Archive

Archive for the ‘સમાચાર’ Category

શુભ દિપાવલી અને સાલ મુબારક

October 17, 2009 KANTILAL KARSHALA 2 comments

શુભ દિપાવલી અને સાલ મુબારક

અંતરાત્મામાં દીવો કરવાનું પર્વ એટલે દિવાળી, મનમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવીને આપણે વિચારીએ કે ‘આપણે પશુ નથી’ .. આપણે તો માનવી, આપણે તો ઈશ્વરના રાજકુમાર ….. આપણે કયું કાર્ય કરવાનું છે?  કયું કાર્ય આપણા ન થઈ શક્યું?  શા કારણે ન થયું?  શું ગેરફાયદા થયો? એ કાર્ય કરવાથી શું ફાયદો થશે?  એ કાર્ય આપણે કેવી રીતે કરવું?  આત્મદીપ આપણાં અંતરને ઉજાસ આપશે,  ઉલ્લાસ આપશે એનો પ્રકાશ સૂર્યના પ્રકાશ કરતાં અનેક ગણો પાવનકારી છે.

આપણે આત્મદીપને વંદન કરી બોલીએ- આત્મ જ્યોતિ નમ: સ્તુતે |

શુભ દિપાવલી અને સાલ મુબારક

શુભ દિપાવલી અને સાલ મુબારક

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર  તરફથી આપને અને આપના કુટુંબીજનોને દિવાળીની હાર્દીક શુભકામનાઓ સાથે પ્રભુને પ્રાર્થના કે આપ સૌ નું નવું વર્ષ ફળદાયી, સંતોષપ્રદ અને આરોગ્યપ્રદ રહે. નવા વર્ષના આપ સૌ ને સાલમુબારક.


Categories: સમાચાર

ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

રાજય વ્યાપી આધ્યાત્મિકવૈજ્ઞાનિક પ્રયોગ

વિરાટ ગાયત્રી મહાયજ્ઞ

તત્વાવધાન શાતિકુંજ, હરીદ્વાર

102808-1544-2.png યુગઋષિ પં. શ્રી રામ શર્મા આચાર્યનો સંકલ્પ છે. -યુગ નિર્માણ-. વિશ્વવ્યાપી અભિયાનથી વર્તમાન વિકૃત વિચારધારાને ૫લટાવી સમગ્ર વિશ્વ માનવને દૈવિ વિચારધારા પ્રવાહમાં લાવી એક એવી વૈચારિક ક્રાંતિ થશે જેના ફળ સ્વરૂ૫ માનવ સમાજ આસુરી વિકૃતિઓમાંથી મુક્ત થઈ દેવી સંસ્કૃતિ તરફ પ્રેરાશે. ૫રિણામે કળિયુગનો અંત અને સત્ યુગના મંડાણ થશે.

વિચાર તત્વ સૂક્ષ્મમાંઅર્થાત આકાશ તત્વમાં વિકસે છે અને વિલસે છે. સ્વસ્થ્ય તથા સદ્દ વિચારોની પ્રાપ્તિ માટે સૂક્ષ્મ જગતની શુદ્ધિ અનિવાર્ય છે.

ગુરુ પૂર્ણિમાં તા. ૦૭-૦૩-ર૦૦૯ મંગળવારના રોજ ૫રમ પૂજય ગુરુદેવની જન્મ સતાબ્દિ સમારોહ અંતર્ગત અઘ્યાત્મ જગતમાં કયારેય થયો હોય એવો રાજય વ્યાપિ વિરાટ ગાયત્રી મહાયજ્ઞ જેમાં ,૦ર૬ યજ્ઞ કુંડોમાં પૂજન-અર્ચન તથા આહુતિ ક્રમ ચાલશે. મહા યજ્ઞના સંચાલનમાં પ્રત્યક્ષ સક્રિયતા ગાયત્રી ૫રિવારની દેખાશે. ૫રંતુ ૫રોક્ષ શકિત તો સુક્ષ્મ ઋષસિત્તા તથા ૫રમાત્માની હશે.

બ્રહ્મવર્ચસ શોધ સંસ્થાન શાંતિકુંજના વિજ્ઞાનિકો દ્વારા ૫ર્યાવરણ શુદ્ધિ તથા મનોબળની વૃદ્ધિ માટે શ્રેષ્ઠ જડિબુટિઓનું હુતદૃવ્ય તૈયાર કરવામાં આવ્યું છે.

રાજય વ્યાપી મહાયજ્ઞનું સ્વરૂ૫ :

ગુજરાત રાજયમાં જીલ્લા / તાલુકા મથકના કુલ યજ્ઞોની સંખ્યા

ર૫ જીલ્લામાં × 11 કુંડી યજ્ઞ × સ્થળે =   ૧,૩૭૫ કુંડ

રર૬ તાલુકામા × કુડી યજ્ઞ × સ્થળે = ,૬૫૦ કુંડ

કુલ   =    ૭,૦ર૫ કુંડ

સમગ્ર રાજયમાં કુલ ,૦ર૫ + મળીને કુલ : ૭૦ર૬ કુંડ

પ્રત્યેક કુંડ ૫ર ત્રણ દં૫તિ તથા ચાર હોતાઓ બેસશે.

કુલ આહુતિ : ૭૦ર૬×(૪ માળા×૧૦૮-મંત્રો) × ૧૦ વ્યક્તિઓ : કુલ  આહુતિ  :    ૩,૦૩,૫ર,૩ર૦         કહો કે, : ,૦૩,૫૧૦૦૦

આમ સમગ્ર રાજયમાં ગાયત્રી મહાયજ્ઞ- ૭૦ર૬ કુંડો ૫ર ર૧,૦૭૮ સાધક દં૫તિઓ દેવ પૂજન કરી લાખો હોતાઓની સંગાશે ,૦૩,૫૧,૦૦૦ ( ત્રણ કરોડ ત્રણ લાખ એકાવન હજાર) મંત્રોની આહુતિ આ૫શે.

પ્રત્યેક કુંડમાં એક કિલો ગાયનું ઘી હોમાશે (વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ દશ ગ્રામ ઘી નું દહન થાય તો બે ટન વાયુ મંડળની શુદ્ધિ થાય છે. આમ ૭૦ર૬ કિલો ઘીનું દહન થતા ૧૪ લાખ ટન વાય મંડલની વૃદ્ધિ થાય.

વિજ્ઞાનિક તારણ મુજબ ઘીના દહનથી ઉત્પન્ન થતી વરાળ વાયુ મડળના +ve (ઘન) આયન ને -ve (ઋણ) આયનમાં ૫રિવર્તિત કરે છે, અને આયનનિ વૃદ્ધિ થવાથી વાયુ મંડળ શુદ્ધ સ્ફુર્તિદાયક તથા પોષક બને છે.

