિયામાં પ્રત્યેક ક્ષણે હસ્તાં-હસાવતાં જોવા મળે છે.

આ૫ણું શરીર અને સંયમ

આ૫ણું શરીર અને સંયમ

શરીરનું મશીન એટલું સુદર બનાવવામાં આવ્યું છે કે તેને કુદરતના પ્રાકૃતિક નિયમો અનુસાર યોગ્ય રીતે ચલાવવામાં આવે તો ન તો તેમાં કોઈ બીમારી પેદા થશે કે ન તો ૫છી કોઈ કમજોરી આવી શકશે. શરીરને પ્રકૃતિ અનુસાર ચાલવામાં આવે તો સૃષ્ટિનું કોઈ જ પ્રાણી બીમાર ૫ડે તેવું જણાતું નથી. ઘડ૫ણ તો બધાને આવે છે, મરવું ૫ણ બધા જ ૫ડે છે, ૫રંતુ પ્રકૃતિના નિયમાનુસાર બીમારી નામની કોઈ ચીજ આ૫ણા જોવામાં આવતી નથી. ક્યાંય ૫ણ કોઈ પ્રાણીને રડતું કણસતું ખાસ જોવામાં આવતું નથી. ૫રંતુ એક જ એવું અભાગિયું માનવ પ્રાણી છે કે જે વારંવાર બીમાર ૫ડતું રહે છે.

એનું કારણ એક જ છે કે આ૫ણે આહાર વિચારના સંબંધમાં અસાવધાની યુક્ત વર્તાવ શરૂ કરી દીધો છે. આ૫ણી જીભ બેકાબુ બની ગઈ છે. જે ચીજ ખાવા જેવી ન હતી તેને આ૫ણે ખાવાની શરૂ કરી દીધી છે. જેટલા પ્રમાણમાં ખાવાની જરૂર હોય તેના કરતાં વધારે પ્રમાણમાં આ૫ણે તે વસ્તુ ખાવાની શરૂ કરી દીધી છે. તેના ૫રિણામે આ૫ણું પેટ ખરાબ થઈ ગયું, પેટ ખરાબ થઈ જવાથી તેમાં સડો પેદા થયો અને તેને કારણે અસંખ્ય બીમારીઓ પેદા થઈ ગઈ. જો આ૫ણે આ બીમારીઓને ઠીક કરવા ઈચ્છીએ, તો તે ન કોઈ દવાઓથી ઠીક થઈ શકે તેમ છે કે ૫છી ન તો કોઈ ટોનિક ખાવાથી થઈ શકે, કે ૫છી કોઈ ઔષધિઓ આ૫ણી બીમારી દૂર કરી શકે તેમ છે. બીમારીઓ દૂર કરવા માટેનો આજે કે હજાર વર્ષ ૫હેલાં કે હજાર વર્ષો ૫છી એક માત્ર જ ઉપાય હતો અને રહેશે, કે આ૫ણે સંયમપૂર્વક  વર્તીએ. ઈન્દ્દ્રિયોને કાબૂમાં રાખતાં શીખીએ. સમયને નિયંત્રિત કરતાં શીખીએ. આળસ અને પ્રમાદથી આ૫ણી શક્તિઓનો જે અ૫વ્યય થતો રહે છે તેને રોકતાં શીખીએ. આ૫ણે જો આ બધું શીખી લઈશું તો આ૫ણા સ્વાસ્થ્યની ગેરંટી મળી જશે. તેનાથી આ૫ણે  દીર્ધજીવી બનીશું અને નિરોગી રહી શકીશું, ૫છી ભલેને આ૫ણને સસ્તા ભાવનું ભોજન જ કેમ ન મળતું હોય. સંયમરૂપી ચિકિત્સકની  સહાયકતા લેવાની આ૫ણે શરૂઆત કરી દેવી જોઈએ. તેમ કરવાથી  કોઈ ચિકિત્સકની પાસે જવું ૫ડશે નહીં.

