Archive

Archive for the ‘પુસ્તકાલય’ Category

જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :

જ્ઞાન યજ્ઞ

જ્ઞાનયજ્ઞમાં તમે પણ આહુતિ આપો :

સમસ્ત સંકટોનું એકમાત્ર કારણ છે - માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદ્દબુદ્ધિ સ્થપાય, તે જ માનવકલ્યાણનો તથા વિશ્વશાંતિનો સમાધાનકારક માર્ગ છે.

યુગઋષિ પરમપૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાઓના સમાધાન માટે હજારો પુસ્તકો લખ્યાં છે.

આ પુસ્તકોને જન-જનને વંચાવવાં તે આજનો યુગધર્મ છે.

પ્રજ્ઞા પુસ્તકમાળા :

Download free   (P.D.F. FILE)  :

પ્રજ્ઞા પુસ્તકમાળા

યુવાશક્તિ નવસર્જનમા જોડાય


યુગ ઋષિની અમર વાણી

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે. એક સ્વસ્થ, તંદુરસ્ત ભારતીય સમાજના ઘડતર માટે તેમના ચીંધેલા માર્ગને અનુસરવાનો પ્રયત્ન કરવો આવશ્યક છે.

યુગ ઋષિની અમર વાણી ભાગ-1 અને 2

પં શ્રી રામ શર્મા આચાર્ય

  • વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને
  • ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
  • સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.
  • અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
  • દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ.
  • તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ.
  • આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

Download free   (P.D.F. FILE)  :

Click  here

યુગ ઋષિની અમર વાણી ભાગ-1

યુગ ઋષિની અમર વાણી ભાગ-2

વિચારશક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે. તેણે જ મનુષ્ય દ્વારા આ ઊબડખાબડ દુનિયાને ચિત્રશાળા જેવી સુસજ્જિત અને પ્રયોગશાલા જેવી સુનિયોજિત બનાવી છે. વિનાશ કરવો હશે તો પણ તે જ કરશે. તેને દીન, હીન, અને દયનીય સ્થિતિમાં પડી રહેવા દેવાની જવાબદારી પણ તેની જ છે. ઉન્નતિ કે પતનની અધિષ્ઠાત્રી પણ તે છે.  આજની વસ્સ્તવિકતા જોતાં આજે કરવા યોગ્ય કામ એક જ છે – લોકમાનસનું શુદ્ધિકરણ. આનું જ બીજુ નામ વિચારક્રાતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાન યજ્ઞ કહે છે.

પં શ્રી રામ શર્મા આચાર્ય

ક્રાંતિકારી સાહિત્યનો અમૂલ્ય ખજાનો

ક્રાંતિકારી સાહિત્યનો અમૂલ્ય ખજાનો

અખંડજ્યોતિ એક એવું માસિક છે કે,

જેમા ગાયત્રી મહાવિજ્ઞાનનું તત્વજ્ઞાન, રહસ્ય, પ્રયોગ, અને પરિણામ પર ઋષિ પરંપરાઓ અને સાધનાત્મક અનુભવોનો નિચોડ રજૂ થાય છે.

ગાયત્રી મહાશક્તિ દ્વારા વેદમાતા, વિશ્વમાતાના રૂપમાં નવનિર્માણ માટે સંપન્ન થનાર ભૂમિકા પર સાત્તિવક પ્રકાશ આપનાર અધ્યાત્મ ક્ષેત્રની   સૌથી વધુ લોકપ્રિય માસિક પત્રિકા છે.

Shriram Sharma Acharyaયુગઋષિ પરમ પૂજ્ય પં. શ્રીરામ શર્મા આચાર્ય

અખંડજ્યોતિ સામયિક

હિન્દીમાં ઈ.સ. 1940 ઈ.સ. 2003 સુધીનો

Click here

———————————————————-

અખંડજ્યોતિ સામયિક  હિન્દીમાં ઈ.સ. 1940 ઈ.સ. 2003

———————————————————-

www.awgp.org |  www.dsvv.org |   www.bsgp.org | www.akhandjyoti.org | www.pragyaabhiyaan.info

૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો

૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો

એવું કયું કારણ છે જેનાથી મનુષ્ય સૌથી વધારે દુઃખી થાય છે ? તો તેનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય કે તે છે  ’ઘરકંકાસ’ ઝઘડો થાય છે શાથી ? તેનું કારણ માત્ર સંસ્કારિતાનો અભાવ જ છે. જયાં જયાં કુસંસ્કારો હશે ત્યાં ત્યાં ઝઘડા, કલહ અને કજિયા ચાલ્યા જ કરવાના. જે કુટુંબના સભ્યો સંસ્કારી, સભ્ય, સુશીલ અને ઉદાર સ્વાભાવવાળાં હશે ત્યાં ઘરના ઝઘડા કે ટંટા ઉભા થવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ૫છી ભલે તે કુટુંબ પૈસાદાર હોય કે ગરીબ. કેટલાક લોકો એવા ૫ણ છે જે કૌટુંબિક ઝઘડા માટે પૈસાને જ કારણભૂત માને છે. [...]

Continue reading »

——————————————————

Download free

૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો

પીડીએફ ફાઈલ, 112 KB

——————————————————

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.

અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

- પં. શ્રીરામ શર્મા આચાર્ય.

શક્તિનો ભંડાર આપણું મન

શક્તિનો ભંડાર  આપણું મન

  • વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે.
  • સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.
  • અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે.
  • દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ.
  • તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ.
  • આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

- પં. શ્રીરામ શર્મા આચાર્ય

દરેક આર્ટીકલ્સ નિયમીત  ઈ-મેઈલ દ્વારા મેળવો.

શક્તિનો ભંડાર આપણું મન


શક્તિનો ભંડાર આપણું મન

Download free

Download: PDF  FILE  552 kb

સમયનો પોકાર – જ્ઞાનયજ્ઞ :-

સમયનો પોકાર – જ્ઞાનયજ્ઞ

===================================================

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.

અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો.. 

- પં. શ્રીરામ શર્મા આચાર્ય.

===================================================

Download free

સમયનો પોકાર – જ્ઞાનયજ્ઞ

Download: 1 documents પીડીએફ ફાઈલ, 83KB

==================================================

હિંમત કરો, કુરિવાજોની બેડી તોડો

હિંમત કરો, કુરિવાજોની બેડી તોડો 

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.

અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો..

 - પં. શ્રીરામ શર્મા આચાર્ય. 

Download free

હિંમત કરો, કુરિવાજોની બેડી તોડો

Download:  પીડીએફ ફાઈલ, 95 KB

બેઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

વિચારોને વિચારોથી કાપવા, આસ્થાઓનું શુદ્ધિકરણ અને ઊંધાને ઉલટાવીને સીધું કરવું એ જ વિચારક્રાંતિનું લક્ષ્ય છે. સદ્દજ્ઞાનનો પ્રકાશ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય પૂરું કરે.  

અમારા વિચારો ખૂબ તીક્ષ્ણ અને ધારદાર છે. દુનિયાને બદલવાનો જે દાવો અમે કરીએ છીએ. તે સિદ્ધિઓથી નહિં, પરંતુ અમારા સશકત વિચારોથી કરીએ છીએ. આપ આ વિચારોને ફેલાવવામાં અમને મદદ કરો.. 

 - પં. શ્રીરામ શર્મા આચાર્ય.

Download free

બેઈમાની નહીં ,   ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

 

Download: 1 documents pdf file, 115 KB

પ્રજ્ઞા અભિયાનનો યોગ વ્યાયામ : (ફ્રી ડાઉનલોડ)

November 28, 2008 KANTILAL KARSHALA 2 comments

એક્રોબેટ રીડર – પી.ડી.એફ. ફાઈલ

પ્રજ્ઞા અભિયાનનો યોગ વ્યાયામ

યોગ વ્યાયામ - દિશા અને ધારા

યોગ વ્યાયામ - દિશા અને ધારા

યોગ વ્યાયામ – દિશા અને ધારા

સ્વસ્થ અને સુખી જીવન મનુષ્યની પ્રથમ આવશ્યકતા છે. સમાજના કોઈપણ સ્તરની વ્યક્તિ સ્વસ્થ અને સુખી જીવનની જરૂરિયાતનો અનુભવ કરતી જ હોય છે. સ્વાસ્થ્ય ફક્ત શારીરિક જ નહીં, માનસિક અને આત્મિક પણ હોય છે. જે લોકો કેવળ શરીરને સ્વસ્થ રાખી સ્વસ્થ અને સુખી જીવનનો લાભ લેવા માગે છે તેઓ સફળ નહીં થઈ શકે. ભારતીય જીવનપદ્ધતિ તો હંમેશા શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવતી રહી છે. આજના ચિકિત્સા વિજ્ઞાનીઓ પણ રોગોનું કારણ શરીર ઉપરાંત મનમાં પણ શોધવા લાગ્યા છે.

સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગયુક્ત જીવન પદ્ધતિનું સમર્થન અને વિકાસ ઋષિએ કર્યો છે. યોગ યુક્ત જીવન પદ્ધતિમાં પોતાની ઈચ્છાઓ કામનાઓ, વિચાર, શારીરિક ચેષ્ટાઓ, આહારવિહાર, વિશ્રામ અને શ્રમ આ બધું સામેલ છે.

આજકાલ ‘યોગા’ ના નામ પર જે પ્રચાર ચાલ્યો છે એમાં લોકો યોગને શારીરિક વ્યાયામ સુધી જ સીમિત માને છે. એટલે સમગ્ર જીવનને સ્વસ્થ અને સુખી બનાવવાના પ્રયાસ એટલા સફળ નથી થતાં, જેટલા થવા જોઈએ.

યુગ નિર્માણ અભિયાન, જેને પ્રત્યક્ષ રૂપે ગાયત્રી પરિવાર ચલાવી રહ્યો છે તે ઋષિચિંતનમાંથી ઉત્પન્ન થયેલ એક વ્યાપક આંદોલન છે, જેમાં સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આમાં સ્વસ્થ શરીર પહેલું સૂત્ર છે, એટલે એમાં ઘણું સંશોધન અને પ્રચાર કર્યો છે. આ પુસ્તકમાં વિશેષ રૂપે સામાન્ય લોકોને ઉપયોગી વ્યાયામ બતાવવામાં આવ્યા છે. એ થોડા વ્યાયામમાં પણ યોગયુકત જીવનશૈલીમાં લાભકારક નિવડશે………….

વાચકોને વીનંતી કે, જો તમે આપ યોગ વ્યાયામ ફાઈલ ડાઉનલોડ કરો, તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…..

ઉત્તમ પુસ્તકો જાગૃત દેવતા છે. :-

October 9, 2008 KANTILAL KARSHALA 1 comment

જ્ઞાન વધારવાઅ માટે, જ્ઞાનની ઉપાસના માટે પુસ્તકોનું વાંચના એ એક મહત્વનો આધાર છે. માનવ જાતીએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જયારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિબધ કરીને સંગ્રહ કરવામાં આવે છે, આથી ઉત્તમ પુસ્તકો વિકસેલા મગજનો આલેખ છે.

મિલ્ટન કહ્યું છે,” પુસ્તકોમાં આત્માનું જીવન રકત છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે. ગ્રથઓ સજીવ છે એટલે જ લિટને કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી”

પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, અનિવાર્ય છે,
કેમ કે પુસ્તકોઅ દ્વારા જ જીવનનું માર્ગદર્શન અને પ્રેરણા પ્રકાશ મળે છે. ખરેખર તો ભવસાગરમાં ડૂબતા ફસાએલા મનુષ્યઓ માટે પુસ્તકો એ પ્રકાશના સ્તંભો માફક મદદગાર બને છે કે જેવી રીતે સમુદ્રમાં સફર કરનાર જહાજોને માર્ગ દેખાડનાર દીવાદાંડી હોય છે.

સિસરોએ કહ્યું છે, “ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે. વ્યક્તિ રાત-દિવસ સારાં પુસ્તકોના
સંસર્ગ રાખે છે. એનામાં જ્ઞાનરૂપી પ્રકાશથી માનવીય ચેતના જગમગી ઊઠે છે. જ્ઞાનનો અભાવ એક પ્રકારનું મૃત્યું છે.

ઉત્તમ પુસ્તકો ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે. લોકમાન્ય તિલકે કહ્યું છે “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” સ્વર્ગનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. મનુષ્યની ઉચ્ચ માનસિક સ્થિતિ કે જે ઉત્તમ વિચારોનું ફળ છે, તે જ સ્વર્ગ છે. ઉત્તમ પુસ્તકોનું સાનિધ્ય મનુષ્યની બુદ્ધિને જ્યાં પ્રાપ્ત થાય છે ત્યાં એને સ્વર્ગની અનુભૂતિ થવા લાગે છે.