એક અશ્વમેઘ યજ્ઞમાં ૧૦૦૦ કુંડ હોય છે, જયારે મહા યજ્ઞમાં ૭૦ર૬ કુંડ પ્રગટશે, સમગ્ર આયોજન અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ અને બળ આ૫નાર બનશે.

પ્રાણી માત્ર માટે કલ્યાણકારી મહાયજ્ઞમાં જે કોઈ તન, મન અને ધનથી સહયોગ કરશે, તે અનેક પ્રકારના સુખ પ્રાપ્ત કરવાના અધિકારી બનશે. સમગ્ર રાજય તથા રાષ્ટ્રનો સર્વાગી વિકાસ થશે.

સંયોજકશ્રી  (રાજુભાઈ દવે)

ગુજરાત ઝોન- અમદાવાદ

બીજા વર્ષમાં મંગલપ્રવેશ :

બીજા વર્ષમાં મંગલપ્રવેશ :

મારાં સૌ સ્નેહીજનો,

ગાયત્રી જ્ઞાનમંદિર – જેતપુર ઘ્વારા ‘જ્ઞાનયજ્ઞ’માં પ્રથમ વર્ષ દરમિયાન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે “ગાયત્રી જ્ઞાન યજ્ઞ” દ્વારા ગુજરાતી વેબજગતને અર્પણ કરવામાં આવ્યું હતું.

મારી આ નિષ્ઠાપૂર્વકની ચેષ્ટાના સુફલ રૂપે દેશ વિદેશનાં અનેક વાચકોએ ૬૭૫ જેટલી એ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન ઉત્સાહ અને પ્રેમપૂર્વક વધાવી લીધું છે. ગયા એક વર્ષ દરમિયાનના આ વાચકોની સંખ્યા ૧૪,ર૩૭ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે એ સૌ તરફથી ગાયત્રી જ્ઞાનમંદિરને દક્ષિણારૂપે જ જાણે ન હોય, તેમ ઈ-મેઈલ તથા કોમેન્ટ્સ દ્વારા ઉત્સાહવર્ધક એવી ગતિશીલ પ્રેરણાનો સ્ત્રોત સતત પણ વહેતો રખાયો હતો ! આ જ કારણસર એક વર્ષનો સમયગાળો કેમ પૂરો થયો તેનો ખ્યાલ જ ન રહ્યો. જોતજોતામાં તો આ સુખદ અનુભવ આપનારું વર્ષ વીતી પણ ગયું ! આપ સૌ સ્નેહી વાચકજનો, મિત્રોનો ગાયત્રી જ્ઞાનમંદિર-જેતપુર તરફથી અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ…

આજે બીજા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક અભિયાનરૂપ ગાયત્રી જ્ઞાનયજ્ઞમાં દરરોજ પ્રસાદ સ્વરૂપે એક પોસ્ટ (આર્ટિકલ) મૂકવામાં આવશે, જેને નિયમિત૫ણે ઈ–મેઈલ ઘ્વારા મેળવવા માટે સબસ્ક્રાઈબ્ડ કરવા સૌને જણાવવામાં આવે છે.

Mashal.gif

યુગક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ

સુવિચારો અને વિવિધ લખાણો તમારા
E-mailથી નિયમિત મેળવો.

આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો એટલું જ નહિ પણ આ૫ના અમૂલ્ય પ્રતિભાવો પણ આપતા રહેશો. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ એક પોસ્ટમાસ્ટરની મારફત પહોંચાડવા મથી રહ્યો છું અને રહીશ. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.

આપનો, જ્ઞાન વિતરક,

– કાંતિભાઈ કરસાળા.

શ્રી વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ, શાન્તિકુંજ, હરિદ્વાર

આદરણીય દીદી શૈલબાળા પંડયાનો પત્ર :

Gaytrignanmandir, jetpur

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે

પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે

“ગાયત્રી જ્ઞાનયજ્ઞ”ની આજે તા. ૨૭ – ૦૬ – ’૦૯ના રોજ ૫હેલી વર્ષગાંઠ છે.

ગુજરાતી બ્લોગજગત સમક્ષ શ્રી ગાયત્રી જ્ઞાનમંદિર, જેતપુર ઘ્વારા ‘ગાયત્રી જ્ઞાનયજ્ઞ’ આરંભાયો તેમાં અમૃતરૂપ વિચારોને એક જ વર્ષના ટુંકા ગાળામાં કુલ 675 પોસ્ટથી આ૫ના સુધી ૫હોંચાડવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

૩૬૫ દિવસ – 675 પોસ્ટ

પોસ્ટ–આર્ટીકલ્સ વાઈઝ કેટેગરીઝ –

આ જ્ઞાનયજ્ઞમાં જે કંઈ પ્રગટ થયું તેને વિષય વાર મૂકવામાં આવે તો તે નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં વહેંચી શકાય.

ઋષિ ચિંતન. | સુવિચાર | ગાયત્રી મંત્ર. | પુસ્તકાલય |

પ્રજ્ઞાગીત. | પ્રજ્ઞાપુરાણ | વેદોનો દિવ્યસંદેશસમાચાર | સ્લાઈડ શો

અમારા તરફથી ઉપરોક્ત સંખ્યામાં સામગ્રી મૂકવામાં આવી તેનો આંક જેમ પ્રમાણમાં ઠીક ઠીક મોટો છે તો તેવી જ રીતે દેશ-વિદેશના 14,237 જેટલા વાચકો–મિત્રો દ્વારા વહેંચાયેલો જ્ઞાનપ્રસાદ અને વળતો 144 જેટલા વાચકોનો કોમેન્ટ્સ રૂપે મળેલો પ્રતિસાદ પણ એટલો જ મોટો, મહત્ત્વનો અને અત્યંત પ્રોત્સાહક છે ! કારણ કે સામાન્ય રીતે વાચકો બ્લોગ પર વાચન કરે છે પણ કોમેન્ટરૂપી પ્રતિભાવ આપવામાં અગ્રેસર બનતા નથી.