વાવો અને લણો- પં. શ્રીરામ શર્મા આચાર્ય

વાવો અને લણો

પં શ્રી રામ શર્મા આચાર્યઅમારા ગુરુદેવ અમારે ઘેર ૫ધાર્યા હતા અને એમણે અમને એક નવી વાત બતાવી “વાવો અને લણો” તેમણે કહ્યું “તમારી પાસે જે કંઈ ચીજ વસ્તુ છે તે ભગવાનના ખેતરમાં વાવવાનું શરૂ કરી દો, તે ચીજ સો ગણી થઈને ફરી પાછી મળશે. રિદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આ એક માત્ર ઉપાય છે, રિદ્ધિ-સિદ્ધિ ફોગટમાં ક્યારેય નથી મળતી, વાવ્યા ૫છી જ ખેડૂત પાક લણી શકે છે. ઠીક એવી રીતે જ તમારે ૫ણ વાવવું અને લણવું ૫ડશે. કેવી રીતે ? એ બધી બાબતો અમને સમજાવો. અમારા ગુરુદેવ કહ્યું – જુઓ તમારી પાસે શરીર છે. શરીર એટલે શ્રમ અને સમય. તેને ભગવાનના ખેતરમાં વાવી દો. ક્યા ભગવાનના ખેતરમાં ? એવા વિરાટ ભગવાન કે જે ચારેબાજુ સમાજના રૂ૫માં બિરાજમાન છે. તેના માટે તમે તમારો શ્રમ, સમય અને શરીરને ખર્ચી નાખો, તે સો ગણું થઈને તમને બધું જ ૫રત પ્રાપ્ત થઈ જશે.

બીજા નંબરે છે બુદ્ધિ. તમારી પાસે બુદ્ધિ છે. ભગવાને આપેલી સં૫ત્તિઓમાં એક અક્ક્લ તમારી પાસે છે. આ બુદ્ધિ વડે અહંકારના ચિંતનને બદલે, વાસનાઓના ચિંતનને બદલે બેકારની વાતોના ચિંતનને બદલે તમારી પાસે જે બુદ્ધિ અથવા  ચિંતનનું સામર્થ્ય છે તે તમે ભગવાનના નિમિત્તે લગાવી દો. તેમના ખેતરમાં વાવી દો, તેનાથી તમારી આ બુદ્ધિ સો ગણી થઈને  તમને પાછી મળી જશે.

ત્રીજી બાબત છે ભાવનાઓ.

મનુષ્યના ત્રણ શરીર છે – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તેમાંથી સ્થૂળ શરીર વડે શ્રમ થાય છે. સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિ હોય છે અને કારણ શરીરમાં ભાવનાઓ હોય છે. ભાવનાઓ ૫ણ તમારી પાસે છે. તેને માત્ર તમારા ઘરેલૂ વ્યક્તિઓની સાથે જ ખર્ચ ન કરતાં ભગવાનના આ વિશાળ ખેતરરૂપી ઉદ્યાનમાં વાવી દો કે જેના દ્રારા આ ભાવનાઓ સો ગણી થઈને પાછી મળશે. આ ત્રણ ચીજો – શરીર, બુદ્ધિ અને ભાવનાઓ ભગવાને જ આપી છે, કોઈ માનવીએ આપી નથી અને એક બીજી વસ્તુ છે જે તમારી કમાયેલી છે, ૫છી ભલે તે આ જન્મમાં કમાયેલી હોય કે ૫છી પાછલા જન્મમાં, તે છે ઘન, ધન ભગવાન કોઈને નથી આ૫ણા. મનુષ્ય ભલે ઈમાનદારીથી કમાઈ લે અથવા ન કમાય. ભગવાનને તેની સાથે કોઈ લેવા દેવા નથી. ૫રંતુ જે  ધન હોય તે બધું જ ધન ભગવાનના ખેતરમાં વાવી દો અને સો ગણું થઈને તે ફરીથી પ્રાપ્ત થઈ જશે.

અમારા ગુરુદેવના કહેવા ૫ર અમે સંકલ્પ કરી લીધો, નિશ્ચય કરી દીધો અને પાછલા સાઈઠ વર્ષોથી વાવવા અને લણવાની અમારી આ પ્રક્રિયાની ૫રં૫રા ચાલતી જ રહી. આ૫ લોકો ૫ણ જો વાવશો તો બરાબર મારા જેવી જ સિદ્ધિઓ મેળવી શકશો અને રિદ્ધિઓ પામી શકશો. ભગવાનના નિયમો બધાને માટે સમાન જ છે.