સાચો સ્વાર્થ રહિત આત્મીય મિત્ર મળવો મુશ્કેલ છે. આપણામાંથી ઘણાંને આ બાબતમાં નિરાશ પડે છે. છતાં સારાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે, :સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોઅનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તેમને મિત્રરૂપ બનીને મદદ કરે છે.

માનવ જીવન સંસારના અનેક પ્રકારના જ્ઞાનથી ભર્યું પડયું છે. માનવનું માનસ એટલા બધા વિચારોથી ભરપૂર છે કે ઘડીએ ઘડીએ નવા વિચારો પેદા કરી છે. એ બહુરૂપતાને પરિણામે મનુષ્યના આંતરિક અને બાહ્ય જીવનમાં અનેક સંઘર્ષ પેદા થાય છે. વિચારના સંગ્રામમાં પુસ્તકો જ મનુષ્ય માટે પ્રભાવશાળી હથિયાર સાબિત થાય છે. એક વ્યક્તિનું જ્ઞાન મર્યાદિત, એકાંકી હોઈ શકે છે, પરંતુ ઉત્તમ પુસ્તકોના સ્વાધ્યાયથી મનુષ્ય પોતાની શંકાઓનું સાચું સમાધાન શોધી શકે છે. ખાસ કરીને વિચારોના સંઘર્ષમાં પુસ્તકો જ મદદરૂપ સાબિત થાય છે.

પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનાં સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાના હતાં, પરંતુ એને માટે તેમણે ડોકટરને ના પાડી અને કહ્યું, “મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડોકટરોએ ઓપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.

યાદ રાખો કે પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાયા છે. આથી આપણે નિયમિત સદ્દગ્રંથો વાંચતા રહેવું જોઈએ. ઉત્તમ પુસ્તકોઅનાં સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.

હું કોણ છું? મારી શક્તિ શું છે? મારું શું કર્તવ્ય છે? (ફ્રી ડાઉનલોડ)

September 24, 2008 KANTILAL KARSHALA 1 comment

હું કોણ છું?   મારી શક્તિ શું છે?  

મારું શું કર્તવ્ય છે?   

(ફ્રી ડાઉનલોડ) 

હુ કોણ છું?

front-tital

હું કોણ છું?

       આ સંસારમાં જાણવા જેવી ઘણી વાતો છે.  વિધાનાં અનેક ક્ષેત્રો છે.  સંશોધન માટે, માહિતી મેળવવા માટે ઘણા રસ્તા છે.  વિજ્ઞાનનાં એવાં કેટલાંયે પાસાં છે જે જાણવા મનુષ્ય માટે જરૂરી છે.  શા માટે કેવી રીતે ? કયાં ? ક્યારે ?…….. આ પ્રશ્નો દરેક ક્ષેત્રમાં માનવીએ ફેંકયા છે.  આ જિજ્ઞાસુવૃત્તિને લીધે જ માનવીએ અત્યાર સુધી આટલું બધું જ્ઞાન મેળવ્યું છે અને સાધન સંપન્ન બન્યો છે.  સાચે જ જ્ઞાન એ જીવનની દીવાદાંડી છે.

       જાણકારીની ઘણી વાતોમાંથી “પોતાની જાતની જાણકારી ” સર્વશ્રેષ્ઠ છે.  આપણે દુનિયાની અનેક વાતો જાણીએ છીએ અથવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણે એ તો ભૂલી જ જઈએ છીએ કે આપણે પોતે શું છીએ પોતાની જાતને જાણ્યા વિના જીવન ડામાડોળ, અનિશ્વિત અને કાંટાળું બની જાય છે.  પોતાની વાસ્તવિક જાણકારી ન હોવાથી માણસ ન વિચારવા જેવી વાતો વિચારે છે અને ન કરવા જેવાં કૃત્યો કરે છે.  સાચા સુખ અને સાચી શાંતિનો રાજમાર્ગ એક જ છે અને તે છે  :  આત્મજ્ઞાન.

       આ પુસ્તકમાં આત્મ જ્ઞાનની સમજ આપવામાં આવી છે.  “હું કોણ છું ? આ પશ્નનો જવાબ શબ્દોથી નહીં, પણ સાધના દ્વારા હ્રદયંગમ કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને અધ્યાત્મ માર્ગના વટેમાર્ગુઓને ઉપયોગી રસ્તો ચીંધશે…………………..