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

અમારા ઉપરોક્ત બ્લોગમાં હમણાં દર્શાવી તે કેટેગરીઝ ઉપરાંત કેટલાક વિશેષ સ્તંભો પણ ગોઠવવામાં આવ્યા છે જેના પરથી આ બ્લોગ રૂપી જ્ઞાનયજ્ઞની અન્ય ઉપયોગી સામગ્રી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ વિશેષ સ્તંભોનાં નામ આ પ્રમાણે છે –

૧) મારા વિશે… ૨) બ્લોગનો ઉદેશ્ય

) ગુજરાતી બ્લોગને ‘એક તાંતણે બાંધતી કડી

) અનુક્રમણિકા ૫) પુસ્તકો અને લેખ (ફ્રી ડાઉનલોડ)

આ બ્લોગને આરંભથી જ અનેક વાચકો, સહયોગીઓ, મિત્રો, અને શુભેચ્છકો દ્વારા પ્રસાર અને પ્રચારાર્થે  જરૂરી સલાહસૂચનો મળતાં જ રહ્યાં છે જે આ જ્ઞાનયજ્ઞનું વિશેષ સફળ પાસું દર્શાવે છે. આ સૌની સહભાગીદારીને લીધે વધુને વધુ લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવામાં અમને કિંમતી મદદ મળેલી છે. તો સાથે સાથે આ બ્લોગ અને તેની વિવિધ સામગ્રીને અ૫ગ્રેડ કરવામાં પણ કેટલાક બ્લોગર્સ મિત્રોનો સાથ અમૂલ્ય સહકાર મળ્યો છે, આ સહયોગીઓના ઉલ્લેખ વિના આ લખાણ અધૂરું જ ગણાય. તેઓનાં તથા તેમના બ્લોગનાં નામો આ પ્રમાણે છે –

વિજય ભાઈ શાહ,               ગુજરાતી સાહિત્ય સંગમ

વિનયભાઈ ખત્રી                 FunNgyan.com

જુગલકિશોર                       NET-ગુર્જરી

ગોવીંદભાઇ મારુ                અભીવ્યક્તી

સુરેશભાઈ જાની                  ગુજરાતી પ્રતિભા પરિચય -

નિલેશ વ્યાસ                       નિપ્રા બ્લોગ એગ્રીગેટર

સોનલબેન વૈદ્ય.                   ફોર એસ વી-સંમેલન

મનીષ મિસ્ત્રી                       Manish Mistry

સંજય ગોંડલિયા                  વાહ ! ગુજરાત

હિમાંશુ કિકાણી                  સાયબર સફર

હિતેશભાઈ ચૌહાણ             મન નો વિશ્વાસ

અમિતભાઈ પંચાલ,            ગુજરાતી શાયરી – Gujarati Shayri

હિના પારેખ                       મોરપીંછ

ચેતનાબેન શાહ                   સમન્વય (Samnvay)

આ સૌનો હું આ ખાસ સમયસંદર્ભે આભાર માનું છું. તો જે જાણ્યા અજાણ્યા સાહિત્યપ્રેમીઓએ ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુરના બ્લોકની મુલાકાત લીધી અને નિયમિત રીતે ઈ-મેઈન ઘ્વારા દરેક આર્ટીકલ્સ પોતાને મળે તે માટે સબસ્કાઈબ્ડ કરવામાં આવેલ તથા નિયમિત૫ણે વિચાર ક્રાંતિ અભિયાનમાં કોઈને કોઈ રૂપે ભાગ લેવામાં આવ્યો છે તે બદલ તે સૌ મિત્રોનું હું હાર્દિક અભિવાદન કરું છું.

ને, આમ, આખરે તો આ બ્લોગ જ ગુજરાતી વેબજગતને, એની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, અર્પણ કરું છું.

મારા સર્વ મિત્રો,

આ૫ સૌ મારા બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો  તથા દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. હું તો આ૫ની સમક્ષ દરેક આર્ટીકલ પોસ્ટ માસ્તરની મારફત રજૂ કરવા પ્રયત્ન કરી રહ્યો છુ. આ૫ ૫ણ આ૫ના સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો હું મારી આ મહેનતને સફળ ગણીશ.

આપનો, જ્ઞાનભાગીદાર,

– કાંતિભાઈ કરસાળા,

ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ

ગાયત્રી યજ્ઞમાં ૐ જ્વાળાઓ

ગાયત્રી યજ્ઞ 1994માં વડોદરામાં યોજાયેલ અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જોઈને ખુબ આશ્ચર્ય થશે,  આ ફોટોગ્રાફ   ખરેખર એક સમ્પુર્ણ ૐ જ્વાળાઓ જોઈને આપણી  શ્રદ્ધા અને વિશ્વાસમાં દ્રઢ બનશે,  આ કોઈ ચમત્કાર નથી, એ તો તેમની પ્રખર શ્રદ્ધા અને વિશ્વાસની પ્રતિતીનો એક નમૂનો  છે.

વડોદરામાં ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થયેલ જેનો ફોટોગ્રાફ ચીરાગ પટેલ તેમના બ્લોગમાં   પરીમીતી -   એક રસપ્રદ યજ્ઞ મુકેલ છે.  જેની અવશ્ય મુલાકાત લેવા નમ્ર વિનંતી છે, અને તેમના પ્રતિભાવ આપવા આવકાર્ય છે.

gaytri yagna

ચિરાગ પટેલ  આપનો ખુબ ખુબ આભાર……

ગુજરાતી શબ્દ સ્પર્ધાને સફળ બનાવીએ :

April 26, 2009 KANTILAL KARSHALA 1 comment

ગુજરાતી ભાષાનાં બ્લોગર મિત્રો

બ્લોગર ભાઇઓ અને બહેનોનો સારો પ્રતિભાવ મળે છે. જેણે સારુ ગુજરાતી વાંચવુ છે, રચવું છે તે સૌને ભાષાનાં પાયામાં લઈ જતી ભગવદગોમંડળને આપણે સમુહમાં ભણીયે છે,જેમને તે સુચવેલુ કાર્ય કર્યુ છે તે જાણે છે ને આનંદ માણે છે

ભગવ્દગોમંડળની વેબ સાઈટ ઉપરથી

(1) www.bhagavadgomandal.com (2)  www.bhagavadgomandalonline.com

પર મુલાકાત લઈ એક અક્ષર ઉપર તમને અજાણ્યા લાગતા શબ્દો શોધો અર્થ અને શબ્દ પ્રયોગ તૈયાર કરીને વિજયભાઈ શાહને ઈ મેઈલથી vijaykumar.shah@gmail.com મોકલી આપો જેથી તેઓ તેને વેબબ્લોગમાં મુકી દેશે. સાથે તમારી વેબ સાઈટ ઉપર મુકશોજી.

1. www.vijayshah.wordpress.com

2. www.shabdaspardha.gujaratisahityasarita.org

ગુજરાત ભાષાનાં ચાહક અને હિતેચ્છુએ ગુજરાતી શબ્દ સ્પર્ધામા ભાગ લીધો છે,

નીચે આપેલા કોઠામાં આજ દિન સુધી મળેલા શબ્દોની યાદી અહીં મૂકવામાં આવેલ છે. અને બાકી રહેલ શબ્દ તૈયાર કરવા  વિજયભાઈ શાહએ આપ સૌને આમંત્રણ પાઠવેલ છે.

શબ્દ

સ્પર્ધકનું નામ

શબ્દ

સ્પર્ધકનું નામ

શબ્દ

સ્પર્ધકનું નામ

(ક)

કિરીટ ભકત

નવિન બેંકર

જ્ઞ

રસેશ દલાલ

કાંતિભાઈ કરસાળા

ત્ર

વિજયભાઈ શાહ

કાંતિભાઈ કરસાળા

વિજયભાઈ શાહ

(ભ)

કિરીટ ભકત

શૈલા મુનશા

રમેશભાઈ રજ્યા

કાંતિભાઈ કરસાળા

કાંતિભાઈ કરસાળા

હિનાબેન પારેખ

નીલા કડકીઆ

કાંતિભાઈ કરસાળા

રસેશ દલાલ

કાંતિભાઈ કરસાળા

પ્રવિણા કડકીયા

કાંતિભાઈ કરસાળા

કાંતિભાઈ કરસાળા

વલીભાઈ મુસા

(ઊ)

ઉર્મિ સાગર

(ઢ)

હિનાબેન પારેખ

સરયૂબેન પરીખ

હિનાબેન પારેખ.

અં

(ત)

અશોકભાઈ કૈલા

દ્ર

કાંતિભાઈ કરસાળા

(ઋ)

અમિત પંચાલ

દેવિકાબેન ધ્રુવ

દ્ય

દેવિકાબેન ધ્રુવ

ક્ષ

દેવિકાબેન ધ્રુવ

પ્ર

પ્રફુલ્લા પટેલ

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

ભગવદ ગોમંડળ ઓન લાઈન / ભગવદ ગોમંડળમાંથી પસંદ કરેલા  અજાણ્યા શબ્દો અને તેના અર્થો મેળવીને આજે “હ” શબ્દ પરથી “શબ્દ પ્રયોગ – 42 જેટલા તૈયાર કરી મૂકવામાં આવેલ છે.

(1) www.bhagavadgomandalonline.com (2). www.bhagavadgomandal.com

વિજયભાઈ શાહએ વિજયનુ ચિંતન જગત : ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ: તૈયારીમાં  ભાગ લેવા માટે સર્વને  હાર્દિક  નિમંત્ર ણ પાઠવેલ છે.

સંપર્ક  કરો : E-mail : vijaykumar.shah@gmail.com

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી     -     કાંતિભાઈ કરસાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

હકીકીભાઇ

એક જ મા બાપનો દિકરો, સગો ભાઈ

ફીલ્મી અભિનેતા સંજયદત્તએ પ્રિયાદત્તની હકીકીભાઈ છે.

2

હકકતાલા

સર્વ શક્તિમાન ઈશ્વર, પરમેશ્વર

હકકતાલા પાસે અણદીઠ તેજનો અંબાર ભર્યો છે.

3

હકડેઠઠ

ખૂબ સંખ્યામાં, ખીચો ખીચ, ભરપૂર

ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં હકડેઠઠ માનવીઓ ઉમટી પડયા.

4

હડફો

ઈસ્કોતરી, પૈસા રાખવાની નાની પેટી

અગાઉના સમયમાં લોકો, વેપારીઓ પૈસા મૂકવા માટે તિજોરીને બદલે હડફાનો ઉપયોગ કરતા હતા.

5

હમમચવું

આખું હલબલવું, મૂળ/પાયામાંથી હલી જવું.

ઈ.સ. 2001 ના મહાભયાનક, ધરતીકંપે સૌરષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમં ભલભલી ઈમારતોને હચમચાવી મૂકી.

6

હજરજવાબી

સમયસૂચકં, તાત્કાલિક જવાબ આપનાર

બાદશાહ અકબરના દરબારમાં બીરબલ હજરજવાબી હતો.

7

હજારપા

કાનખજૂરો

હજારપા પણ વીંછી જેવા ઝેરી પ્રાણીના વર્ગનો જ ગણાય છે.

8

હરપર્ણી

શેવાળ,લીલ

બંધિયાર પાણીમાં હટપર્ણી જામી જતાં તે તળાવ, સરોવર વગેરે ગંધાવા લાગે છે.

9

હટાણું

ખરીદકામ, પરચુરણ માલની ખરીદી

નાના ગામડાના લોકો આજે પણ મોટા શહેરોમાં રોજ હટાણું કરવા આવતા હોય છે.

10

હઠલાભ

આકસ્મિક ધનનો લાભ થવો તે

મહેશભાઈએ ખંડેર બનેલું મકાન ખરીદી, નવેસરથી પાયા ખોડતા ચરુ મળ્યો આમ તેને હઠલાભ થયો.

11

હઠસંભોગ

બળાત્કારે કરેલી સ્ત્રી સંભોગ

પત્ની સાથેનો હઠસંભોગ પણ આજે કાનૂની અપરાધ ગણાય છે.

12

હઠહઠ

તાણ, આગ્રહ

આંગણે આવેલાઅતિથિઓને હઠહઠ કરીને જમાડવા એ યજમાનની શોભા છે.

13

હઈડું

હૈયું

માનવીના હઈડાંને નંદવાતાં વાર શી?

14

હઈણું

ત્રણ તારાનું એક એ નામનું ઝૂમખું મૃગશીર્ષ

હઈણું આથંમ્યું હાલાર શેરમાં અરજણ્યા.

15

હઈયાબાર

છાતી સાથે

દુશ્મનો સાથે ધીંગાણામાં વીરતાથી લડી, વિજય મેળવી આવેલા, પુત્રને પિતાએ ચાંપ્યો હઈયાબાર.

16

હઈયાહોળી

નિરંતર કલેશ રહ્યા કરે તેવું

તેના ઘરમાં તો કાયમ હઈયાહોળી સળગતી હોય છે.

17

હગાર

પંખીઓની ચરક

હગારથી સુંદર, રળિયામણું મંદિરનું પ્રાંગણ ગંધાય ઉઠયું.

18

હચરમચર

બહાનું

તમારે મારી પુત્રીના લગ્ન પ્રસંગ હાજર રહેવું જ પડશે. કોઈ હચરમચર નહીં ચાલે.. શું સમજ્યા ?

19

હડબડું

ઘાટઘુટ વિનાનું

ભાઈ-ભાઈ કરતી નીસરી બે નાળિયેરી, ભાઈએ શીંગડ ફેરવ્યા બે નાળિયેરી ભાંગ્યાં છે હડબડ હોઠ બે નાળિયેરી.

20

હટ્ટવિલાસિની

હળદર

લગ્ન પ્રસંગે વર-કન્યાને હટ્ટવિલાસિની મિશ્રીત પીઠી ચોળાય છે.

21

હજૂરિચણ

બાંદી ચાકરડી, દાસી, ખવાસણ

રાજા-મહારાજાઓ પોતાના રાણીવાસમાં રાણીઓની સેવા માટે હજૂરિચણો રાખતા હતા.