વાચકોને વિનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…

   

શ્રી ગાયત્રી ચાલીસા પાઠનો

September 16, 2008 KANTILAL KARSHALA 2 comments

એક્રોબેટ રીડર – પી.ડી.એફ. ફાઈલ ડાઉન લોડ 

      શ્રી ગાયત્રી ચાલીસા પાઠનોમહિમા :-

 

       ગાયત્રી દિવ્ય શક્તિઓનો એક મોટો ખજાનો છે, એમાં કેટલીએ શક્તિઓ સમાયેલી છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.  પ્રાચિન ઋષિ-મુનિઓએ પોત-પોતાના સાધનાત્મક અનુભવોના આધારે એનો મહિમા ગાયો છે.

 

           ગાયત્રીની વિભિન્ન શક્તિઓ અને એની ઉપાસનાથી મળતાં લાભના વિષયમાં દરેક ઉપાસકે જાણવું જોઈએ. દરેક શિક્ષિત-અભણ પરિજન માતા ગાયત્રીનું માહાત્મય સમજી જાણી શકે એ માટે આપણાં પ.પૂજય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીએ ગાયત્રી ચાલીસાનું સર્જન કર્યું છે.  ગાયત્રી ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ગાયત્રીની શક્તિઓમાં શી શી વિશેષતાઓ રહેલી છે તેનો આપણને ખ્યાલ આવતો જાય છે. જે રીતે આપણે કોઈ ઔષધિના ગુણ ધર્મ જાણ્યાં પછી જ એનો લાભ ઉઠાવી શકીએ છીએ.  એ રીતે માતા ગાયત્રીનો મહિમા અને એની શક્તિઓ તથા એનું મહત્વ નહિ સમજીએ ત્યાં સુધી આપણે એનો લાભ લઈ શકીશું નહિ.

        ગાયત્રીમાં કેવી કેવી શક્તિઓ છે અને એની પ્રાપ્તિ દ્વારા આપણે કયા કયા લાભ મેળવી શકીએ એ અંગેનો ગાયત્રી ચાલિસા ભાવાર્થ સાથે અહીંથી મળશે.  એનો દરરોજ પાઠ કરવાથી ગાયત્રીની મર્યાદા, પ્રકૃતિ, તેની શક્તિઓ વગેરેની પૂર્ણ જાણકારી મળે છે.  આ ગાયત્રી ઉપાસનાનું પહેલું પગથીયું છે.  સાચું જ છે કે કોઈ વસ્તુની વિશેષતા જાણ્યા પછી જ એ તરફ આપણું લક્ષ દોરાય છે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાથી આપણને એ વાત બરાબર સમજાઈ જાય છે કે ગાયત્રી વેદમાતા છે, જગતની માતા છે, દેવોની માતા છે. આમ થવાથી આપણી શ્રદ્ધા ભક્તિ પ્રગટે છે અને દ્રઢ બને છે.

        જેને પારસમણિના ગુણોનો ખ્યાલ હોય છે તે જ વ્યક્તિ તેની શોધ કરે છે, તેને મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મળી ગયા પછી તેને સાચવે છે અને એનો ઉપયોગ કરીને ઈચ્છિત લાભ મેળવે છે.  પરંતુ જેને પારસમણિના ગુણોનો ખ્યાલ જ ન હોય તેને મનતો તે એક સામાન્ય પથ્થરના ટૂકડા જેવો જ લાગે છે અને હાથમાં આવેલ હોવા છતાં પણ અજ્ઞાનપણાના કારણે પારસમણિથી લાભ ઉઠાવી શકાતો નથી.

        આથી જ સમસ્ત ગાયત્રી ઉપાસકોને ગાયત્રી ચાલિસા નો પાઠ્જ શ્રદ્ધાપૂર્વક કરવાનું કહેવામાં આવે છે. આવો ! આપણે પણ ગાયત્રી ચાલિસા નો શ્રદ્ધાપૂર્વક કરીએ અને એમાં વર્ણવામાં આવેલ મહિમાનું ગુનગાન કરતાં કરતા તેના સ્વરૂપો જોતાં જોતાં માતા ગાયત્રીનો કૃપા પ્રસાદ ગ્રહન કરીએ.

વાચકોને વીનંતી કે, જો તમે આપ આમાંની કોઈ ફાઈલ ડાઉનલોડ કરો તો અહીં નીચે કોમેન્ટ માટેની બારીમાં આપનો અભિપ્રાય અવશ્ય લખશો…..