22

હુકલાવવું

ડરાવવું, ધમકાવવું

નાના ભૂલકાંઓને ક્યારેય હુકલાવવા નહીં, હુંકલાવવાથીએ તેઓ ડરપોક બનશે.

23

હક્કાક

ઝવેરી

સાચા હીરાની પરખ તો હક્કાક જ કરી શકે ને ?

24

હકારું

તેંડું, હાક મારીને જમવા બોલાવવા.

ગામડાગામમાં આજે પણ ગામના આમંત્રિતોને લગ્નપ્રસંગે હકારું કરાય છે.

25

હટદા (હડદા)

આંચકાં, ધક્કા

ઉબડખાબડ રસ્તા પર જતી બસમાં ભારે હટદાને લીધે મુસાફરો ત્રાસી ગયા.

26

હડદોલો

ધક્કો લાગવો

ભીડમાં એકાએક માણસોમાં નાસભાગ થતાં કેટલાય માણસોને હડદોલો લાગવાથી ઈજા પહોંચે છે.

27

હડફ

થાપણ, અનામત

કયારેય પણ કોઈની હડફ ઓળવશો નહીં.

28

હક્કનાક

વગર કારણે

તાલીબાનો/લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠ્ઠનો હક્કનાક નિર્દોષ પ્રજાના પ્રાણ હરે છે.

29

હટકટો

ખરખરો, દિલગીરી

સ્વજન, સ્નેહી-મિત્ર, સગા વહાલાંના મરણ પ્રસંગે લોકો હટકટો કરવા જાય છે.

30

હથ્યાઈ

હત્યા, કતલ

આજના યુગમાં હથ્યાઈના પ્રસંગો રોજ-બરોજ જોવા મળે છે.

31

હથોહથ

બીજાના હાથની મદદથી

કનકભાઈએ પોતાની પુત્રીના લગ્નનો પ્રસંગ ખૂબ આનંદથી હથોહથ ઉકલ્યો.

32

હથરોટી

કામ કરવાની સફાઈ, હોશિયારી, ઢબ

જગદીશભાઈની હથરોટી એટલી સારી છે કે કોઈપણ કામ સરળતાથી તેમજ સહેલાઈથી કરી શકે છે.

33

હથેવાળો

હસ્તમેળાપ

શુકલજીએ/ગોરમહારાજે શુભ મુર્હતમાં વર અને કન્યાનો હથેવાળો કરાવ્યો.

34

હદ

મર્યાદા, સીમા

હવે તો મારી સહનશક્તિની હદ આવી ગઈ છે.

35

હદન

મળ ત્યાગ

હદન, મૂત્રત્યાગ, છીંક વગેરે કુદરતી હાજતોને કયારેય રોકવી નહીં.

36

હથફેર

હાથ ચાલાઈ ના ખેલ

જાદુગરો હથફેર દ્વારા લોકોને આશ્ચર્ય મુગ્ધ કરે છે.

37

હણાર

થવાનું, બનવાનું

ભાગ્યમાં જે હણાર છે તેને વિધાતા પણ ટાળી શકતી નથી.

38

હકીકીપિસર

ઔરસ પુત્ર

હકીકીપિસર જ પિતાનો વારસાનો કાયદેસર હક્કદાર છે.

39

હડેડવું

આગ લાગવી, જોરથી સળગી ઊઠવું.

હડેડવાને લીધે આજે જગતમાં જંગલોનો નાશ થતો જાય છે. તેથી પર્યાવરણ પર માઠી અસર થાય છે.

40

હડાહૂડ

વેરણ છેરણં, અસ્તવ્યસ્ત

આળસું મહિલાના ઘરમાં બધું જ હડાહૂડ હોય છે.

41

હક્કપરસ્ત , હક્કપરસ્તી

પ્રભુભકત, પ્રભુભક્તિ

સાચ હકાપરસ્તને પરમાત્માની લગની લાગી હોય છે એટલે એ હક્કપરસ્તીમાં જ સદા મસ્ત રહે છે.

42

હક્કાબક્કા

ગભરાઈ ગયેલું

કોપાયમાન માનચતુરના ક્રોધથી ઘરના તમામ સભ્યો હક્કબક્કા થઈ ગયા.


ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સ્પર્ધા

વિજયભાઈ શાહએ વિજયનુ ચિંતન જગત માં ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી કરવા માટે વિનંતીને માન આપીને

(1) www.bhagavadgomandalonline.com (2). www.bhagavadgomandal.com

ભગવદ ગોમંડળ ઓન લાઈન વાંચવાનું શરુ કર્યુ અને અજાણ્યા શબ્દો અને તેના અર્થો નોંધવાનું શરુ કર્યુ શબ્દ પરથી શબ્દ પ્રયોગ -62 જેટલા તૈયાર કરેલ છે.

નમ્ર અપીલ  : ગુજરાતી શબ્દ સ્પર્ધા માં ભાગ લેવા માટે  હાર્દિક  નિમંત્ર ણ છે.

વિશેષ  જાણકારી  માટે સંપર્ક  કરો : વિજયભાઈ શાહ E-mail : vijaykumar.shah@gmail.com

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી – કાંતિભાઈ કરસાળા

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

ખંખેરાવું

માર ખાવો

ગુનેગારને પોલીસના હાથે ખૂબ જ ખંખેરાવું પડયું.

2

ખંચેરવું

ઝાપટવું/સાફ કરવું

ગૃહણીએ સવારે ઘરને ખંચરવું પડે છે

3

ખંખોળિયા

ખૂબ પાણીથી નાહવું તે

નાના-મોટા તમામને પહેલા વરસાદમાં ખંખોળિયા કરવાની મજા આવે છે.

4

ખંખોળો

શોધખોળ, તપાસ

આજના આધુનિક યુગમાં ખંખોળો વધારે થાય છે.

5

ખંચાવું

અચકાવું

ઉપરિ અધિકારી સાથે વાતચીત કરતાં અનિકેતની જીભ ખંચાવા લાગી.

6

ખંગાળવું

કોગળા કરવા

હળદર અને મીઠા મિશ્રીત પાણીથી મોઢું ખંગાળવાથી દાંત અને ગળું સાફ રહે છે.

7

ખંગર

વધુ પાકેલી ઈંટ

ઈમારત ચણતરમાં ખંગર વાપરવાથી મજબૂતી વધે છે.

8

ખંચાળું

નવેળું

મકાનમાં હવા ઉજાસ રહે તેટલા માટે ખેચાળુ મૂકવામાં આવે છે.

9

ખંજક

લંગડું,લૂલું

ખંજક દરિદ્ર પ્રત્યે હંમેશાં દયા રાખો.

10

ખંજનરત

તપસ્વી સાધુ

ખંજનરતનું તેજ કંઈક ઓર હોય છે.

11

ખંજો

ગીધ પક્ષી

શિકારી પક્ષીમાં ખંજો ની દ્રષ્ટિ તીવ્ર હોય છે.

12

ખંજોળવું

પડખામાં લેવું/પંપાડવું

માતા પોતાના બાળકને વહાલથી ખંજોળે છે.

13

ખંટાવું

પોસાવું

વેપારીએ રસીલાબેનને કહ્યું આટલી ઓછી કિંમતમાં સાડી વેંચવાનું ખંટાય નહીં.

14

ખંડ્

ખલેલ કરવી, છેતરવું, નિરાશ કરવું

આંગણે આવેલ માણસને ખંડ્ કરશો નહીં.

15

ખંડકથા

નવલિકા,ટૂંકી વાર્તા

ગૌરીશંકર જોશી ધૂમકેતુ એ લખેલ વિનિપાત ખંડકથા છે.

16

ખંડકર્ણ

રતાળું, સકરકંદ

ઉપવાસમાં ખંડકર્ણનો શીરો બનાવવામાં આવે છે.

17

ખંડજ

ગોળ,સાકરિયો ગોળ

અમને ભૂખ લાગી ત્યારે અશોકે ખંડજ, મગફળી અને સેવ મમરા ખાવા આપ્યા.

18

ખંડણી

ભાગ, કર

લોકશાહીમાં આજે પણ શરીફ બદમાશો ખંડણી વસુલતા જોવા મળે છે.

19

ખંડણિયો

ખંડણી ભરનાર, તાબેદાર માણસ

આઝાદી પહેલાં દેશી રજવાડામાં મોટા રાજાના કેટલાંય ખંડણિયા રાજવીઓ હતા.

20

ખંડત

તૂટેલું, ભાગેલું

મહાજન મંડળે ખંડત મૂર્તિઓ ગોરાને આપવા વિચાર્યુ.

21

ખંડધારા

કાતર, કર્તરી

ખંડધારા કાપવાનું કામ કરે છે, જયારે સોય જોડવાનું કામ કરે છે.

22

ખંડન

નિરાકરણ,તોડ,અપમાન

કોઈપણ સમસ્યાનું ખંડન હોય છે.

23

ખંડનમય

વિનાશક

ખંડનમય વાવાઝોડાએ ઠેરઠેર વિનાશ વેર્યો.

24

ખંડનમંડન

વાદવિવાદ, ચર્ચા

ખંડનમંડનમાં સમય બરબાદ કરશે.

25

ખંડનવાક્ય

વિરુદ્ધ વાણી

બીજા માટે ખંડનવાક્ય બોલતાં પૂરતું વિચારો.

26

ખંડનાત્મક

તોડી પાડનારૂ, નાશ કરનારૂ

ખંડનાત્મક પ્રવૃત્તિને બદલે રચનાત્મક પ્રવૃત્તિ કરો.

27

ખંડપટ્ટ

જુગારી

હાર્યો ખંડપટ્ટ બમણું રમે.

28

ખંડપતિ

રાજા

દમયંતીના રૂપ સૌંદર્યની વાત સાંભળી દેશ દેશના ખંડપતિ તેને પરણવા ઉત્સુક થાય છે.

29

ખંડપત્ર

પાંદડાનો સમૂહ

પાનખર ઋતુમાં ઠેર ઠેર ખંડપત્રો વેરાયેલા હોય છે.

30

ખંડપાલ

કંદોઈ

ભગત ખંડપાલના પૈંડા જગ પ્રસિદ્ધ છે.

31

ખંડપ્રલય

અમુક ભાગનો નાશ

કુદરતી આફતો-ધરતીકંપ, વાવાઝોડું,વગેરેથી ક્યારેક ખંડપ્રલય થય છે.

32

ખંડર

ઉજ્જડ ગામ

ખંડરમાં એરંડો પ્રધાન.

33

ખંડરાં

ઢોકળાં

ગરમાં ગરમ ખંડરાં અને તેલનો સ્વાદ અનેરો હોય છે.

34

ખંડલ

કટકો

શરદ પૂર્ણિમાં દિને ચંદ્રમાં રૂપનો ખંડલ હોય છે.

35

ખંડવૃષ્ટિ

કકડે કકડે આવતો વરસાદ

પર્યાવરણની વધતી સમસ્યાને કારણે હવે ખંડવૃષ્ટિ થાય છે.

36

ખંડાભ્ર

વિખરાયેલા વાદળ

ધોધમાર વરસાદ વરસી ગયા પછી આકાશમાં ઠેરઠેર ખંડાભ્ર છવાઈ જાય છે.

37

ખંડાસ્થ

નારાયણ, વિષ્ણું

વૈકુંઠએ ખંડાસ્થનું ધામ છે.

38

ખંડિક

વિદ્યાર્થ,શિષ્ય

ખંડિકે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

39

ખંડિત

અપૂર્ણ

ખંડિત મૂર્તિની પૂજાનો શાસ્ત્રોમાં નિષેધ છે.

40

ખંડિની

પૃથ્વી

આષાઢની પ્રથમ હેલીથી ખંડિનીમાં નવજીવનનો સંચાર થાય છે.

41

ખંતખોર

કંટાળે એવું

કાર્યનિષ્ઠ વ્યક્તિ ખંતખોર કાર્ય પણ ઉત્સાહથી કરે છે.

42

ખંતિયા

જનનિ, માતા

ખંતિયાની જોડ મળવી મુશ્કેલ છે.

43

ખંતિ

સહનશીલતા

ધરતિએ ખંતિ ને મૂર્તિ છે.

44

ખંતીલું

ચીવટ વાળું

ખંતીલો માણસ ક્યારેય બેદરકાર હોતો નથી.

45

ખંદોલી

બાળક માટેની ગોદડી

માતાએ પોતાના લાડલા માટે હેતથી ખંદોલી તૈયાર કરી.

46

ખંપણ

જખમ

શરીર પરના ખંપણ રુઝાય જાય છે.

47

ખભીરં

ટેવ,મહાવરો

જુગારીને જુગાર રમવાનો ખભીંર હોય છે.

48

ખાઈકી

લાંચ,રૂંશવત

સરકારી ખાતાઓમાં હવે ખાઈકી સિવાય કામ થાતું નથી.

49

ખાઈ ખપૂસવું

વિશ્રાતિ લીધા વગર કામે લાગી જવું

સફળતાની ચાવી એટલે ખાઈ ખપૂસવું.

50

ખાઈ ખપૂસીને

ખંતાને એકાગ્રતાથી

અજયે પરીક્ષાની તૈયારી ખાઈ ખપૂસીને કરીને પ્રથમ નંબર મેળવ્યો.

51

ખાઈન

છેતરનાર, દગાબાજ

સમાજે ખાઈનથી સાવધ રહેવું જોઈએ.

52

ખાકટી

નાની કાચી કેરી

ચૈત્ર માસની શરૂઆતમાં જ બજારમાં ખાટકી વેચાવા લાગે છે.

53

ખાઉપાત્ર

અતિલોભી

ખાઉપાત્ર હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.

54

ખાકીબાવો

દરિદ્રમાણસ

સમાજમાં ખાકીબાવોનો એક વર્ગ છે. જે એક ટંક પૂરતું ખાવાનું પામે છે.

55

ખાખરાખોળ

સર્વનો નાશ

સુનામીએ સર્વત્ર ખાખરાખોળ કરી નાખ્યો.

56

ખાકાં

કાચી ચિઠ્ઠી

બિલ્ડરે રમેશને પૈસા મળ્યા બદલ ખાકાં કરી આપી.

57

ખંધખંધવું

ભય પામવું

અધિકારી પાસે રજૂઆત કરતાં સામાન્ય જન ખંધખંધવા લાગે છે.

58

ખગપડ

મરણવખતે છ પિંડમૂકવાની ક્રિયા

રામજી બાપાના બારમાના દિવસે પુત્રે શાસ્ત્રીજી પાસે ખગપડ કરાવ્યું.

59

ખેડકો

નાશ,પાયમાલી

લોટરી, શેરબજારે રોકાણકારોના નાણાંનો ખેડકો કરી નાખયો.

60

ખ્વારખાર

ગરીબ,કંગાર

ખ્વારખાર માણસની ક્યારેય હાંસી ઉડાવશો નહી.

61

ખસ્તની

પૃથ્વી

યુવાનો માટે ખસ્તની સર્વ વિત્ત સમાન છે.

62

ખસ્ત

અસ્તવ્યસ્ત,વેરણછેરણ

ઘરમાં બાળકોએ ધમાલ મચાવી બધી ચીજ વસ્તુઓ ખસ્ત કરી નાખી.

વિદાય વખતે માતાએ વરને આપેલ અમૂલ્ય સંદેશ.

વરની પ્રતિજ્ઞા

વિદાય વખતે માતાએ વરને આપેલ

અમૂલ્ય સંદેશ.

1. આજથી ધર્મપત્નીને અર્ધાગીની સમજીને, તેની સાથે મારું વ્યક્તિત્વ મેળવીને એક નવું જીવન બનાવીશ. મારા શરીરનાં અંગોની જેમજ ધર્મ પત્નીનું પણ ધ્યાન રાખીશ.

2. હું પ્રસન્નતાપૂર્વક ગૃહલક્ષ્મીનો મહાન અધિકાર સોંપું છું અને જીવન જીવવામાં પણ તેનાં સલાહ સુચના અને માર્ગદર્શનને મહત્વ આપીશ.

3. રૂપ, આરોગ્ય, સ્વભાવિક ગુણદોષ, રોગ અને અજ્ઞાનવશ વિકારોને ચિત્તમાં નહીં  રાખું અને એના કારણે અસંતોષ જાહેર નહીં કરું, પરંતુ સ્નેહપૂર્વક સુધારતાં સુધારતાં અને સહન કરતાં કરતાં આત્મીયતા જાળવી રાખીશ.

4. પત્નીનો મિત્ર બનીને રહીશ અને પૂરેપૂરો પ્રેમ-સ્નેહ આપતો રહીશ. આ વચનનું પાલન પૂરેપુરી નિષ્ઠા અને સત્યના આધાર પર કરીશ.

5. પત્ની માટે જે રીતની પતિવ્રતની મર્યાદા કહેવામાં આવી છે, એ જ દ્રઢતાથીહુંપણ પત્નીવ્રત ધર્મનું પાલન કરીશ. ચિંતન અને આચરણમાં પરસ્ત્રી સાથે વાસનાત્મક સંબંધો જોડીશ નહીં.

6. ઘરનીવ્યવસ્થામાં ધર્મપત્નીને આગળ રાખીશ. આવક અને ખર્ચ કરવાની બાબતમાં તેની સ્વીકૃતિ લઈને ગૃહસ્થોચિત જીવન જીવનનાની રીતે અપનાવીશ.

7. ધર્મપાત્નિની સુખશાંતિ તથા પ્રગતિ-સલામતીની વ્યવસ્થા કરવામાં મારી શક્તિ અને સાધનો વગેરે પૂરી વફાદારીપૂર્વક વાપરીશ.

8. મારા તરફથી ઉત્તમ વ્યવહાર રાખવાનો પૂરો પ્રયત્ન કરીશ, મતભેદ તથા ભૂલો શાંતિપૂર્વક સુધારીશ. કોઈનીય સામે પત્નીને અપમાનિત કે તિરસ્કૃત નહીં કરું.

9. દેવતાગણ, અગ્નિ તથા સત્પુરુષોની સાક્ષીમાં વચન આપું છું કે પત્ની પ્રત્યે હમદર્દી અને મીઠાશભર્યું બોલવાનું રાખીશ અને રહીશ.

10. પત્નીની અસમર્થતા અને પોતાના કર્તવ્યમાંથી દૂર થવા છતાં પણ હું મારા કર્તવ્યપાલના અને સહયોગમાં રાઈ જેટલી પણ ઉણપ નહીં રાખું એવો વિશ્વાસ આપું છું.

11. મધુર પ્રેમયુકત ચર્ચા, સદ્દવ્યવહાર તથા દ્રઢ પત્નીવ્રતના પાલનનું વચન આપું છું.

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ અમૂલ્ય સંદેશ.

February 24, 2009 KANTILAL KARSHALA 3 comments

કન્યાની પ્રતિજ્ઞા

વિદાય વખતે માતાએ પુત્રીને આપેલ

અમૂલ્ય સંદેશ.

1. મારા  જીવનને પતિ સાથે જોડી દઈને નવું જીવન શરૂ કરીશ અને એ રીતે ઘરમાં હંમેશા સાચા  અર્થમાં અર્ધાગીને બનીને રહીશ.

2. પતિના કુટુંબના સભ્યને એક જ શરીરનાં અંગ માનીને ચાલીશ, બધાની સાથે વિવેકથી વર્તન કરીશ, ઉદારદાપૂર્વક  સેવા કરીશ, મધુર તથા કોમળ વહેવાર કરીશ.

3. આળસ છોડી દઈને મહેનત પૂર્વક ઘરકામ કરીશ, એ રીતે પતિની પ્રગતિ અને જીવન વિકાસમાં ઉચિત ફાળો આપીશ.

4. પતિવ્રત ધર્મનું પાલન કરીશ. પતિની પ્રત્યે શ્રદ્ધા ભાવના બનાવી રાખી હંમેશા એમને અનુકૂળ બનીને રહીશ. કપટ કે દુર્ભાવ નહીં કરું. સુચનોનું વિલંબ કર્યા વગર પાલન કરવાનો અભ્યાસ કરીશ.

5. સ્વચ્છતા, પ્રસન્નતા, સેવા અને પ્રિય બોલવાનો અભ્યાસ બનાવી રાખીશ.તેનાથી વિરૂદ્ધ ઈર્ષા, ચીડિયાપણું વગેરે કે દોષ સ્વીકારીશ નહીં. એ રીતે હંમેશા આનંદ આપનાર બની રહીશ.

6. ઓછા ખર્ચમાં ઘરનું સંચાલન કરીશ, બિન જરૂરી ખર્ચા નહીં કરું. પતિ આર્થિક રીતે અથવા શારીરિક દ્રષ્ટિએ સમર્થહીન બની જશે તોય હું ઉસ્તાહપૂર્વક સદ્દગૃહસ્થનું અનુશાસન સ્વીકારી પૂરેપૂરી રીતે તેનું પાલન કરીશ.

7. સ્ત્રીને માટે પતિ દેવ સ્વરૂપ હોય છે, એવું માનીને મતભેદ ભૂલી જઈ, સેવા સાધના કરતાં કરતાં જીવનભર સક્રિય રહીશ, કદીય પતિનું અપમાન નહી કરું.

8. જેઓ પતિના પૂજય અને શ્રદ્ધાપાત્ર છે તેમને સેવા અને વિનય દ્વારા હંમેશા પ્રસન્ન અને સંતોષી રાખીશ.

9. કોઈપણ સ્થિતિમાં, ગમે ત્યારે, ખૂદ પતિ પણ વિરુદ્ધ થઈ જશે તો પણ બદલાની આશા રાખ્યા વિના મારા કર્તવ્યનું પાલન કરતી રહીશ.

ગુજરાતી બ્લોગ જગતને 200 પોસ્ટ અર્પણ..

November 9, 2008 KANTILAL KARSHALA 1 comment

ગુજરાતી બ્લોગ જગતને 200 પોસ્ટ અર્પણ..

ગુજરાતી બ્લોગ-જગતમાં શ્રી ગાયત્રી જ્ઞાન મંદિરજેતપુર દ્વારા યુગ ક્રાંતિના ઘડવૈયાની કલમેથી લખાયેલ ગાયત્રી જ્ઞાનયજ્ઞના અમૃત વિચારોની સંકલિત : 200 પોસ્ટ પૂર્ણ થયેલ છે,  શ્રી વેદમાતા ગાયત્રીની સુક્ષ્મ પ્રેરણા અને પરમ પૂ. ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યના આશિર્વાદથી તેમજ વેબ જગતના ગુજરાતી બ્લોગરોના માર્ગદર્શનથી  જેની યાદમાં આજે કારતક સુદ અગીયારસના (દેવ દિવાળી ) શુભ અવસર નિમિત્તે નેટ જગતનાં ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

વિચાર શક્તિ વિશ્વની સૌથી મોટી શક્તિ છે, આજની વાસ્તવિકતા જોતા આજે કરવા યોગ્ય કામ એક જ છે, લોક માનસનું શુધ્ધિકરણ. આનું જ નામ વિચાર ક્રાંતિ છે. આધ્યાત્મિક ભાષામાં આને જ જ્ઞાનયજ્ઞ કહે છે.

જ્ઞાનયજ્ઞ આ યુગનો સૌથી મોટો પરમાર્થ છે, જનમાનસની દિશા બદલીને જ વર્તમાન તકલીફો અને મુંઝવણોમાંથી છુટકારો મેળવી શકાય છે. વ્યક્તિ અને સમાજના ઉજ્જવળ ભવિષ્યની શકયતા આપણા સહિયારા  ગુજરાતી બ્લોગ જગતની સફળતા રહેશે.

રકતદાતાઓની નામાવલી :- ઈ-બ્લડ બેંક

October 27, 2008 KANTILAL KARSHALA 1 comment

રકતદાતાઓની નામાવલી :- ઈ-બ્લડ બેંક

રક્તદાન એ આજના યુગનું મહાદાન

માનવ શરીરમાં સૂક્ષ્મરૂપે કણ કણમાં રહેલ શક્તિ સંચાર યાને કે રક્ત સંચાર થઈ રહેલ છે. આપના તરફથી રક્તદાન યજ્ઞમાં (કેમ્પ) રકતરૂપી આહુતિ આપીને માનવ જીવનને એક જીવત દાન મળે તેવા શુભ આશય સાથે રક્તદાન કરવા/કરાવવામાં આપનો મહત્વનું યોગદાન રહેલ છે.

આજના ઝડપી યુગમાં રક્તદાતાઓના નામ-સરનામાં બ્લડ ગૃપસાથેની વેબ સાઈટ દ્વારા http://www.lava-ebloodbank.com/ એડ્રેસ કલીક કરીને લોકોની જીંદગી બચાવી શકાશે. તેવા શુભ આશયથી શ્રી કેતનભાઈ રમેશચંદ્ર લાવાએ સમાજને ઉપયોગ થવા માટે રકતદાતાઓને એક મંચ પર લાવવાનું મહાન ભગીરથ કાર્યને હાથ પર લીધેલ છે. રક્તદાતાઓની નામાવલીભારતની સૌથી પ્રથમ ઈ-બ્લડ બેંકની અનોખી વેબ સાઈટ બનાવવામાં આવેલ છે.

ભારત દેશના તમામ રાજય/જીલ્લા/તાલુકા/ગામડાઓનો સમાવેશ સાથે રકતદાતાના (નામ, સરનામા, ફોન/મોબાઈમ નંબર/બ્લડ ગૃપ ) ડેટા એકત્રીત કરવા માટે સ્વૈચ્છીક સંસ્થા અને દરેક શહેરની બ્લડ બેંકૉ, તથા બ્લડ ડોનરોની મદદ લેવામાં આવી રહી છે. આ રક્તદાતાઓના ડેટા કલેકશન કરી વેબ સાઈટ પર મુકવામાં આવી રહ્યાંછે.

આ વેબસાઈટ પર કોઈપણ શહેરના રકતદાતા જાતે પણ પોતાના નામ મુકી શકે તેવી સરળ સુવિધા રાખવામાં આવી છે.

આ વેબ સાઈટમા રકતદાતાઓના નામ, સરનામા, ફોન/મોબાઈલ નંબર/બ્લડ ગૃપની વિગત સાથી મૂકવા/મૂકાવવા આપશ્રીને અનુરોધ છે.

આ વેબ સાઈટમાં આ રક્તદાતાએ નામાવલીની યાદીમાં આપનું નામ નોંધાવવા માટે અહીં ક્લીક કરો

http://www.lava-ebloodbank.com/

Blood Donors Registration

ઈ-બ્લડ બેંક

કેતનભાઈ રમેશચંદ્ર લાવા,

Mob. +919825995550

E-mail : info@lava-ebloodbank.com